ચોથીવાર Baaghi ના અવતારમાં Tiger Shroff ના તેવર સિનેમાઘરોમાં જોવાશે
- Tiger Shroff એ ફિલ્મ Baaghi 4 માંથી પ્રથમ લૂક શેર કર્યો
- એક ઉદ્દેશ અને એવો સમય જે ક્યારે પણ આવ્યો ન હતો
- ફિલ્મ નિર્માતા તરીકે નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસ
Tiger Shroff Baaghi 4 : અભિનેતા Tiger Shroff ફરી એકવાર પોતાના બાગી અવતારમાં આવી રહ્યા છે. જોકે ફિલ્મ બાગીની સાથે અભિનેતા Tiger Shroff ના અભિનયની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી. જોકે ફિલ્મ બાગીના અત્યાર સુધીમાં કુલ 3 ભાગ બની ગયા છે. પરંતુ તેમાંથી માત્ર પ્રથમ ફિલ્મને જ દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી હતી. બાકી બે ફિલ્મોને સિનેમાઘરોમાં કમાણીમાં અસફળતા હાંસલ કરી હતી. ત્યારે ફરી એકવાર Tiger Shroff એક્શન એડવેન્ચરથી ભરપૂર ફિલ્મ બાગીના ચોથા ભાગને લઈને આવી રહ્યા છે.
Tiger Shroff એ ફિલ્મ Baaghi 4 માંથી પ્રથમ લૂક શેર કર્યો
અભિનેતા Tiger Shroff એ ફિલ્મ Baaghi 4 માંથી પોતાના પ્રથમ લૂક શેર કર્યો છે. તો ફિલ્મ Baaghi 4 માં ટાઈગરનો ખુંખાર અદાજ જોવા મળી રહ્યો છે. ત્યારે Baaghi 4 ના ફર્સ્ટ લૂકને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે દરેક લોકો ફિલ્મ Baaghi 4 ના ટ્રેલર અને રિલીઝ માટે ખુબ જ ઉત્સાહિત છે. બીજી તરફ Tiger Shroff ના પ્રથમ લૂકને જોવાથી લાગે છે, ફિલ્મ Baaghi 4 એ ભરપૂર એક્શનથી સજ્જ હશે. જોકે Tiger Shroff ફિલ્મના પ્રથમ પોસ્ટરમાં બાથરૂમની અંદર એક કોમોડ ઉપર બેઠેલા છે. અને તેની હાથમાં લોહી લપટકું એક તિક્ષ્ણ હથિયાર છે અને બીજા હાથમાં એક દારૂની બોટલ છે.
આ પણ વાંચો: શું ફરહાન અખ્તર સૈનિકોના દિલ અને સિનેમાઘરમાં દર્શકોને જીતી શકશે?
View this post on Instagram
એક ઉદ્દેશ અને એવો સમય જે ક્યારે પણ આવ્યો ન હતો
આ જોઈને કોઈપણ વ્યક્તિ ફોટા પાછળ રહેલી ઘટનાઓના વિવિધ અનુમાન લગાવી રહી છે. કારણ કે... Tiger Shroff ના શરીરથી લઈને બાથરૂમ લોહીથી લથપથ જોવા મળી રહ્યું છે. કારણ કે... તેની આસપાસ અનેક લાશ પટેલી છે. જોકે આ અવતાર Tiger Shroff પસંદવાર દર્શકોની સામે આવ્યા છે. તે ઉપરાંત Tiger Shroff એ ફિલ્મ Baaghi 4 માંથી પોતાના પ્રથમ લૂકને સોશિયલ મીડિયા ઉપર શેર કરતા એક કૈપ્શન પણ આપ્યું છે. જેમાં લખ્યું છે કે, એક ધાતક ભાવના, એક ઉદ્દેશ અને એવો સમય જે ક્યારે પણ આવ્યો ન હતો.
ફિલ્મ નિર્માતા તરીકે નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસ
ફિલ્મ Baaghi 4 ને સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હાઉસ હેઠળ તૈયાર કરવામાં આવશે. બીજી તરફ ફિલ્મ Baaghi 4 ના દિગ્દર્શક એ હર્ષ હશે. જોકે મુખ્ય સ્વરૂપે ફિલ્મ Baaghi 4 ના દિગ્દર્શક કન્નડ ફિલ્મોના દિગ્દર્શક અને નૃત્યકાર તરીકે કામ કરે છે. જોકે છેલ્લા ઘણા દાયકાઓથી Tiger Shroff ની ફિલ્મો સિનેમાઘરોમાં એક પછી એક અસફળ સાબિત થઈ રહી છે. ત્યારે અભિનેતા સાથે તેમના ચાહકો એ અપેક્ષા સાથે રાખી રહ્યા છે કે, એક એવી ફિલ્મ આવશે જેમાં Tiger Shroff પોતાના દર્શકોને સિનેમાઘરોમાં વારંવાર બોલાવવા ઉપર મજબૂર કરશે.
આ પણ વાંચો: Kangana Ranaut ની આવી Emergency