Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: હીરા ઉદ્યોગમાં 2008ની બાદ આવી ભયંકર મંદી, રત્નકલાકારોની હાલત બની કફોડી

સુરત હીરા ઉદ્યોગમાં 2008 બાદ આવી ભારે મંદી હીરા ઉદ્યોગના માલિકોએ જાહેર કર્યું 10 દિવસનું વેકેશન ભારે મંદીના કારણે અસંખ્ય કામદારો બેરોજગાર Surat: સુરતનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે.ઇતિહાસમાં પ્રથમ વખતે હીરા ઉદ્યોગમાં સાતમ આઠમનું વેકેશન...
surat  હીરા ઉદ્યોગમાં 2008ની બાદ આવી ભયંકર મંદી  રત્નકલાકારોની હાલત બની કફોડી
  1. સુરત હીરા ઉદ્યોગમાં 2008 બાદ આવી ભારે મંદી
  2. હીરા ઉદ્યોગના માલિકોએ જાહેર કર્યું 10 દિવસનું વેકેશન
  3. ભારે મંદીના કારણે અસંખ્ય કામદારો બેરોજગાર

Surat: સુરતનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે.ઇતિહાસમાં પ્રથમ વખતે હીરા ઉદ્યોગમાં સાતમ આઠમનું વેકેશન આપવામાં આવ્યું છે. 2008ની મંદીબાદ 2023-24ની જે મંદી આવી છે તેને લઈને રત્નકલાકારોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે. ત્યારે સાતમ આઠમના વેકેશનમાં જે યુનેટો દ્વારા રત્ન કલાકારોને રજા આપવામાં આવી છે તે તમામ યુનિટના માલિકો દ્વારા રત્નકલાકારને વેકેશનનો પગાર આપવામાં આવે કે, નહીં? તે બાબતે તપાસ કરવા તેમજ રત્નકલાકારોને જો પગાર ન મળતો હોય તો આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ સેલની રચના કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નાયબ લેબર કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: ગાંધીનગરમાં શિક્ષકો કરશે આંદોલન, માંગ માત્ર એક જ ‘જૂની પેન્શન યોજના લાગુ કરો’

200 થી વધારે યુનિટો દ્વારા સાતમ આઠમનું વેકેશન જાહેર કરાયું

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે,હીરા ઉદ્યોગમાં ભારે મંદિરના કારણે રત્નકલાકારો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. રત્ન કલાકારોને આર્થિક સંકટમાં મુકાવું પડી રહ્યું છે, તો હીરા ઉદ્યોગમાં ઘણા કારખાનામાં સાતમ આઠમના 10 દિવસના વેકેશનના કારણે કામદારોની પરિસ્થિતિ વધુ કફોડી બને તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે સુરતમાં 200 કરતાં વધારે યુનિટો દ્વારા સાતમ આઠમનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને આ વેકેશનની આડમાં કેટલાક કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવાની ફરિયાદ પણ ડાયમંડ વર્કર યુનિયનને મળી રહી છે. આ જ પ્રકારે કામદારોને છૂટા કર્યા હોવા બાબતે 20થી 25 કારીગરો દ્વારા ડાયમંડ વર્ક કરીને રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે તપાસ કરવા માટે અને જે યુનિટોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યા છે તે યુનિટમાં કર્મચારીને વેકેશન પગાર આપવામાં આવે છે તે કેમ તેની તપાસ કરવા માટે ડેપ્યુટી લેબર કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: આ ગામમાં થયો શિક્ષણનો બહિષ્કાર, શાળાને મારી દીધા તાળા

ભારે મંદીના કારણે અસંખ્ય કામદારો બેરોજગાર

વધુમાં જણાવવામાં આવ્યું છે કે, હીરા ઉદ્યોગમાં ઘણી કંપનીઓ તેમજ નાના મોટા કારખાના બંધ થયા છે અને કામ કરતા કર્મચારીને પગાર તેમજ મજૂર કાયદા હેઠળના લાભો અપાવવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. એટલા માટે જ હીરા ઉદ્યોગના કામદારોની ફરિયાદના નિવારણ માટે ઔદ્યોગિક સલામતી લેબર વિભાગ તેમજ સ્વાસ્થ્ય કચેરી સાથે શંકલન કરીને સ્પેશિયલ ડાયમંડ શેલની રચના કરવામાં આવી તેવી પણ રજૂઆત અમે કરી છે. આ ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું છે કે, હીરા ઉદ્યોગમાં ભારે મંદીના કારણે અસંખ્ય કામદારો બેરોજગાર બન્યા છે અને કેટલાક રત્ન કલાકારોએ આર્થિક સંકણામણમાં આવીને આપઘાત પણ કર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રત્ન કલાકારો માટે ઔદ્યોગિક સલામતી, લેબર વિભાગ તેમજ સ્વાસ્થ્ય વિભાગની કચેરી દ્વારા એક હેલ્પલાઇન નંબર શરૂ કરી કામદારોનું કાઉન્સિલિંગ કરવાની પણ માગણી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: કોલકાતા કાંડના ગુજરાતમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત, દેશ વ્યાપી હડતાલમાં...

65 જેટલા રત્ન કલાકારો કરી ચૂક્યા છે આપઘાત

મહત્વનું છે કે, સતત બે વર્ષથી સુરત (Surat)ના હીરા ઉદ્યોગમાં ચાલી આવતી આર્થિક મંદીના કારણે હમણાં સુધી 65 જેટલા રત્ન કલાકારો આપઘાત કરી ચૂક્યા છે. રક્ત કલાકારો ના આઘાતના બનાવોને અટકાવવા માટે સુરત (Surat) ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. જોકે આ હેલ્પલાઇન ઉપર અનેકો રજૂઆત આવી રહી છે. જે રજૂઆતોને સાંભળી બનતી મદદ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરાઈ રહી છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં સુરતના હીરા ઉદ્યોગ જે ચાલુ છે તેમાં પણ હવે વેકેશનનો માહોલ શરૂ થતા રત્ન કલાકારો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિમાં મુકાયા છે. જેથી તાકીદે જે હીરા કારખાનાઓમાં વેકેશન જાહેર કરવામાં આવી રહ્યા છે તે વેકેશન નો પગાર રત્ન કલાકારોને ચૂકવવામાં આવે તેવી માંગ સાથે નાયબ શ્રમ આયુક્ત વિભાગને લેખિતમાં રજૂઆત સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી છે.

Tags :
Advertisement

.