Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એલિયન્સ મહિલાઓને કરી રહ્યા છે Pregnant, અમેરિકાનો ચોંકાવનારો ખુલાસો

યુનિવર્સમાં આપણા પ્લેનેટ સિવાય પણ કોઇ અન્ય જગ્યાએ જીવન છે, જેને લઇને વૈજ્ઞાનિકો વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે. ખાસ કરીને એલિયન્સ હોવાનું પણ સમયાંતરે ચર્ચામાં આવતું રહે છે. ત્યારે તાજેતરમાં એક વિચિત્ર ઘટનાઓ સામે આવી રહી છે જેને લઇને ચર્ચાઓનો દૌર શરૂ થઇ ગયો છે. એલિયન્સના અસ્તિત્વ વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. કેટલાક તેને માત્ર કાલ્પનિક માને છે અને કેટલાક માને છે કે એલિયન્સ ફકà
એલિયન્સ મહિલાઓને કરી રહ્યા છે pregnant  અમેરિકાનો ચોંકાવનારો ખુલાસો
યુનિવર્સમાં આપણા પ્લેનેટ સિવાય પણ કોઇ અન્ય જગ્યાએ જીવન છે, જેને લઇને વૈજ્ઞાનિકો વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે. ખાસ કરીને એલિયન્સ હોવાનું પણ સમયાંતરે ચર્ચામાં આવતું રહે છે. ત્યારે તાજેતરમાં એક વિચિત્ર ઘટનાઓ સામે આવી રહી છે જેને લઇને ચર્ચાઓનો દૌર શરૂ થઇ ગયો છે. 
એલિયન્સના અસ્તિત્વ વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. કેટલાક તેને માત્ર કાલ્પનિક માને છે અને કેટલાક માને છે કે એલિયન્સ ફક્ત બહારની દુનિયામાં જ અસ્તિત્વમાં નથી, પરંતુ માનવ સ્વરૂપમાં પણ આપણી સાથે રહે છે. અમુક સમયે અન્ય ગ્રહ પરથી UFO (Unidentified Flying Object) અથવા પ્રાણી જોવાના દાવાઓ પણ કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોન તરફથી એક રિપોર્ટ આવ્યો છે. આને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં UFO વિશે આશ્ચર્યજનક દાવા કરવામાં આવ્યા છે. 
તપાસ એજન્સીઓનું કહેવું છે કે, એલિયન્સ મનુષ્યને પ્રેગ્નન્ટ કરી રહ્યા છે અને 5 મહિલાઓના ગર્ભમાં એલિયન બાળકો છે. આ વાત સાંભળવામાં હાસ્યાસ્પદ અને નકલી લાગે છે, પરંતુ જ્યારે આટલા મોટા દેશની મોટી તપાસ એજન્સી આવા દાવા કરે છે ત્યારે મામલો ગંભીર બની જાય છે. પેન્ટાગોન દ્વારા 1500 થી વધુ પાનાના આ અહેવાલે એલિયન્સ વાસ્તવિક હોવાના દાવાને વધુ વેગ આપ્યો છે. આ મુજબ, એક મહિલાનો દાવો છે કે, એલિયન તેની સાથે સંભોગ કરે છે અને તેના કારણે તે ગર્ભવતી બની હતી.
રિપોર્ટમાં એલિયન્સ દ્વારા ગર્ભવતી મહિલાઓને તેમના ગ્રહ પર ફરવા સુધીની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ સન અનુસાર, રિપોર્ટમાં UFO દ્વારા ગર્ભાવસ્થાના કુલ પાંચ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ મહિલાઓની ઓળખ છુપાવવામાં આવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, એલિયન્સ અથવા UFO સાથે સંપર્કમાં આવવું મનુષ્ય માટે અત્યંત જોખમી છે. આવા તમામ કેસોમાં માનવજાતને નુકસાન થયું છે. કેટલાક UFOમાંથી નીકળતા રેડિએશનને કારણે બળી ગયા  છે, જ્યારે કેટલાકને મગજ અને ચેતાતંત્રને નુકસાન થયું છે. આ સિવાય તેમાં અપહરણ, ગર્ભાવસ્થા, જાતીય શોષણ અને ટેલિપેથી જેવી વિચિત્ર ઘટનાઓનો પણ સમાવેશ થાય છે.
Advertisement
Tags :
Advertisement

.