Uttar Pradesh Assembly: UP વિધાનસભામાં CM Yogi અખિલેશ યાદવના સાશને ગણાવ્યું ટીકાપાત્ર
Uttar Pradesh Assembly: CM Yogi એ આજે UP વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર જવાબ આપ્યો હતો. CM Yogi એ પોતાના સંબોધનમાં કહ્યું કે વિકસિત ભારત મારી પ્રતિબદ્ધતા છે. આ દરમિયાન તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અને UP ના પૂર્વ સીએમ Akhile Ydav પર નિશાન સાધતા કહ્યું કે, અખિલેશ તેમના ભાષણ પરથી ધ્યાન હટાવે છે, તેમની વાતોમાં તથ્ય નથી.
- હું નોઈડા અને બિજનૌર પણ ગયો છું
- અયોધ્યાનું આર્થિક માળખું
- અખિલેશે યોગી સરકાર સામે ગર્જના કરી
હું નોઈડા અને બિજનૌર પણ ગયો છું
CM Yogi એ વધુમાં કહ્યું કે, રામ મંદિરના નિર્માણથી દરેક સનાતની ખુશ છે, મુસ્લિમોના પૂર્વજો પણ સનાતની હતા. પરંતુ સદીની સૌથી મોટી ઘટના પર વિપક્ષ કંઈ બોલ્યા નહીં. તેમણે કહ્યું કે રામ મંદિર પહેલા બનવું જોઈતું હતું. આજે દરેક વ્યક્તિ નવીનતમ, દિવ્ય અને ભવ્ય અયોધ્યાને જોઈને અભિભૂત થઈ ગયો છે. આ કામ ઘણા સમય પહેલા થઈ જવું જોઈતું હતું.
#WATCH | Lucknow | In Uttar Pradesh Assembly, CM Yogi Adityanath says, "...Ayodhya city was brought within the purview of prohibitions and curfew by the previous governments. For centuries, Ayodhya was cursed with ugly intentions. It faced a planned disdain. Such treatment to… pic.twitter.com/Bx7Km7QlkV
— ANI (@ANI) February 7, 2024
અયોધ્યાનું આર્થિક માળખું
અયોધ્યાના લોકો માટે વીજળીની વ્યવસ્થા કરી શકાઈ તેમ હતી. ત્યાં વધુ સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી થઈ શકે તેમ હતી. પરંતુ કયા ઈરાદાથી આ વિકાસ કાર્યો અટકાવવામાં આવ્યા ? હું અયોધ્યા અને કાશી ગયો છું તો નોઈડા અને બિજનૌર પણ ગયો છું." તેમણે કહ્યું કે અમારો વિશ્વાસ, નીતિ અને ઈરાદા પણ સ્પષ્ટ હતા.
અખિલેશે યોગી સરકાર સામે ગર્જના કરી
તમને જણાવી દઈએ કે આ પહેલા UP વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અખિલેશ યાદવે ભાજપ અને યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશે કહ્યું, ભાજપે ખેડૂતો સાથે દગો કર્યો છે. આ પહેલી સરકાર છે કે જેના હેઠળ ખેડૂતોએ ત્રણ કાળા કાયદાની વિરુદ્ધ વાત કરી, લગભગ 1000 ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો: Lok Sabha: PM Modi એ અનામતને લઈને નહેરુ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો