Tapi News : ગ્રામીણ ક્ષેત્રોમાં બનાવમાં આવેલા અમૃત સરોવરો ગ્રામજનો માટે હરવા ફરવાનું આકર્ષણ કેન્દ્ર બન્યું
તાપી જિલ્લામાં લોકોની સુખાકારી અને ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા નાં રહે તે માટે સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે. આ અમૃત સરોવર થકી લોકોને ખેતી, પશુપાલન માટે અને રોજિંદા કામો માટે પાણી મળી રહેતું હોય છે. તાપી જિલ્લામાં હાલ 75 જેટલા અમૃત સરોવર બનાવવામાં આવ્યા હતા. જેમાંથી મોટા પ્રમાણનાં અમૃત સરોવરો પ્રથમ વરસાદે જ 100% ભરાઈ ગયા છે આ 75 જેટલા અમૃત સરોવર થકી જિલ્લાનાં 100 થી વધુ ગામડાઓને લાભ મળશે.
સરકાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત તાપી જિલ્લામાં હાલ 75 જેટલા અમૃત સરોવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું .અને તે હવે બની ને તૈયાર પણ થઈ ગયા છે.આ મોટાભાગ ના તળાવો ચોમાસાના પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયાં છે ત્યારે તાપી જિલ્લામાં 75 તળાવમાંથી 20 જેટલા તળાવ ગત વર્ષે 15મી ઓગસ્ટના દિવસે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
વ્યારાના ઉમરવાવ નજીક ગામમાં ત્રણ તળાવો સહિત રામપુરા, કસવાવ, ચાપાવાડી અને જિલ્લાના અન્ય સ્થળો પર બનાવવામાં આવ્યા છે આ તળાવમાં પાણી ભરાતાં લોકો હાલ ખુશ દેખાઈ રહ્યા છે અને આ અમૃત સરોવર પર તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સ્થાનિક આદીવાસી સમાજની આગવી ઓળખને પ્રચલીત કરતી વારલી પેન્ટિંગ ને પણ ફ્લેગ પોસ્ટ પર પ્રદર્શિત કરવામાં આવી છે ગામવશીઓ માટે તંત્ર દ્વારા અમૃત સરોવર નિર્માણ કરી સિંચાઇ અને પશપાલન માટે આશીર્વાદ રૂપ સુવિધા ઊભી થતાં ખેડૂતો તંત્રનો આભાર પણ માની રહ્યા છે.
આ તમામ તળાવના કારણે જિલ્લાનાં 1000 હેક્ટરની ખેતી લાયક જમીનને પાણીની સુવિધા ઉભી થઈ છે જેના કારણે બોર અને સિંચાઈની સુવિધાઓ ખેડૂતોને મળી શકશે. તળાવ બનવાના કારણે હવે ખેડૂતોએ દૂર સુધી પીવાના પાણી કે સિંચાઈના પાણી માટે જવું નહીં પડશે .આ સિવાય લોકોને ઘરની નજીક જ બોર ના પાણી મળી રહેશે. તળાવના કિનારે બનાવવામાં આવેલ બગીચા અને વૉક વે પર લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે ફરી શકે તેવી સુવિધાઓ પણ કરવામાં આવી છે.
આગામી દિવસમાં સિંચાઈ વિભાગ દ્વારા અન્ય ગામડાઓમાં પણ જ્યાં જ્યાં પાણીની અછત સર્જાય છે તે જગ્યાઓ ઉપર અમૃત સરોવર બનાવવામાં આવશે. જેથી આ ગામડાઓમાં આજ તળાવમાંથી સિચાઈની સુવિધાઓ મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તાપી જિલ્લામાં ઉનાળા દરમિયાન જે પાણીની સમસ્યાઓ થતી હતી ,લોકોને ખેતી માટે નહેર માંથી સિંચાઈની વ્યવસ્થા કરવી પડતી હતી, પરંતુ હવે પોતાના ગામમાં જ આ સુવિધા મળતા લોકોને ફાયદો થયો છે. સરકાર ના આ અમૃત સરોવર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.
તાપી જિલ્લામાં વિવિધ સ્થાનો પર બનાવમાં આવેલ અમૃત સરોવર પર તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સ્થાનિક આદીવાસી સમાજની આગવી ઓળખને પ્રચલીત કરતી વારલી પેન્ટિંગ ને પણ ફ્લેગ પોસ્ટ પર પ્રદર્શિત કરવામાં આવી છે જેને લઇને અમૃત સરોવરની શોભા વધી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં નિર્માણ કરવામાં આવેલ અમૃત સરોવર સ્થાનો પર પ્રજાસત્તાક પર્વની સાથે ગણતંત્ર દિવસની પણ ઉજવણી કરવામાં આવે અને હાલ વિશ્વ યોગ દિવસ નિમિતે પણ વિવિધ ગામોમાં ગ્રામજનો દ્વારા યોગ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
અહેવાલ : અક્ષય ભદાણે, તાપી
આ પણ વાંચો : Ahmedabad Accident : આ રીતે થયો અકસ્માત, તથ્ય પટેલે સર્જેલા નરસંહારનો ઘટનાક્રમ, જુઓ Video