Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sudan : અપહરણ વિરુદ્ધ પ્રદર્શન કરતા 80 ગ્રામજનોની નરાધમોએ કરી હત્યા

સુદાનમાં RSFની ક્રૂરતા, 80 લોકોની હત્યા સુદાનના ગૃહયુદ્ધમાં RSF એ કર્યો નરસંહાર અપહરણના પ્રયાસ બાદ 80 લોકોના નરસંહારમાં મોત Sudan : સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં એક નવી હદ પાર કરવામાં આવી છે. સુદાનની અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF)એ સિન્નર...
sudan   અપહરણ વિરુદ્ધ પ્રદર્શન કરતા 80 ગ્રામજનોની નરાધમોએ કરી હત્યા
  • સુદાનમાં RSFની ક્રૂરતા, 80 લોકોની હત્યા
  • સુદાનના ગૃહયુદ્ધમાં RSF એ કર્યો નરસંહાર
  • અપહરણના પ્રયાસ બાદ 80 લોકોના નરસંહારમાં મોત

Sudan : સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં એક નવી હદ પાર કરવામાં આવી છે. સુદાનની અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF)એ સિન્નર પ્રાંતના જલકની ગામમાં નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરીને એક ભયાનક નરસંહાર આચર્યો છે. આ ઘટનામાં અંદાજે 80 લોકો માર્યા ગયા છે. RSF ના મિલિશિયા ગામમાં છોકરીઓનું અપહરણ કરવા આવ્યું હતું, જેનો ગ્રામજનોએ વિરોધ કરતાં RSF એ ગોળીબાર કરી દીધો હતો.

Advertisement

સિન્નર પ્રાંતમાં ત્રાસ

સિન્નર પ્રાંત જૂનથી RSF ના નિયંત્રણ હેઠળ છે. RSF રાજધાની સિંગાને પણ નિયંત્રિત કરે છે, જ્યારે સુદાન (Sudan) ની સેના પૂર્વી સિન્નરના વિસ્તારોને નિયંત્રિત કરે છે. આ સંઘર્ષને કારણે 7 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. સુદાનમાં 15 એપ્રિલ 2023થી સુદાનની સેના અને RSF વચ્ચે હિંસક સંઘર્ષ ચાલુ છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 16,650 લોકોના મોત થયા છે. અમેરિકા, સાઉદી અરેબિયા અને સ્વિટ્ઝર્લેન્ડની મધ્યસ્થીથી યુદ્ધવિરામની વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ સુદાનની સેનાએ તેમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે.

Advertisement

સુદાન દુષ્કાળની અણી પર

સુદાનમાં 10 મિલિયનથી વધુ લોકો આંતરિક રીતે વિસ્થાપિત છે અને 22 લાખથી વધુ લોકો પડોશી દેશોમાં શરણ લેવા માટે મજબૂર છે. હિંસક સંઘર્ષને કારણે સુદાન દુષ્કાળની અણી પર છે. અહેવાલો અનુસાર, દુષ્કાળ જેવી સ્થિતિને કારણે 1.5 લાખથી વધુ લોકોના મોત થયા છે. સુદાન (Sudan) ની સેનાની કમાન્ડ આર્મી ચીફ અબ્દેલ ફતાહ અલ બુરહાન પાસે છે, જ્યારે RSF ની કમાન તેના ભૂતપૂર્વ ડેપ્યુટી મોહમ્મદ હમદાન દગાલો પાસે છે. ઉલ્લેખનીય છે કે, સુદાનમાં ચાલી રહેલો સંઘર્ષ માનવતા માટે એક મોટો પડકાર બની ગયો છે. RSF દ્વારા આચરવામાં આવેલો નરસંહાર એ આ સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે સુદાનમાં શાંતિ સ્થાપવા માટે તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે.

આ પણ વાંચો:  Typhoon Ampil : જાપાનમાં કુદરતી આફતનો કહેર, તોફાન સાથે ભૂકંપની પણ ચેતવણી

Advertisement

Tags :
Advertisement

.