Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવસારીમાં તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી, જાણો શું છે સમગ્ર ઘટના

નવસારીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. નવસારીમાં તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી છે. આ સમગ્ર બનાવ રેલવે ટ્રેક પર સમારકામ કરી રહેલ કામદારોની બેદરકારીની કારણે સામે આવી છે. પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી જતાં લોકોને હાશકારો થયો...
નવસારીમાં તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી  જાણો શું છે સમગ્ર ઘટના

નવસારીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. નવસારીમાં તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી છે. આ સમગ્ર બનાવ રેલવે ટ્રેક પર સમારકામ કરી રહેલ કામદારોની બેદરકારીની કારણે સામે આવી છે. પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી જતાં લોકોને હાશકારો થયો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

Advertisement

તેજસ સુપરફાસ્ટ ટ્રેન ઉથલી જતા માંડ બચી

Advertisement

નવસારી રેલવે સ્ટેશન ઉપર કામદારો દ્વારા મેન્ટન્સનું કામ ચાલી રહ્યું હતુ. પરંતુ તે દરમિયાન તેજસ સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેન રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ હતી. તેજસ સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેનના સ્ટેશન ઉપર આવવાની છે તેની જાહેરાત કરાતા જ રેલવે ટ્રેક ઉપર કામ કરી રહેલા કામદારો ત્યાંથી ખસી ગયા હતા અને અન્ય પ્લેટફોર્મ તરફ ભાગ્યા હતા. પરંતુ આ ઉતાવળમાં તેઓ ટ્રેક નજીક જ અંદાજે 5 કિલો વજનનો લોખંડનો હાથો ટ્રેક ઉપર જ ભૂલી ગયા હતા. ત્યાર બાદ ટ્રેન તે ટ્રેક ઉપરથી પસાર થઈ હતી. રેલ્વે જ્યારે આ મોટા વજનદાર હાથા ઉપરથી પસાર થઈ પરંતુ ટ્રેન સાથે કોઈ દુર્ઘટના ન થઈ એ તો સદભાગ્યની વાત છે, પરંતુ સ્ટેશન ઉપર ઉભેલા એક મુસાફરને આ હાથાના કારણે ગંભીર ઇજા થઈ હતી.

 હથોડો ઉછળી પ્લેટફોર્મ પર મુસાફરને વાગ્યો

Advertisement

આ કામદારો જે વજનદાર હથોડો ટ્રેક ઉપર ભૂલી ગયા હતા, તે જ્યારે ટ્રેનની ઝપટમાં આવ્યો ત્યારે ટ્રેનને તો કઈ નુકશાન થયું નહીં પરંતુ આ હથોડો ફંગોળાઈને સ્ટેશન ઉપર ઉભેલા એક મુસાફરને વાગ્યો હતો. આ હથોડાના કારણે મુસાફરને મોટી ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત મુસાફરને નવસારી બાદ વલસાદ હોસ્પિટલ ખસેડાયો હતો. આ હથોડો વાગવાને કારણે આ મુસાફરની  છાતીની પાંસળી તૂટી ગઈ હતી.

આમ નવસારી રેલવે સ્ટેશને રેલ્વે કર્મીઓની બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી, પરંતુ સ્ટેશન ઉપર ઉભેલ એક મુસાફર ઇજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો -- ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઇ ભગવાન વાળીનાથની શરણે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.