Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક: José Ramos Horta

Gandhinagar :  મહાત્મા  મંદિર  ખાતે  CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના VIBRANT GUJARAT SUMMIT 2024 ) પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી.   ભારત અને તિમોર...
gandhinagar   ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક  josé ramos horta

Gandhinagar :  મહાત્મા  મંદિર  ખાતે  CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના VIBRANT GUJARAT SUMMIT 2024 ) પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી.

Advertisement

ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો

Advertisement

ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલીમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી. Gandhinagar ખાતે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં ( VIBRANT GUJARAT SUMMIT 2024 ) ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી દેશ અને ગુજરાતને તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.


વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકત બેઠકમાં જોડાયા

Advertisement

ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે, તેમ જણાવ્યુ હતું. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.

તિમોર-લેસ્ટેના પ્રમુખ મહામહિમ ડો.જોસ રામોસ હોર્ટા 8-10 જાન્યુઆરી 2024 દરમિયાન Gandhinagar માં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(VGGS 2024) માં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે. 

આ પણ  વાંચો  - VGGS-2024 તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની બેઠક

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
Advertisement

.