US Air Force એ પરમાણુ બોમ્બથી સજ્જ એરક્રાફ્ટને કર્યું તૈયાર, જુઓ વીડિયો
- B-21 Raider નું અનાવરણ ડિસેમ્બર 2022 માં કરવામાં આવ્યું
- B-21 Raider પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ
- આપણે જે કરી રહ્યા છીએ તે પૃથ્વી પર કોઈ નથી કરી શકતું
US Air Force B-21 Raider : US Air Force એ પોતાની વાયુ સેનામાં વધુએ વિધ્વશંક એરક્રાફ્ટને સામેલ કર્યું છે. આ એરક્રાફ્ટનું નામ B-21 Raider છે. તો તાજેતરમાં US Air Force એ B-21 Raider ની ઉડાન કરાવી હતી. આ ઉડાનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. જોકે આ ઉડાન માત્ર US Air Force એ B-21 Raider માટે એક પ્રશિક્ષણના ભાગરૂપે હતી. કારણ કે... B-21 Raider પડકાર માટે બનાવવામાં આવ્યું છે, તેના માટે તે સજ્જ છે કે નહીં. તે આ ઉડાનના માધ્યમથી જાણી શકાય છે.
B-21 Raider નું અનાવરણ ડિસેમ્બર 2022 માં કરવામાં આવ્યું
US Air Force એ છઠ્ઠી પેઢીના સ્ટીલ્થ Fighter jet ની વિશ્વની પ્રથમ ઝલક રજૂ કરી છે. US Air Force એ B-21 Raider ન્યુક્લિયર સ્ટીલ્થ બોમ્બરની ટેસ્ટ ફ્લાઇટનો વિડિયો જાહેર કર્યો છે, જેમાં ન્યુક્લિયર બોમ્બર એડવર્ડ્સ એર ફોર્સ બેઝ પર ટેક ઓફ અને લેન્ડિંગ કરતો જોઈ શકાય છે. B-21 Raider નું અનાવરણ ડિસેમ્બર 2022 માં કરવામાં આવ્યું હતું. US Air Force એ જણાવ્યું છે કે B-21 Raider ના ફ્લાઈટ ટેસ્ટિંગમાં ગ્રાઉન્ડ ટેસ્ટિંગ, ટેક્સી અને ફ્લાઈંગ ઓપરેશન્સને સામેલ કરવામાં આવ્યા છે. ફ્લાઇટ ટેસ્ટ એ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચો: Air Force ને મળશે આગ વરસાવતું એરક્રાફ્ટ. જાણો નામ અને તેની ખાસિયત
𝗕𝗥𝗘𝗔𝗞𝗜𝗡𝗚💥 Air Force Releases First Video of 𝗕-𝟮𝟭 𝗥𝗮𝗶𝗱𝗲𝗿 in flight...stay tuned for more from our B-21 Update panel at the 2024 Air, Space & Cyber Conference... pic.twitter.com/qt9skUcT98
— Air & Space Forces Association (@AFA_Air_Space) September 18, 2024
B-21 Raider પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ
B-21 Raider ના પરીક્ષણ પછી આ એરક્રાફ્ટને દક્ષિણ ડાકોટાના એલ્સવર્થ Air Force બેઝ પર યુદ્ધ માટે તૈનાત કરવામાં આવશે જે તેનું પ્રથમ મુખ્ય ઓપરેટિંગ બેઝ હશે. છઠ્ઠી પેઢીના સ્ટેલ્થ બોમ્બર પ્રોગ્રામ હેઠળ ઓછામાં ઓછા 100 ફાઈટર એરક્રાફ્ટ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. US Army વર્ષોથી B-21 Raider પર કામ કરી રહી છે. B-21 Raider એ B-1 લેન્સર અને B-2 સ્પિરિટ બોમ્બર્સનેનું સ્થાન ગ્રહણ કરશે. B-21 Raider એક ડ્યુઅલ-સક્ષમ બોમ્બર એરક્રાફ્ટ છે, જે પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.
આપણે જે કરી રહ્યા છીએ તે પૃથ્વી પર કોઈ નથી કરી શકતું
B-21 Raider અપડેટ પેનલે જણાવ્યું હતું કે એરક્રાફ્ટ હાલમાં દર અઠવાડિયે બે પ્રશિક્ષણમાંથી પસાર થાય છે. ત્યારે ટૂંક જ સમયમાં US Air Force માટે દૈનિક ફ્લાઇટ્સ માટે તૈયાર થઈ જશે. બી-21 નોર્થ્રોપ ગ્રુમેન ગ્રૂપ સાથે US Air Force માટે ઉત્પાનદ કરવામાં આવ્યું છે. બી-21 ની ક્ષમતાઓનું વર્ણન કરતા US Air Force ના ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડના પ્રમુખ જનરલ થોમસ બસીરે કહ્યું છે કે, આપણે જે કરી રહ્યા છીએ તે પૃથ્વી પર કોઈ નથી કરી શકતું. આ ગ્રહ પર B-21 જેવું ઉત્તમ, તકનીકી રીતે અદ્યતન હથિયાર કોઈ બનાવી શકશે નહીં.
આ પણ વાંચો: ભારતને 4 અરબ ડોલરમાં અમેરિકા વિધ્વંસક આ ડ્રોન સોંપશે, જાણો ખાસિયત