Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર સજ્જ, નવા વેરિયાંતને પોહચી વળવા તૈયારી શરૂ

કોરોનાના નવા વેરિયેન્ટને લઈ કોવિડ હોસ્પિટલ ખોલાયું સ્ટેમસેલ બિલ્ડિંગમાં દર્દીઓ માટે બેડ મૂકવાનું શરૂ કરાયુંઓકસીજન પાઇપ અને વેન્ટિલેટરની સાફ સફાઈ શરૂ થઈતબીબોની ટીમને ફરી તૈયાર રહેવા સૂચના અપાયચીનમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે જેને ધ્યાને લઇ સુરતની (Surat)નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા નવા વેરિયાંતને (New variant)પોહચી વળવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં સ્તેમસેલ
નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર સજ્જ  નવા વેરિયાંતને પોહચી વળવા તૈયારી શરૂ
  • કોરોનાના નવા વેરિયેન્ટને લઈ કોવિડ હોસ્પિટલ ખોલાયું 
  • સ્ટેમસેલ બિલ્ડિંગમાં દર્દીઓ માટે બેડ મૂકવાનું શરૂ કરાયું
  • ઓકસીજન પાઇપ અને વેન્ટિલેટરની સાફ સફાઈ શરૂ થઈ
  • તબીબોની ટીમને ફરી તૈયાર રહેવા સૂચના અપાય
ચીનમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે જેને ધ્યાને લઇ સુરતની (Surat)નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા નવા વેરિયાંતને (New variant)પોહચી વળવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં સ્તેમસેલ બિલ્ડિંગના તાળા ફરી ખોલવામાં આવ્યા છે.હોસ્પિટલની સાફ સફાઈ કરી અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે.જેમાં ૩૦૦ થી વધુ બેડ મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.સાથે જ ૧૦૦૦ બેડ વાળા વોર્ડ ને રીજવ રાખવા માટે પણ સિવિલ તંત્રએ તૈયારી દેખાડી છે. સિવિલ હોસ્પિટલ નાક્રમીઓ દ્વારા હોસ્પિટલના વોર્ડમાં બેડ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે જ સિવિલ કર્મીઓ દ્વારા ઓકસીજન પાઇપની ધૂળ જતકવામાં આવી રહી છે.તેમજ વેન્ટિલેટર થી લઇ દવાઓની ચકાસણી કરવામાં આવી છે.કોરોના માં કામગીરી કરેલા સિવિલ હોસ્પિટલના તબીબોને ફરી એક વાર એલર્ટ રહેવા સિવિલ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
કોરોના ની બીજી લહેરમાં હોસ્પિટલમાં બેડ ખૂટતા સુરત શહેર માં ચર્ચા નો વિષય બન્યો હતો,લોકો ને હોસ્પિટલ માં બેડ વેતિંગ માટે ફાફા મારવાનો વારો આવ્યો હતો જેથી એવી સ્થિતિ ફરી કોરોના ના આ નવા વેરીયેંત માં ન થાય તે માટે સિવિલ તંત્ર તૈયારી શરૂ કરી છે.આ અંગે સિવિલ હોસ્પિટલ ના આર એમ ઓ ડોકટર કેતન નાયક એ ગુજરાત ફર્સ્ટ ને જણાવ્યું હતું કે ભારત અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઇન મુજબ સિવિલ તંત્ર એલર્ટ થયું છે.જીનોમ સિક્વસિંગ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારી કરાઇ છે.હોસ્પિટલ માં પણ કોવીદ ટેસ્ટ ની ટીમ કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે.હોસ્પિટલમાં ટેસ્ટ કરવા આવતા દર્દીઓમાં કોવિડ ના લક્ષણો જણાતા દર્દી પોઝિટિવ આવતા તેના સેમ્પલ લઈ જીનોમ સિક્વસિંગ કરાશે,સાથે જ ઓક્સિજન પ્લાન્ટની પણ ચકાસણી કરવાના આવશે,આગામી બે દિવસમાં સિવિલ હોસ્પિટલ ના તમામ તબીબો સાથે મીટીંગો કરાશે. 
સિવિલ હોસ્પિટલ માં એક્સ્ટ્રા પડેલા વેન્ટિલેટર બહાર કાઢવામાં આવ્યા છે. સરકાર ની સૂચના મુજબ ૨૩ તારીખે ઓકસીજન પ્લાન્ટ નું મોકડ્રીલ કરાશે,પોઝિટિવ કેસ ને જીમોગ માટે મુક્લાવાશે,જો કે સુરતમાં હાલ કોઈ પણ પોઝિટિવ કેસ નથી,પરંતુ આગામી પરિસ્થિતિને પોહચી વળવા સિવિલ તંત્રની તૈયારી જોવા મળી રહી છે.વિશ્વભરમાં હાહાકાર મચાવી ચુક્યું કોરો ફરી ચીન માં કહેર વર્ષાવી રહ્યો છે. ચીનમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ છે જેને પગલે સુરત સિવિલ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
સિવિલ હોસ્પિટલ ના ડોકટર કેતન નાયક ના જણાવ્યા અનુસાર જો કોઈ દર્દી પોઝિટિવ આવશે,તો તેવા કોરોના પોઝિટિવ દર્દીના રિપોર્ટ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે આ સાથે સાથે પહેલા ના જેમ તેના કોન્ટેક્ટ ત્રેસિંગ પર ધ્યાન અપાશે.તેને ૧૫ દિવસ અલગ ખંડ માં અથવા હોસ્પિટલ માં રાખવા માં આવશે.તમામ તબીબો ને નવા રોગ ની સૂચના આપવામાં આવી છે.સાથે જ સુરતીઓને કોરોનાના નવા વેરિએન્ટ પગલે તકેદારી રાખવા તબીબો દ્વારા અપીલ કરાય છે..
Advertisement
Tags :
Advertisement

.