Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tharad: IMA ડૉક્ટરો OPD સહિત રૂટિન કામગીરીથી રહ્યા અળગા, ન્યાય માટે નાયબ કલેકટરને આવેદન

થરાદ નાયબ કલેકટર કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશભરના તબીબોમા રોષ Tharad: થરાદ IMA ડૉકટર એસોસિયેશન દ્વારા તમામ ડોકટર એકઠા થઈ થરાદ ખાતે રેલી કાઢી થરાદ નાયબ...
tharad  ima ડૉક્ટરો opd સહિત રૂટિન કામગીરીથી રહ્યા અળગા  ન્યાય માટે નાયબ કલેકટરને આવેદન
  1. થરાદ નાયબ કલેકટર કચેરીએ આપવામાં આવ્યું આવેદનપત્ર
  2. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર
  3. દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશભરના તબીબોમા રોષ

Tharad: થરાદ IMA ડૉકટર એસોસિયેશન દ્વારા તમામ ડોકટર એકઠા થઈ થરાદ ખાતે રેલી કાઢી થરાદ નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હોવાનું સામે આવ્યું છે. કોલકાતાની ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશભરના તબીબોમા રોષ ફેલાયો છે, ત્યારે આજે બંધને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સમર્થન આપી થરાદ ડોક્ટર OPD તેમજ રૂટિન કામથી અળગા રહીને માત્ર ઇમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રહેશે. આ બંધને કારણે આજે દર્દીઓ ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: બનાસ ડેરીએ પશુપાલકોને આપી સૌથી મોટી ભેટ, 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો અપાયો

Advertisement

ઓપીડી સહિત રૂટિન કામગીરી સંપૂર્ણ રીતે બંધ

કોલકાતા આર.જી મેડિકલ કોલેજમા ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત મેડિકલ કાઉન્સિલ સાથે જોડાયેલા થરાદ ડોક્ટર એસોસિયેશન દ્વારા આજે ઓપીડી સહિત રૂટિન કામગીરી સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યા થી 18 મી ઓગસ્ટ સવારે 6 વાગ્યા એટલે 24 કલાક માટે ડોક્ટરો કામગીરીથી અળગા રહી કલકતાની નિર્ભયાને સર્મથન આપસે જોકે દર્દીઓને કોઈ હાલાકી ન થાય તે માટે ઈમરજન્સી સેવા કાર્યરત રાખવાં આવી છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં ગુલ્લીબાજ આરોગ્યકર્મીઓનો ઘટસ્ફોટ, આરોગ્ય અધિકારી ચાલુ પગારે...

Advertisement

માત્ર ઇમરજન્સી સેવાઓ દર્દીઓ માટે કાર્યરત રહેશે

થરાદ (Tharad) IMA પ્રમુખ ડો ચંપકલાલ ખત્રીએ જણાવ્યુ હતુ કે, કલકત્તામા બનેલી દુષ્કર્મની ઘટનામાં અમે નિર્ભયાની સાથે છીયે. આ ઘટના મેડિકલ ક્ષેત્રમાં ફરીવાર ન બને તે માટે અમે આ ઘટનાને વખોડીએ છીયે, જેથી આજે 6 વાગ્યાથી આવતી કાલે 6 વાગ્યા સુધી એટલે 24 કલાક માટે અમારા સભ્યો ઓપીડી તેમજ રૂટિન કામગીરીથી અળગા રહી માત્ર ઇમરજન્સી સેવાઓ દર્દીઓ માટે કાર્યરત રાખવામાં આવી છે. આજે બંધને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સમર્થન આપી થરાદ ડોક્ટર OPD તેમજ રૂટિન કામથી અળગા રહીને માત્ર ઇમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રહેશે.

અહેવાલઃ યશપાલસિંહ વાઘેલા, થરાદ

આ પણ વાંચો: કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ પોલીસ સતર્ક, Asarwa Civil Hospital માં વધારાઈ સુરક્ષા

Tags :
Advertisement

.