Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Elon Musk નું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ચોંકાવનારું નિવેદન

ટેસ્લાના સીઈઓ અને અબજોપતિ એલોન મસ્કનું જસ્ટિન ટ્રુડોને લઈને મોટું નિવેદન આવતા વર્ષે કેનેડામાં યોજાનારી ચૂંટણીમાં ટ્રુડોની વિદાય નિશ્ચિત એક વ્યક્તિએ મસ્કને ટ્રુડોથી કેનેડાને મુક્ત કરવા માટે અપીલ કરી હતી Billionaire Elon Musk : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ની...
elon musk નું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ચોંકાવનારું નિવેદન
  • ટેસ્લાના સીઈઓ અને અબજોપતિ એલોન મસ્કનું જસ્ટિન ટ્રુડોને લઈને મોટું નિવેદન
  • આવતા વર્ષે કેનેડામાં યોજાનારી ચૂંટણીમાં ટ્રુડોની વિદાય નિશ્ચિત
  • એક વ્યક્તિએ મસ્કને ટ્રુડોથી કેનેડાને મુક્ત કરવા માટે અપીલ કરી હતી

Billionaire Elon Musk : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ની ખુરશી હવે ખતરામાં છે. જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યા બાદ તે વિવાદમાં છે. આ દરમિયાન ટેસ્લાના સીઈઓ અને અબજોપતિ એલોન મસ્કે (Billionaire Elon Musk) જસ્ટિન ટ્રુડોને લઈને મોટું નિવેદન આપ્યું છે.

Advertisement

આવતા વર્ષે કેનેડામાં યોજાનારી ચૂંટણીમાં તેમની વિદાય નિશ્ચિત

એલોન મસ્કે જસ્ટિન ટ્રુડોની રાજકીય કારકિર્દી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે આવતા વર્ષે કેનેડામાં યોજાનારી ચૂંટણીમાં તેમની વિદાય નિશ્ચિત છે. સોશિયલ મીડિયા વેબસાઈટ X પર એક વ્યક્તિએ મસ્ક પાસે ટ્રુડોથી છુટકારો મેળવવા માટે મદદ માંગી હતી.

મસ્કને ટ્રુડોથી કેનેડાને મુક્ત કરવા માટે અપીલ કરી

જર્મનીની સમાજવાદી સરકારના પતન પછી, આ વ્યક્તિએ મસ્કને ટ્રુડોથી કેનેડાને મુક્ત કરવા માટે અપીલ કરી હતી, જેના પર મસ્કે આ કટાક્ષ કર્યો હતો.

Advertisement

ટ્રુડોએ ગયા વર્ષે સંસદમાં પહેલીવાર ભારત પર આરોપ લગાવ્યો હતો

ગયા વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો હતો. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી પર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કહ્યું હતું કે ભારત નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડાને સહયોગ કરી રહ્યું છે.

Advertisement

ગયા વર્ષે નિજ્જરની હત્યા કરવામાં આવી હતી

ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો.

નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો

ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો

જ્યારે ટ્રુડો 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી સોંપી હતી, જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 2010માં પટિયાલામાં એક મંદિરની બહાર બોમ્બ વિસ્ફોટમાં તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. હિંસા ભડકાવવા અને આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા સહિતના અનેક કેસમાં પોલીસ તેને શોધી રહી હતી. ભારતે હરદીપ સિંહ નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો. NIAએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

Tags :
Advertisement

.