Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચોરી કરવા ચોર Police ને આપે છે હપ્તા, ઝડપાયેલા ચોરની કબૂલાત

Gujarat Police:ચોર સાથે પોલીસની ભાગીદારીની વાત આજકાલની નથી. ત્રણ દસક પહેલાં બંધ પડેલી પૂર્વ અમદાવાદની કેટલીક મિલોમાંથી લાખો રૂપિયાની મશીનરીની ચોરી કરવામાં પોલીસ સામેલ હતી. કડક અધિકારીની છાપ ધરાવતા તત્કાલિન PSI એ ચોર ટોળકી સાથે રીતસરની ભાગીદારી કરી હતી. PSI...
ચોરી કરવા ચોર police ને આપે છે હપ્તા  ઝડપાયેલા ચોરની કબૂલાત
Advertisement

Gujarat Police:ચોર સાથે પોલીસની ભાગીદારીની વાત આજકાલની નથી. ત્રણ દસક પહેલાં બંધ પડેલી પૂર્વ અમદાવાદની કેટલીક મિલોમાંથી લાખો રૂપિયાની મશીનરીની ચોરી કરવામાં પોલીસ સામેલ હતી. કડક અધિકારીની છાપ ધરાવતા તત્કાલિન PSI એ ચોર ટોળકી સાથે રીતસરની ભાગીદારી કરી હતી. PSI થી ACP સુધીની સફરમાં મોટાભાગે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) માં નોકરી કરનારા અધિકારી આ સિવાય પણ અનેક કાંડ કરી ચૂક્યા છે. આવી ઘટનાઓ રાજ્યભરમાં અનેક ઠેકાણે બની હશે, પરંતુ હાલમાં એક વાયરલ વિડીયો (Viral Video) એ પોલીસની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા છે. શું છે સમગ્ર ઘટના. વાંચો આ અહેવાલ...

Advertisement

ક્યાં ઘટી ચોરીની ઘટના ?

મહેસાણા (Mahesana) ના વિસનગર તાલુકાની ગુંજા ગામની સીમમાં આવેલા છાપરામાં રહેતા બળદેવજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન (Visnagar Taluka Police Station) માં મલિન્દરસિંઘ કીરપાલસિંઘ સરદાર (રહે. વાવ, તા. સતલાસણા, જિ. મહેસાણા) સહિત 4 શખ્સો સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. બળદેવજી ઠાકોરે ફરિયાદમાં લખાવ્યું છે કે, 8 ઑક્ટોબરની વહેલી પરોઢ પહેલાં ત્રણેક વાગે બે શખ્સો પતરાની પેટી ઉપાડીને જતા હતા. અવાજ થતાં બળદેવજીના પત્ની સવિતાબહેન જાગી ગયા અને બૂમાબૂમ કરતા તેમના પતિએ પીછો કરી એક શખ્સને બળ વાપરી પકડી પાડ્યો હતો. 15 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા 1700 અને જરૂરી દસ્તાવેજો ભરેલી પેટી લઈને અન્ય એક શખ્સ પીકઅપ ડાલામાં અન્ય બે સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો. પતરાની પેટી ઉપરાંત તસ્કર ટોળકી બળદેવજીની પત્ની અને બે દીકરીઓના વસ્ત્રો જેવા કે, સાડી અને ચણીયા-ચોળી ભરેલા બે થેલા પણ ઉઠાવી ગયા હતા. સવારે સાડા નવેક વાગે Police ને જાણ કરતા વિસનગર તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૂળ વડનગરના રહેવાસી મલિન્દર સરદારની ધરપકડ કરી છે.

Advertisement

ઝાડ સાથે બાંધેલા ચોરની કબૂલાત

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ Gujarat Police ની આબરૂના લીરેલીરા ઉડાવી દીધા છે. ચોરી કરવા જતાં રંગે હાથ ઝડપાયેલા એક શખ્સને સ્થાનિક લોકોએ વૃક્ષ સાથે બાંધી દીધો છે. બાંધી દેવાયેલા ચોરની પૂછપરછમાં તે વિસનગર પોલીસ (Visnagar Police) ને મહિને 10-12-15 હજારનો હપ્તો આપતો હોવાનું કબૂલે છે. મહેસાણા જિલ્લા પોલીસ (Mehsana Pollice) આમ પણ છેલ્લાં કેટલાંક સપ્તાહથી બોગસ કોલ સેન્ટર (Fake Call Centre) ની બદીના કારણે ભારે વિવાદમાં છે.

જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું ?

ચોર ટોળકી સાથે પોલીસની કથિત સંડોવણીને લઈને કોઈ તપાસ શરૂ કરવામાં આવી છે કે કેમ તેની જાણકારી મેળવવા  Gujarat First ના પ્રતિનિધિએ પ્રયાસ કર્યો હતો. મહેસાણા જિલ્લા પોલીસ માટે કલંકરૂપ કહેવાય તેવી ઘટનામાં એસપી તરૂણ દુગ્ગલ (Tarun Kumar Duggal) સાથે વાત કરવા પ્રયત્ન કર્યો હતો. જો કે, Mehsana SP નો સંપર્ક થઈ શક્યો ન હતો.
Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad: શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના, બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી

featured-img
મનોરંજન

Actor Threaten:'પરિણામ ખતરનાક આવશે...!' રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને મળી ધમકી

featured-img
Top News

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, સમસ્યાના સમાધાન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

featured-img
સ્પોર્ટ્સ

IND vs ENG T20: પ્રથમ T20 મેચમાં ભારતની શાનદાર જીત, અભિષેકની ધમાકેદાર ફિફ્ટી

featured-img
Top News

Dwarka: દ્વારકાધીશ મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી

featured-img
રાષ્ટ્રીય

ગર્લ્સ હોસ્ટેલમાં ત્રણ દિવસ રોકાયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર, પછી થઇ ગયો મોટો કાંડ

×

Live Tv

Trending News

.

×