Uttarayan-2024 : વિવિધ મંદિરોમાં વિશેષ શણગાર, દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, PM મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની (Uttarayan-2024) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તરાયણના પર્વ પર દાન-પુણ્યનું પણ અનેરું મહત્ત્વ છે. આ દિવસે લોકો વહેરી સવારે મંદિરોમાં જઈ ભગવાનના દર્શન કરી જરૂરિયાતમંદોને ચીજ-વસ્તુઓનું દાન કરે છે. ત્યારે આજે જગન્નાથ મંદિરમાં ( Jagannath temple) ભક્તોની ભારે ભીડ જોવા મળી. ઉપરાંત, શક્તિપીઠ અંબાજી મંદિરને (Shaktipeeth Ambaji) પણ ઉત્તરાયણ નિમિત્તે રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યું છે.
અંબાજી મંદિરમાં વિવિધ પતંગોથી શણગાર
ઉત્તરાયણ પર્વ (Uttarayan-2024) નિમિત્તે આજે અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોએ ઉત્તરાયણના એક દિવસ અગાઉ અંબાજી મંદિર (Shaktipeeth Ambaji) આવીને વિવિધ કલરફૂલ પગંતોથી મંદિર પરિસરને શણગાર્યું હતું. ગોલ્ડન ટેમ્પલના પરિસર ચાચર ચોક, નૃત્ય મંડપથી લઈને ગર્ભગૃહની બહાર વિવિધ પ્રકારના પતંગો લગાવવામાં આવ્યા છે, જેને લઈને શક્તિપીઠ અંબાજી મંદિરનું પરિસર ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. ખાસ કરીને પતંગો પર જય અંબે પણ લખાવ્યું છે, આમ માં અંબાના મંદિરમાં ભક્તો 'જય અંબે' લખેલી પતંગોના શણગાર જોઈને ખૂજ ખુશ છે.
જમાલપુર જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર
અમદાવાદના જમાલપુર ખાતે આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદીરમાં ( Jagannath temple) પણ આજે વહેલી સવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ગજરાજોને ઘાસ ખવડાવવાનો મહિમા છે. આથી ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કરીને ગજરાજને ઘાસ ખવડાવ્યું હતું. ઉપરાંત, જરૂરિયાતમંદ લોકોને અનાજ, વસ્ત્રોનું દાન પણ કર્યું હતું. ભાવનગરની વાત કરીએ તો ઉત્તરાયણ નિમિત્તે જિલ્લાના અલગ-અલગ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. આજના દિવસે મકર રાશિમાં સૂર્ય પ્રવશે છે, આથી આ દિવસે દાન-પુણ્યનું અનેરું મહત્ત્વ છે.
Greetings on Uttarayan! pic.twitter.com/LjPDA6C00P
— Narendra Modi (@narendramodi) January 14, 2024
પીએમ મોદીએ કર્યું ટ્વીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ ઉત્તરાયણ પર્વ (Uttarayan-2024) નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા એક ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી એક ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ફોટો પોસ્ટ કરી કહ્યું કે, આ ઉત્તરાયણ પર્વ આપ સર્વેના જીવનમાં નવી તકો અને નવી સંભાવનાઓના દ્વાર ખોલે તેમ જ આપના સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવામાં મદદ કરે એ જ અભ્યર્થના સાથે અનેક અનેક શુભકામનાઓ...!!!
આ પણ વાંચો - Uttarayana-2024 : આજે અમિત શાહ અમદાવાદમાં આ જગ્યાઓ પર ઉડાડશે પતંગ, જાણો કાર્યક્રમોની વિગત