ટિમ સાઉથી બન્યો T20 ક્રિકેટનો બાદશાહ, મેળવી અદ્વિતીય સિદ્ધિ
ટિમ સાઉથી રેકોર્ડ : ન્યુજીલેંડના અનુભવી ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ T20 સંસ્કરણમાં નવો વિક્રમ સર્જ્યો છે. ટિમ સાઉથી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ઇતિહાસમાં 150 વિકેટ ઝડપનાર પહેલો ફાસ્ટ બોલર બન્યો છે. સાઉથીએ આ રેકોર્ડ પાકિસ્તાન સામે 4 વિકેટ ઝડપીને બનાવ્યો છે. ટીમ સાઉથીએ આ વિક્રમ સર્જવામાં ફક્ત 115 મેચનો સમય લાગ્યો છે.
ન્યૂઝીલેન્ડની અને પાકિસ્તાન વચ્ચે હાલ પાંચ મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે. જેમાં પ્રથમ મેચ આજે (12 જાન્યુઆરી) ઓકલેન્ડમાં રમાઈ હતી. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા કિવી ટીમ 46 રનથી જીતવામાં સફળ રહી હતી. ડેરીલ મિશેલને પ્રથમ T20 મેચમાં તેની શાનદાર બેટિંગ માટે ચોક્કસપણે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો છે.
ટિમ સાઉથીએ એક ખાસ સિદ્ધિ મેળવી
આ મેચમાં ટીમ સાઉથીએ શાનદાર બોલિંગ કરતાં 6.25 ની ઇકોનોમી પર 25 રન ખર્ચીને ચાર વિકેટ ઝડપી હતી. તેનો શિકાર મોહમ્મદ રિઝવાન, ઈફ્તિખાર અહેમદ, અબ્બાસ આફ્રિદી અને હરિસ રઉફ બન્યા હતા.
મેચ દરમિયાન સાઉથીએ એક ખાસ સિદ્ધિ પણ મેળવી હતી. તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 150 વિકેટ લેનારો પ્રથમ બોલર બની ગયો છે. સાઉથીએ 2008 થી ટી20 ફોર્મેટમાં કિવી ટીમ માટે કુલ 118 મેચ રમી છે. આ દરમિયાન તેને 115 ઇનિંગ્સમાં 22.96ની એવરેજથી 151 સફળતા મળી છે. T20 ક્રિકેટમાં સાઉથીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 18 રનના ખર્ચે 5 વિકેટ છે.
T20I માં સૌથી વધુ વિકેટ
Tim Southee becomes the first to 150 wickets in men's T20Is 👏 pic.twitter.com/8wlpQHYsjJ
— ESPNcricinfo (@ESPNcricinfo) January 12, 2024
ટિમ સાઉથી - 151* (115)
શાકિબ અલ હસન - 140 (115)
રાશિદ ખાન - 130 (82)
ઇશ સોઢી - 127 (102)
કેપ્ટન કેન વિલિયમસન પણ ટિમ સાઉથીના સતત પ્રદર્શનથી ઘણો ખુશ છે. તે કહે છે કે તેની 16 વર્ષની કારકિર્દીમાં સાઉથીનું મૂલ્ય ક્યારેય ઓછું આંકી શકાય નહીં. તેણે કહ્યું, ‘ટિમ લાંબા સમયથી ટીમમાં છે. આનો શ્રેય તેના સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનને જાય છે.
આ પણ વાંચો -- IND VS AFG : શું તિલક વર્માની ટીમમાંથી હવે થશે બાદબાકી ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ