Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું પૃથ્વી પર પરગ્રહવાસી આવે છે? જસદણ પંથકના આકાશમાં જોવા મળ્યો નજારો, જુઓ વિડીયો

જસદણ પંથકના આકાશમાં ટ્રેનની માફક તેજસ્વી તારલાઓની લાઈન જોવા મળી હતી. ગત રાત્રીના સમયે અવકાશમાં અલગ પ્રકારની આ લાઈટ જોવા મળતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકોએ તેનો વિડીયો પણ બનાવ્યો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જસદણ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોવા મળેલો આ નજારો કોઈ ખગોળીય ઘટના નહી પરંતુ એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ્સ હતી. જે દુનિયાના અલગ-અલગ ભાગોમાંથી નરી આંà
શું પૃથ્વી પર પરગ્રહવાસી આવે છે  જસદણ પંથકના આકાશમાં જોવા મળ્યો નજારો  જુઓ વિડીયો
જસદણ પંથકના આકાશમાં ટ્રેનની માફક તેજસ્વી તારલાઓની લાઈન જોવા મળી હતી. ગત રાત્રીના સમયે અવકાશમાં અલગ પ્રકારની આ લાઈટ જોવા મળતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકોએ તેનો વિડીયો પણ બનાવ્યો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જસદણ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોવા મળેલો આ નજારો કોઈ ખગોળીય ઘટના નહી પરંતુ એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ્સ હતી. જે દુનિયાના અલગ-અલગ ભાગોમાંથી નરી આંખે જોઈ શકાય છે. દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાના ગામો તથા  ભાવનગરના મહુવા પંથકના ગામડાઓમાં પણ જોવા મળી હતી. આ નજારાથી ગ્રામ્ય પંથકના લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું અને ચર્ચાએ જોર પકડ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.