Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NZ vs PAK : Finn Allen એ પાકિસ્તાનના બોલરોને ધોઇ નાખ્યા, એક જ ઇનિંગમાં ફટકારી 16 સિક્સ

NZ vs PAK : ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો હાલમાં પાંચ મેચની T20 શ્રેણીમાં વ્યસ્ત છે. શ્રેણીની ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ ડ્યુનેડિનમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં કિવી ટીમ 45 રનથી જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન Finn...
nz vs pak   finn allen એ પાકિસ્તાનના બોલરોને ધોઇ નાખ્યા  એક જ ઇનિંગમાં ફટકારી 16 સિક્સ

NZ vs PAK : ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો હાલમાં પાંચ મેચની T20 શ્રેણીમાં વ્યસ્ત છે. શ્રેણીની ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ ડ્યુનેડિનમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં કિવી ટીમ 45 રનથી જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન Finn Allen એ પાકિસ્તાન સામેની ત્રીજી T20 માં ઐતિહાસિક ઇનિંગ રમી હતી. એલને તેની 137 રનની વિસ્ફોટક ઇનિંગમાં 16 સિક્સર ફટકારી હતી, જે સંયુક્ત રીતે T20 મેચની એક ઇનિંગમાં ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે. તેની સાથે અફઘાનિસ્તાનનો હઝરતુલ્લાહ ઝાઝાઈ પણ છે, જેણે 2019માં આયર્લેન્ડ સામેની T20 મેચમાં 16 છગ્ગા ફટકાર્યા હતા.

Advertisement

ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાન ઘૂંટણીએ

ટોસ જીતીને પાકિસ્તાનની ટીમે પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 7 વિકેટના નુકસાને 224 રન બનાવ્યા હતા. ત્યારબાદ જ્યારે 225 રનના લક્ષ્યનો પીછો કરવા પાકિસ્તાનના બેટ્સમેનો મેદાને ઉતર્યા ત્યારે તેમની શરૂઆત સારી રહી હતી. જોકે, 10ના અંગત સ્કોર પર સૈમ અયુબ ચોથી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. મોહમ્મદ રિઝવાને 20 બોલમાં 24 રન બનાવ્યા હતા. ફખર ઝમાન 10 બોલમાં 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ફરી એક વાર બાબર આઝમે એક છેડાને નિયંત્રણમાં રાખ્યું પણ બીજા છેડેથી વિકેટો પડતી રહી. અમાજ ખાન (10) અને ઈફ્તિખાર અહેમદ (1) માત્ર રન બનાવી શક્યા હતા. બાબર આઝમ 37 બોલમાં 58 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મોહમ્મદ નવાઝ (28) અને કેપ્ટન શાહીન આફ્રિદીએ 11 બોલમાં 16 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ બે અને અન્ય બોલરોએ 1-1 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડના 224 રનનના જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર 179 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. સિરીઝમાં ન્યૂઝીલેન્ડની આ સતત ત્રીજી જીત છે.

Advertisement

Finn Allen બન્યો મેચનો હીરો

આ પહેલા Finn Allen ની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે શ્રેણીમાં પ્રથમ વખત 200થી આગળનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ ચોથી ઓવરમાં ડેવોન કોનવેના રૂપમાં પડી હતી. તેણે સાત રન બનાવ્યા હતા. આ પછી ફિન એલન અને સેફર્ટ વચ્ચે બીજી વિકેટ માટે 125 રનની ભાગીદારી થઈ હતી. ડેરીલ મિશેલ (8) અને ગ્લેન ફિલિપ (1) રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ખાસ કરીને ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલનની વાત કરીએ તો તેણે 62 બોલમાં 137 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં તેણે પાંચ ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે બે અને અન્ય બોલરોએ 1-1 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ મેચ 46 રને અને બીજી મેચ 21 રને જીતી હતી. શ્રેણીની ચોથી અને પાંચમી મેચ ક્રાઈસ્ટચર્ચમાં અનુક્રમે 19 અને 21 જાન્યુઆરીએ રમાશે.

એલને બ્રેન્ડન મેક્કુલમને પાછળ છોડ્યો

ફિન એલને બ્રેન્ડન મેક્કુલમના એક ખાસ રેકોર્ડને પોતાના નામે કર્યો છે. ત્રીજી T20 મેચ પહેલા કીવી ટીમ માટે T20 મેચમાં સિક્સ અને ફોરથી સૌથી વધુ રન બનાવવાનો ખાસ રેકોર્ડ બ્રેન્ડન મેક્કુલમના નામે હતો. મેક્કુલમે 2010માં ક્રાઈસ્ટચર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે તેની વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેણે 56 બોલમાં 116 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગમાં તેના બેટમાંથી 12 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. એટલે કે માત્ર સિક્સર અને ફોરની મદદથી તેણે કુલ 96 રન બનાવ્યા હતા. જ્યારે, ફિન એલને ડ્યુનેડિનમાં રમાયેલી 137 રનની સદીની ઇનિંગ દરમિયાન કુલ પાંચ ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે માત્ર છગ્ગા અને ચોગ્ગાની મદદથી 116 રન બનાવ્યા અને મેક્કુલમની ખાસ સિદ્ધિ પણ પોતાના નામે કરી લીધી.

Advertisement

ફિન એલન T20 માં ટોચ પર પહોંચ્યો

ફિન એલન T20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ માટે એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ ખાસ રેકોર્ડ મેક્કુલમના નામે હતો. પૂર્વ કિવી કેપ્ટને 2012માં બાંગ્લાદેશ સામે 123 રનની સદીની ઇનિંગ રમી હતી. જ્યારે એલને પાકિસ્તાન સામે 137 રન બનાવીને તેમને પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો - IND vs AFG 3rd T20 : બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા કેમ છે ટેન્શનમાં ? આ છે કારણ

આ પણ વાંચો - FIR Against MS Dhoni : ધોનીની વધી મુશ્કેલીઓ, જાણો કોણે કર્યો કેસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.