Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: વરાછાના પ્રાઇમ સ્ટોરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગે પાડ્યા દરોડા

આરોગ્ય વિભાગે સુમુલ ડેરીને સાથે રાખી દરોડા પાડ્યા બ્રાન્ડેડના નામે નકલી ઘીનું થતું હતું વેચાણ સુમુલના નામ સાથે થતું હતું ઘીનું વેચાણ Surat: ગુજરાતમાં નકલી નકલીની ભરમાર લાગી છે, નકલી કચેરી, નકલી અધિકારી, નકલી આઈપીએસ, નકલી ટોલનાકું અને નકલી...
surat  વરાછાના પ્રાઇમ સ્ટોરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો  ફૂડ વિભાગે પાડ્યા દરોડા
  1. આરોગ્ય વિભાગે સુમુલ ડેરીને સાથે રાખી દરોડા પાડ્યા
  2. બ્રાન્ડેડના નામે નકલી ઘીનું થતું હતું વેચાણ
  3. સુમુલના નામ સાથે થતું હતું ઘીનું વેચાણ

Surat: ગુજરાતમાં નકલી નકલીની ભરમાર લાગી છે, નકલી કચેરી, નકલી અધિકારી, નકલી આઈપીએસ, નકલી ટોલનાકું અને નકલી ઘી (Duplicate Ghee) વેચાતું હોવાનું સામે આવ્યું છે. સુરતમાં નકલી ચીજ વસ્તુઓની ભરમાર ચાલી હોય તેવું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, નકલી ઘીનું વેચાણ કરી નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. વરાછા અને એકે રોડ પર આવેલ સુપર સ્ટોરમાંથી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે. જેથી તેની સામે કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

Advertisement

સુમુલ ડેરીની માર્કેટિંગ ટીમને સાથે રાખી છાપો માર્યો

નોંધનીય છે કે, સુમુલ ડેરીના બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લીકેટ ઘી (Duplicate Ghee)નું વેચાણ થતું હોવાની ફરિયાદ નોંધઈ હતી. જેથી ફરિયાદના પગલે આરોગ્યના ફૂડ વિભાગ દ્વારા આ મોલમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. સુરતના વરાછા લંબે હનુમાન રોડ પર આવેલા પ્રાઈમ સ્ટોરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પાલિકાના આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા સુમુલ ડેરીની માર્કેટિંગ ટીમને સાથે રાખી છાપો માર્યો હતો. દરોડા દરમિયાન પ્રાઇમ સ્ટોર પરથી મળી આવેલા સુમુલના ઘીના ડબ્બા કબ્જે લેવાયા છે.

Advertisement

આ પણ વાંચો: સરકારી યોજનાના ગેસનો વેપાર કરવો મોંઘો પડ્યો, મોરવા પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

સેમ્પલો તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલાયા

સુમુલ ડેરીના નામે વેચાતા ઘીના ડબ્બાના સેમ્પલો લેવાયા છે. જે સેમ્પલો તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલે હવે લેબ રિપોર્ટ આવ્યા બાદ ઘી અસલી છે કે નકલી? તેનું સચોટ કારણ બહાર આવશે. જો કે, સુમુલ ડેરીના જણાવ્યા મુજબ ઘી નકલી (Duplicate Ghee) છે. જ્યારે દુકાનદારે પોતાના બચાવમાં ઘી અસલી હોવાનું નિવેદન આપ્યું છે. પરંતુ લેબ રિપોર્ટ આવ્યા બાદ સંપૂર્ણ હકીકત બહાર આવશે.

Advertisement

આ પણ વાંચો: Police Recruitment માટે મહત્વના સમાચાર...

સમગ્ર દારોમદાર લેબ રિપોર્ટ પર નિર્ભર રહે છે

અત્યારે સુમુલ ડેરી અને દુકાનદારની નિવેદનો એકબીજાના વિરોધમાં આવી રહ્યાં છે. પરંતુ હવે આ ઘી અસલી છે કે નકલી? તેનો સમગ્ર દારોમદાર લેબ રિપોર્ટ પર નિર્ભર રહ્યો છે. નોંધનીય છે કે, પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે અત્યારે 70 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો છે અને તેને તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હજારો રૂપિયે કિલો ફરસાણ વેચતા ઓસવાલના રસોડામાં ગંદકીના દ્રશ્યો, લોકોનું જે થવું હોય તે થાય અમે તો...

Tags :
Advertisement

.