Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે અધ્યાત્મ અને આરોગ્ય દિને વિરાટ સંધ્યા સભા

આજે  ‘અધ્યાત્મ અને આરોગ્ય  દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના આરોગ્ય  અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને સમાજના સ્વાસ્થ્ય રક્ષણ માટે અભૂતપૂર્વ કાર્યો કરવા બદલ  શ્રદ્ધાંજલિ આપી હતી. સંસ્થાની આરોગ્ય સેવા બૃહદ અધ્યાયપરમ પૂજ્ય પ્ર
પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે અધ્યાત્મ અને આરોગ્ય દિને વિરાટ સંધ્યા સભા
Advertisement
આજે  ‘અધ્યાત્મ અને આરોગ્ય  દિન’ના ઉપક્રમે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિરાટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં ભારતના આરોગ્ય  અને ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સાથે હજારો સંતો-ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને સમાજના સ્વાસ્થ્ય રક્ષણ માટે અભૂતપૂર્વ કાર્યો કરવા બદલ  શ્રદ્ધાંજલિ આપી હતી. 
સંસ્થાની આરોગ્ય સેવા બૃહદ અધ્યાય
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા દ્વારા સંચાલિત આરોગ્ય સેવાઓનો એક બૃહદ અધ્યાય છે. પ્રમુખસ્વામી મહારાજે 7 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોની સ્થાપના કરી હતી. ઉપરાંત 11 નિ:શુલ્ક મોબાઈલ દવાખાનાઓ દ્વારા 1 કરોડ જેટલાં રોગીઓની સારવાર કરવામાં આવી છે. અનેક  રક્તદાન યજ્ઞો,  નિ:શુલ્ક રોગનિદાન કેન્દ્રો અને વિભિન્ન સ્વાસ્થ્ય સેવાઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજના સ્વાસ્થ્યની રક્ષા કરી છે. 
અનેક લોકોનું નિદાન
પ્રતિ સપ્તાહ આશરે 2880 જેટલું અંતર કાપતા 14 મોબાઈલ દવાખાનાઓ દ્વારા 133 ગામોના 56 લાખ કરતાં વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત 1227 જેટલાં રોગનિદાન કેન્દ્રો દ્વારા 2,91,000 લોકોનું નિદાન કરવામાં આવ્યું છે.   
વ્યસન મુક્તિ અભિયાન
ઉલ્લેખનીય છે કે સ્વામીજીએ 40 લાખ લોકોને વ્યસનમુક્તિની પ્રેરણા આપી સમગ્ર રાષ્ટ્રના આરોગ્યની રક્ષા કરી છે, બીજી બાજુ, તેમણે સમાજના આધ્યાત્મિક આરોગ્યની પણ ચિંતા કરી હતી. વિશ્વભરમાં 1231 જેટલાં મંદિરો, ૯,૫૦૦ કરતાં વધુ બાળ-યુવા કેન્દ્રો અને 9000થી વધારે પુરુષ-મહિલા સત્સંગ કેન્દ્રોની સ્થાપના દ્વારા સર્વેના આધ્યાત્મિક આરોગ્યને સશક્ત બનાવ્યું.  
પ્રમુખસ્વામી મહારાજ પ્રેરિત આરોગ્યસેવાના કાર્યને BAPS દ્વારા કોરોના સમયમાં અભૂતપૂર્વ રીતે હાથ ધરવામાં આવ્યું હતું
  • જાનના જોખમે કોરોનાના દર્દીઓની સેવા કરતાં કોરોના વોરિયર્સ માટે 1,80,000થી વધારે PPE કીટનું વિતરણ કરવામાં આવ્યું.  
  • 2,00,000થી વધુ ગ્રામીણ-પછાત દર્દીઓની મોબાઈલ દવાખાના દ્વારા સારવાર કરવામાં આવી. 
  • 250 થી વધુ હોસ્પિટલોને દેશ-વિદેશમાં વિવિધ સ્તરે સહયોગ આપવામાં આવ્યો.
  • 1,000 થી વધુ હોસ્પિટલ બેડ્સનું દાન કરવામાં આવ્યું. 
  • 5,000 લિટરથી વધુ સેનીટાઈઝરનું દાન કરવામાં આવ્યું. 
  • તનની સાથે મન અને આત્માની તંદુરસ્તી માટે 30,00,000થી વધુ લોકોએ ઓનલાઈન સત્સંગનો લાભ મળ્યો. 
  • 2,56,000થી વધુ લોકોને ફોન કોલ્સ દ્વારા હૂંફ અને માર્ગદર્શન અપાયાં.
  • 11,000થી વધુ સ્વયંસેવકોએ વિવિધ સ્તરે સેવાઓ આપી.
  • 132 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની સાથે ક્રાયોજેનિક્ ટેન્કસ
  • 78 લાખ લિટર કરતાં વધુ ઑક્સીજનયુક્ત સિલિન્ડર્સનું વિતરણ
  • 1300 કરતાં વધુ ઑક્સીજન કોન્સનટ્રેટર્સનું અનેક સ્થળોએ વિતરણ
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વાસ્થ્યની જાળવણી માટે
  • ડસ્ટ-ફ્રી વતાવરણનું સર્જન, નગરમાં અંદર 200 એકર જગ્યામાં 1 કરોડ કરતાં વધુ પેવર બ્લોક્સ 
  • પીવાનું શુદ્ધ પાણી, પાણીની પરબમાં RO પાણી ઉપલબ્ધ
  • નગરમાં નિશુલ્ક 24 આરોગ્ય સહાય કેન્દ્રો, 6 ફરતાં દવાખાના
  • 450 ભાઈઓ અને બહેનોનો મેડિકલ સ્ટાફ 
  • ત્રણ ઇમરજન્સી નંબર પર તાત્કાલિક મેડિકલ સેવા માટે સંપર્કની વ્યવસ્થા 
  • રોજના સરેરાશ 1,500 કરતાં વધુ દર્દીઓની તપાસ, માર્ગદર્શન અને સારવાર
  • 10 સંતો અને 2150 સ્વયંસેવકો દ્વારા નિરંતર સ્વચ્છતા વિભાગ કાર્યરત
સંધ્યા કાર્યક્રમ
ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘દરદ મિટાયા મેરા દિલ કા’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. BAPSના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ શ્રેણી હેઠળ પ્રમુખસ્વામી મહારાજના આરોગ્ય સેવામાં અધ્યાત્મના સંગમના વિલક્ષણ કાર્યને વર્ણવ્યું હતું.
“પ્રમુખસ્વામી મહારાજ નગર માં પ્રમુખસ્વામી મહારાજ ની ધૂન કરતી  હસ્તમુદ્રા મૂકવામાં આવી છે જે દર્શાવે છે કે પ્રમુખસ્વામી મહારાજ હંમેશા ભગવાનની ધૂન અને પ્રાર્થના પર મદાર રાખીને કામ કરવાવાળા પુરુષ હતા. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખસ્વામી મહારાજ ની જ્ઞાન મુદ્રા, વંદન મુદ્રા અને પૂજન મુદ્રા અને અન્ય મુદ્રાઓ આપણને તેમની ભગવાન પ્રત્યે ની શ્રદ્ધા અને ભક્તિનો પરિચય કરાવે છે.”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Trending News

.

×