Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surya Gujarat -ભારત સરકારે ગુજરાત મોડલનું કર્યું પ્રસારણ અને અનુસરણ

Surya Gujarat યોજનામાં સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત થયું ગુજરાત; Rooftop Solar System રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનના વધી રહેલા વ્યાપને કારણે લોકોના જીવન ધોરણમાં વધારો થયો: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ...
surya gujarat  ભારત સરકારે ગુજરાત મોડલનું કર્યું પ્રસારણ અને અનુસરણ
Advertisement
  • Surya Gujarat યોજનામાં સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત થયું ગુજરાત; Rooftop Solar System રૂફટોપ સોલાર સીસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ
  • રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનના વધી રહેલા વ્યાપને કારણે લોકોના જીવન ધોરણમાં વધારો થયો: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
  • રાજ્યના ૬.૯૪ લાખથી વધુ રહેણાંક મકાનો પર કુલ ૨૭૪૪ મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલ સ્થાપિત કરાઈ
  • પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ ૫૩૨ મેગાવોટ ક્ષમતાની ૧.૪૫ લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરાઈ

Surya Gujarat એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત.

પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની ૫૦ ટકા વીજ આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે.

Advertisement

જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable energy)ના સ્ત્રોત વધારવા માટે Chief Minister શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે અનેક સફળ પ્રયાસો હાથ ધર્યા છે. પરિણામે આજે ગુજરાત રાજ્ય પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

Advertisement

ગુજરાતની વીજ માંગને પહોંચી વળવા ઉપરાંત કાર્બન ઉત્સર્જનને ઘટાડવા રાજ્ય સરકારે સૌર ઊર્જા પર ભાર મૂક્યો છે.

સોલાર રૂફટોપ સિસ્ટમમાં ગુજરાત મોખરે 

રહેણાંક મકાનો પર સોલાર પેનલ લગાવીને નાગરીકો પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજ્યની વીજમાંગને પહોંચી વળવામાં પણ ફાળો આપી શકે, તે માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં ‘સૂર્ય ગુજરાત’ Surya Gujarat યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

સોલાર રૂફટોપ સિસ્ટમ

Surya Gujarat યોજના અંતર્ગત Renewable energy પ્રાપ્ત કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. સૂર્ય ગુજરાત યોજનાના (સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના-Solar Energy Rooftop Scheme) અમલીકરણથી રાજ્યના રહેણાંક મકાનો માટે સરળ પ્રક્રિયાથી સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશન શક્ય બન્યું, સાથે જ તેમાં સહાય પણ મળતી થઇ.

લાભાર્થીઓને રૂ. ૩૧૫૫ કરોડ સબસીડી ચૂકવાઈ

ગુજરાતના ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ સૂર્ય ગુજરાત યોજનાની સિદ્ધિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. આ યોજના અમલમાં મૂકાઈ ત્યારથી માર્ચ-૨૦૨૪ સુધીમાં આશરે ૫.૨૧ લાખથી વધુ રહેણાંક ગ્રાહકોએ કુલ ૨૦૭૪ મેગાવોટ ક્ષમતા ધરાવતી રૂફટોપ સોલાર પેનલનું ઇન્સ્સ્ટોલેશન કરાવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્સ્ટોલેશન માટે આ ગ્રાહકોને કુલ રૂ. ૩૧૫૫ કરોડથી વધુની સબસીડી આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ગ્રાહકોને રૂ. ૩૨૬૦ કરોડની વીજ બીલમાં બચત થયેલ છે તેમજ સૌર ઊર્જાના વેચાણથી રૂ.૩૩૦ કરોડની આવક થયેલ છે.

Surya Gujarat અંતર્ગત રાજ્યમાં સોલાર રૂફટોપનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં પણ સોલર રૂફ્ટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે રૂ. ૯૯૩ કરોડની માતબર જોગવાઈ કરી છે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં ગુજરાતનું ૫૨% યોગદાન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા રૂ. ૭૫,૦૦૦ કરોડ કિંમતની મહત્વકાંક્ષી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના” જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે.

આ યોજના હેઠળ ગુજરાતમાં કુલ ૨.૪૯ લાખથી વધુ અરજીઓ નોંધાઈ હતી. આ અરજીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ ૫૩૨ મેગાવોટ ક્ષમતાની ૧.૪૫ લાખથી વધુ સોલાર રૂફ્ટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. પીએમ સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત ૫૨ ટકાના યોગદાન સાથે મોખરે છે. સિંગલ વિન્ડો સિસ્ટમથી નાગરીકો આ યોજનાનો સરળતાથી લાભ લઇ રહ્યા છે.

ભારત સરકારે ગુજરાત મોડલનું કર્યું પ્રસારણ અને અનુસરણ

ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલયે ગુજરાત સરકારના પ્રયાસોને બિરદાવીને દેશના તમામ ડિસ્કોમમાં ગુજરાત મોડલનું પ્રસારણ કર્યું હતું અને પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના દ્વારા તેનું અનુસરણ કરેલ છે.

બાય ડિરેક્સનલ મીટરની ખરીદી માટેનું અદ્યતન આયોજન, ઓટો મોનિટરિંગ સિસ્ટમ, ફરિયાદ નિવારણ મિકેનિઝમ તેમજ સ્ટેટ કોર્પસ ફંડનું સુદ્રઢ આયોજન ગુજરાતને અન્યોથી વિશેષ સ્થાન આપાવે છે. ગુજરાતના નાગરીકો રૂફટોપ સોલરને મીઠો આવકાર આપીને અપનાવી રહ્યા છે અને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પોતાનો મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.

Tags :
Advertisement

Related News

featured-img
સુરત

Surat: મનીષ દોષીએ બિરસામુંડા યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાને સરકાર સામે શા માટે નારાજગી વ્યક્ત કરી

featured-img
ગુજરાત

Chhotaudepur: રેતી તેમજ ડોલો માઇટ પાઉડરની આડમાં થતી હતી દારૂની હેરાફેરી, બાતમીના આધારે પોલીસે કર્યો પર્દાફાશ

featured-img
ગુજરાત

Bharuch: પોલીસની નેમ પ્લેટ સાથે બકરા ચોરી કરવા આવ્યાં હતા, અસલી પોલીસે કરી ધરપકડ

featured-img
ગુજરાત

Oxygen Park-અમદાવાદ શહેરમાં કુલ 319 જેટલા ઓક્સિજન પાર્ક

featured-img
ગુજરાત

Mobile medical van: શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોને વિનામૂલ્યે સારવાર

featured-img
ગુજરાત

Devbhumi Dwarka: દાદા'ની બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ટ, દેવભૂમી દ્વારકાના સાત ટાપુઓ થયા સંપૂર્ણ દબાણ મુક્ત

×

Live Tv

Trending News

.

×