Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દમણ ગંગા નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, પરિવારે શાળા પર ગંભીર આક્ષેપ લગાવ્યા

હમણાં થોડા સમય પહેલા વડોદરાના હરણી લેકમાં શાળાના બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ શાળા ઉપર બેદરકારીના ઘણા આક્ષેપ લાગ્યા હતા. હવે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક ઘટનાના કારણે હવે બીજી વાર શાળા...
દમણ ગંગા નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત  પરિવારે શાળા પર ગંભીર આક્ષેપ લગાવ્યા

હમણાં થોડા સમય પહેલા વડોદરાના હરણી લેકમાં શાળાના બાળકો ડૂબી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ શાળા ઉપર બેદરકારીના ઘણા આક્ષેપ લાગ્યા હતા. હવે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક ઘટનાના કારણે હવે બીજી વાર શાળા ઉપર ગંભીર આક્ષેપો લાગ્યા છે.

Advertisement

દમણ ગંગા નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

સમગ્ર ઘટના એમ છે કે, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દમણ ગંગા નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. આ બે બાળકો દાદરા ગામની ઇંગ્લીશ મીડીયમ શાળામાં પોતાનો અભ્યાસ કરી રહ્યા હતા. આ બે વિદ્યાર્થીઓ ગઈકાલે પોતાની શાળા છૂટ્યા બાદ ઘરે પહોંચ્યા ન હતા. જેને લઈને પરિવારે બંને બાળકોની શોધ હાથ ધરી હતી.

પરિવારે શાળા પર ગંભીર આક્ષેપ લગાવ્યા

પરંતુ આ બને બાળકો પોતાના ઘરે પાછા ફરી શક્યા ન હતા. પરિવારજનોને ત્યાર બાદ જાણ થઈ હતી કે, 12 વર્ષીય શૌરભ પૂજન ભગત અને 15 વર્ષનો પ્રેમપાલ નામના વિદ્યાર્થીઓ દમણગંગા નદીની ખાડીમાં ડૂબી જતા મોત થયા છે. આમ આ અચાનક જ પરિવાર પર આવી પડેલી આફતના કારણે પરિવાર દુઃખમાં ગરકાવ થઈ ગયો છે.

Advertisement

હવે પરિવારે શાળા પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે, બાળકોના સલામતીની જવાબદારી શાળાની રહે છે અને બાળકો સ્કૂલથી બારોબાર નદીમાં નાહવા જાય એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આમ પરિવાર દ્વારા લગાવેલ આક્ષેપ બાદ હવે શાળા સામે કોઈ પગલાં લેવાશે કે નહીં તે તો જોવું જ રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- Controversy : મામલો ઉગ્ર બનતા આહીર સમાજના રાજકીય આગેવાનો પણ મેદાને

Tags :
Advertisement

.