Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમ્મુ-કાશ્મીરની Tehreek-e-Hurriyat આતંકવાદી સંગઠન જાહેર

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરની Tehreek-e-Hurriyat ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું, “તહેરીક-એ-હુર્રિયત (TeH) જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન...
જમ્મુ કાશ્મીરની tehreek e hurriyat આતંકવાદી સંગઠન જાહેર

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરની Tehreek-e-Hurriyat ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું, “તહેરીક-એ-હુર્રિયત (TeH) જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) ને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. જમ્મુ અને કાશ્મીરમાં અલગાવવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતા જોવા મળ્યા છે."

Advertisement

ગૃહમંત્રીએ કડક વલણ અપનાવ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું કે, Tehreek-e-Hurriyat જમ્મુ અને કાશ્મીરને UAPA હેઠળ 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું છે. PM Modi ની આતંકવાદ સામે ઝીરો-ટોલરન્સની નીતિ છે. તેથી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કોઈપણ વ્યક્તિ અથવા સંગઠનને તુરંત જ નિષ્ફળ કરવામાં આવશે. X (અગાઉનું ટ્વિટર) પર સંબોધન કરતાં શાહે કહ્યું હતું કે ખીણને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે સંગઠન પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, આ જૂથ ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે.

Advertisement

આ જૂથને પણ સરકારે જાહેર કર્યું હતું ગેરકાયદેસર

અગાઉ, જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત રાજકીય પક્ષ મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર-મસરત આલમ જૂથ (MLJK-MA) ને કેન્દ્ર સરકાર દ્વારા UAPA હેઠળ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે આ માહિતી આપી હતી. આરોપ છે કે આ પાર્ટીના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા અને દેશની અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી એવા આતંકવાદી જૂથોને સમર્થન આપી રહ્યા હતા.

મોદી સરકારનો સ્પષ્ટ સંદેશ

અમિત શાહે લખ્યું હતું કે, 'મુસ્લિમ લીગ ઓફ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ) / MLJK-MAને UAPA હેઠળ 'ગેરકાયદે સંગઠન' જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગાવવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપે છે અને લોકોને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. મોદી સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં અને તેને કાયદાના સંપૂર્ણ ગુસ્સાનો સામનો કરવો પડશે.

Advertisement

આ પણ વાંચો - IIT BHU ની વિદ્યાર્થીનીના કપડા ઉતારનારા ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.