UP પેટાચૂંટણી વચ્ચે CM Yogi અચાનક દિલ્હી પહોંચ્યા, પીએમ અને જેપી નડ્ડાને મળ્યા
- CM Yogi ની સાથે પીએમની ખાસ બેઠક
- CM Yogi ની Delhi મુલાકાતથી ચર્ચાનો માહોલ
- Uttar Pradesh માં મોટા પાયે વહીવટી ફેરફારો થવાના
Uttar Pradesh CM Yogi At Delhi : Uttar Pradesh માં 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન અચાનક રાજ્યના CM Yogi Adityanath એ Delhi ની મુલાકાત લીધી હતી. પેટાચૂંટણીની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહેલા CM Yogi એ આજે Delhi પહોંચતાની સાથે જ Uttar Pradesh સદન ગયા અને પછી ત્યાંથી PM Modi ને મળવા રવાના થયા હતા.
CM Yogi ની સાથે પીએમની ખાસ બેઠક
PM Modi સાથે તેમની મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ બેઠકનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે Uttar Pradesh ની રાજનીતિ સાથે જોડાયેલા મુદ્દા પર મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી. આ વાતચીતમાં પેટાચૂંટણી અને Uttar Pradesh પ્રશાસન સાથે જોડાયેલા મુદ્દાઓને પણ સામેલ કરી શકાય છે. CM Yogi ની આ મુલાકાત માત્ર વડાપ્રધાન પુરતી સીમિત ન હતી. PM Modi ને મળ્યા બાદ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા ગયા હતા. CM Yogi આજે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરવાના છે.
આ પણ વાંચો: NCP leader Nawab Malik ના જમાઈનું ડ્રાઈવરની નજીવી ભૂલને કારણે થયું નિધન
Uttar Pradesh CM Yogi Adityanath meets Union Minister and BJP National President JP Nadda in Delhi.
(Source CMO) pic.twitter.com/20ws6IQkTC
— ANI (@ANI) November 3, 2024
CM Yogi ની Delhi મુલાકાતથી ચર્ચાનો માહોલ
જોકે CM Yogi ની અચાનક Delhi મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. CM Yogi ની Delhi મુલાકાતનું કારણ રાજ્યમાં મીરાપુર, કુંડારકી, ગાઝિયાબાદ, ખેર, કરહાલ, સિસામૌ, ફુલપુર, કટેહરી અને મઝવાનમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. જોકે ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ગયા છે અને ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણી બાદ Uttar Pradesh ના પરિણામોને લઈને પાર્ટીની અંદર ચાલી રહેલી તકરાર બાદ CM Yogi એ Uttar Pradesh પેટાચૂંટણી માટે કમર કસી લીધી છે.
Uttar Pradesh માં મોટા પાયે વહીવટી ફેરફારો થવાના
એવી પણ ચર્ચા છે કે Uttar Pradesh માં મોટા પાયે વહીવટી ફેરફારો થવાના છે. આ ઉપરાંત પાર્ટી અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે. CM Yogi પાર્ટીના મોટા નેતાઓમાંના એક હોવાથી અને દેશના સૌથી મોટા રાજ્યના CM Yogi હોવાથી પાર્ટી તેમને કોઈપણ સંભવિત ચર્ચા માટે બોલાવી શકે છે. તો CM Yogi ની આ મુલાકાતનું રહસ્ય ટૂંક સમયમાં ખુલે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: સૌનિકોએ પુલવામાથી પકડાયેલા આતંકવાદીઓના મદદગારને હથિયારો સાથે પકડી પાડ્યો