UN ના સમ્મેલનમાં PM Narendra Modi ની નીતિઓનો ડંકો વાગ્યો, જુઓ વીડિયો
PM Narendra Modi ની નીતિઓની પ્રશંસા કરી છે
800 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા
ભારત વિશ્વની 5 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું
UNGA Dennis Francis: ભારત દેશમાં PM Narendra Modi ના નેતૃત્વમાં Digital India ની મુહિમ શરૂ કરવામાં આવી હતી. જેની ધીમે-ધીમે વિશ્વ સ્તરે નોંધ લેવામાં આવી હતી. જોકે Digital India અંતર્ગત ભારતીય આર્થિક માળખાનો વિકાસ બહોળા પ્રમાણ થયો છે. તો આજે દેશનો દરેક વ્યક્તિ Digital India ના નક્શેકદમ પર ચાલી રહ્યો છે. તેનું ઉત્તમ ઉદાહરણ એ છે કે, આજે ભારતની અંદર મંજૂર વર્ગ પણ Digital માધ્યમ દ્વારા નાણાની લેવડ-દેવડ કરી રહ્યો છે.
PM Narendra Modi ની નીતિઓની પ્રશંસા કરી છે
ત્યારે તાજેતરમાં PM Narendra Modi નું ડિજિટલ ઈન્ડિયા અભિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં નોંધ લેવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ચીફ ડેનિસ ફ્રાન્સિસે ભારતમાં Digital Money Transactions થી લઈને લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવા સુધીની PM Narendra Modi ની નીતિઓની પ્રશંસા કરી છે. UNGA ના પ્રમુખે કહ્યું કે ભારતના ગ્રામીણ ખેડૂતો આજે સ્માર્ટફોન સાથે નાણાની લેવડ-દેવડ માટે Digital સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. અને Digital Money Transactions દ્વારા આ શક્ય બન્યું છે.
Watch: "Rural farmers in India who never had a relationship with the banking system are now able to conduct all their transactions on their smartphones... 800 million people have been lifted out of poverty... That is not the case in many parts of the Global South," says Dennis… pic.twitter.com/yVqw1FRYSK
— IANS (@ians_india) August 1, 2024
આ પણ વાંચો: ખુદ Iran પણ કન્ફ્યુઝ...હાનિયાને સૌથી સુરક્ષિત વિસ્તારમાં માર્યો કેવી રીતે...?
800 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા
UNGA ના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે Digital Transactions ને સામાન્ય નાગરિકો સુધી લઈ જવામાં Digital India એ મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં ભારતમાં 800 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે વિશ્વના ઘણા દેશમાં આવું નથી. PM Narendra Modi એ વર્ષ 2016 માં નોટબંધીનો મોટો નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેણે રૂ.500 અને રૂ.1 હજારની નોટ બંધ કરી દીધી હતી. આ પછી PM Digital Money Transactions પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ભારત વિશ્વની 5 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું
આ પહેલા પીએમ મોદીના આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે જે દેશની 70 થી 80 ટકા વસ્તી સ્માર્ટફોન ઓપરેટ કરવાનું નથી જાણતી તે Digital Transactions કેવી રીતે કરશે. પરંતુ હવે, દરેક ગામમાં Digital Transactions જોવા મળશે. પીએમ મોદીના આ નિર્ણયના આધારે ભારત વિશ્વની 5 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. હવે તે આગામી થોડા વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે. આ બધું ડિજિટલ મનીના વધતા પ્રવાહને કારણે જ શક્ય બન્યું છે.
આ પણ વાંચો: Israel-Hamas war : ઇઝરાયેલના હુમલામાં હમાસના લશ્કરી વડા મોહમ્મદ દૈફનું મોત, IDF એ કરી પુષ્ટિ...