સુરત : નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી, સારવાર માટે આવેલા પરિવારને ધક્કે ચડાવતા લાચારીથી રડી પડ્યો
અહેવાલ - રાબિયા સાલેહ
નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબોની લાપરવાહી અને આળસના કારણે દર્દીઓએ હેરાન થવાનો વારો આવ્યો છે. એક બાજુ સ્ટાફની અછત તો બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરોની આડોડાઈ સાથે જ રેસિડેન્ટ તબીબોનો હોસ્પિટલમાં સંકલનના અભાવે એક પિતાની આંખોમાં આંસુ ભરી દીધા હતા.
ગરીબો માટે આશીર્વાદ સમાન ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ હજારો લાખો દર્દીઓ સહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તાર થી પણ અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે,એવા જ એક ગરીબ પરિવાર ને સિવિલ માં રહેલા સ્ટાફ અને તબીબો ના કારણે આખો દિવસ રજડવાનું વારો આવ્યો હતો, નવી સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર માટે ગયેલા પિતા ને સિડેન્ટ તબીબ અને સ્ટાફે ધક્કે ચડવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઓલપાડ તાલુકા ના ૬ વર્ષના માસૂમ બાળકને પગમાં ફોલ્લો થયો હતો,જે સારો નહિ થતા પરિવાર ગભરાઈ ગયો હતો,અંતે પરિવાર ગ્રામ્ય વિસ્તાર માંથી સુરત શહેર ની સિવિલ હોસ્પિટલ બાળક અને પત્ની ને લઈ દોડી આવ્યો હતો પરંતુ સવારથી લઈને સાંજ પડી જતાં બાળક ને સારવાર નહીં મળતા અંતે પિતા ની સહન સિલતા ખૂટી પડી હતી અને પિતા સિવિલ હોસ્પિટલ માં જ આંસુ આંસુ એ રડી પડી ફરિયાદ કરતો હતો જે બાદ એક પિતાની વેદના નો વીડિયો સોશિયલ મીડિયા માં વાઈરલ થયો હતો.
વિડિયો વાઇરલ થતાં બાળક ને ઇન્ફેક્શન વધવા ને ભ્યે સિવિલ નો સ્ટાફ દોડતો થયો હતો,અંતે પિતાની આંખમાંથી આંસુ નીકળી જતા CMO દ્વારા સ્ટ્રેચર અને સારવાર બંને પરિવાર ને મળ્યા હતા.
સુરત એક મીની ભારત તરીકે ઓળખાઈ છે જે ના કારણે અલગ અલગ રાજ્ય માંથી લોકો મજૂરી કરવા કામ ધંધા અર્થે સુરત આવી વશે છે તેમનો એક આ પરિવાર પણ સુરત આવી વસ્યો છે.મૂળ બિહારનો આ પરિવાર હાલ પાંડેસરા વિસ્તારમાં રહે છે.પિતા નિતેશ ભાસ્કર પાંડે હાલ પાંડેસરાના કૈલાસનગરમાં પત્ની તેમજ ત્રણ બાળકો સાથે રહે છે.જેમાં પહેલી પુત્રી બુદ્ધિ 7 વર્ષની છે અને, પુત્ર વિશ્વાસ 6 વર્ષ નો છે. અને પુત્રી વિદ્યા (દોઢ વર્ષ ની છે.બિહાર નો વતની નિતેશ ડ્રાઈવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગરીબ નિતેશ પાસે એટલા પૈસા નહિ હતા કે બાળક ને ખાનગી હોસ્પિટલ લઈ જાય અને તેની પૈસા આપી સારવાર કરાવે,,જેના કારણે તે 6 વર્ષના પુત્ર વિશ્વાસને પગમાં ફોલ્લો થઈ જતાં તેને ઓછા પૈસે સારી સારવાર મળે તે હેતુસર સોમવારે સવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ ના કારણે આંખા પરિવારે પરેશાન થવા નો એક જગ્યા એ થી બીજી જગ્યા એ ધક્કા ખાવા નો વારો આવ્યો હતો, સિવિલ માં કાયમી સંકલનના અભાવ ની ફરિયાદ ઉઠે છે અને આ વખતે પણ તેને જ કારણે પરિવારને ભારે હાલાકી ભોગવવી પડી હતી.જેથી તેઓની આંખમાં લાચારીના આંસુ છલકાઈ ગયા હતા.
નિતેશે ૬ વર્ષ ના વિશ્વાસને ગોડ માં ઉંચકીને સવાર થી સાંજ સુધી સિવિલ માં એક જગ્યા એ થી બીજી જગ્યા ફરતો રહ્યો ધક્કા ખાતો રહ્યો,છતાં પુત્ર ને યોગ્ય સારવાર નહીં મળતા ગ્રામ્ય ના પરિવારમાં નારાજગી જોવા મળી હતી.પરંતુ આ કોઈ પહેલો પરિવાર નહિ હતો,સિવિલ સૂત્રો ના જણાવ્યા પ્રમાણે આગાઉ પણ એવા અનેક કિસ્સા સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા છે જ્યાં યોગ્ય સારવાર નહિ મળતા દર્દી ઓ જીવ ગુમવવાનો વારો આવ્યો છે.પરિવાર ને નાના પુત્ર ને બેસાડવા માટે વ્હીલ ચેર કે સ્ટ્રેચર પણ આપવામાં આવ્યું નહી હતું.અંતે કંટાળેલા પિતા ની આંખમાંથી આખરે આંસુ સરી પડ્યા હતા અને પુત્રને લઈને ઘર જવા માટે તેઓ હોસ્પિટલના ગેટની બહાર નીકળી ગયા હતા.પંરતુ એમની લાચારી જોતા એક મદદગાર એ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો,જે બાદ સિવિલ ના CMOએ આ પરિવાર ની મદદ કરી તેમને સારવાર આપવી હતી.સાથે જ સિવિલમાં સંકલ્પના અભાવે જે તકલીફ આ દર્દીના પરિવારને પડી છે તે માટે તબીબો પર શિક્ષાત્મક પગલાં લેવાની પણ બાહેધારી આપી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે