Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છારી-ઢંઢમાં સોલાર એનર્જી પાર્કથી કચ્છનું વિશ્વ વિખ્યાત જળ સરોવર કાયમને માટે તેની કુદરતી રમણીયતા ગુમાવી દેશે

અહેવાલ----કૌશિક છાયા, ક્ચ્છ કચ્છ (kutchch)ના વિશ્વ વિખ્યાત છારી ઢંઢ જળ સરોવર (Chhari Dhandha water lake) નજીક પ્રસ્તાવિત એન.ટી.પી.સી. કંપની દ્વારા સોલાર પાર્ક (Solar Energy Park)બનાવવા માટે ૧૦૦ એકર જમીનની માગણી કરવામાં આવી છે. છારી-ઢંઢ કન્ઝરવેશન રિઝર્વ ખુબ ચાયાવર તેમજ સ્થાનિક...
છારી ઢંઢમાં સોલાર એનર્જી પાર્કથી કચ્છનું વિશ્વ વિખ્યાત જળ સરોવર કાયમને માટે તેની કુદરતી રમણીયતા ગુમાવી દેશે
અહેવાલ----કૌશિક છાયા, ક્ચ્છ
કચ્છ (kutchch)ના વિશ્વ વિખ્યાત છારી ઢંઢ જળ સરોવર (Chhari Dhandha water lake) નજીક પ્રસ્તાવિત એન.ટી.પી.સી. કંપની દ્વારા સોલાર પાર્ક (Solar Energy Park)બનાવવા માટે ૧૦૦ એકર જમીનની માગણી કરવામાં આવી છે. છારી-ઢંઢ કન્ઝરવેશન રિઝર્વ ખુબ ચાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓ તેમજ પ્રાણીઓ માટે ખુબજ સંવેદનશીલ વિસ્તાર હોઇ કચ્છ જિલ્લાના પક્ષીવિદો, પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમીઓ તેમજ આ વિસ્તાર પર આધારીત માલધારીઓમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. છારી-ઢંઢ જેવા કુદરતી રીતે જળ પ્લાવિત અને રમણીય સ્થળને કોઈ પણ ખતરાથી બચાવવા માટે રવિવારે બેંગાર પાર્ક ખાતે પક્ષીવિદો અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અને પર્યાવરણ પ્રેમીઓની એક અગત્યની મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં કચ્છના વિવિધ તાલુકાઓના પક્ષીવીદો પર્યાવરણ પ્રેમીઓ એકત્રિત થયા હતા અને પક્ષીઓના ઘર એવા છારી-મંજી જળ સરોવરને સોલાર એનર્જી પાર્ક થી ઉભી થનાર સંભવિત ગંભીર ખતરાઓથી કઇ રીતે બચાવી શકાય તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.
 રર ચો.કી.મી. ક્ષેત્રને કન્ઝરવેશન રિઝર્વ તરીકે જાહેર કરાયું છે
 
ઉલ્લેખનીય છે કે છારી ઢંઢ કન્ઝરવેશન રિઝર્વ એ કચ્છના નળ સરોવર તરીકે ઓળખાય છે. કચ્છના મહારાવશ્રી મદનસિંહજી, કચ્છના પૂર્વ સાંસદશ્રી પુષ્પદાન ગઢવી તેમજ કચ્છના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા આ જળ સરોવરને રામસર સાઇટ તરીકે જાહેર કરવા પ્રયત્નો થયા હતા. પરિણામ સ્વરૂપ વર્ષ ૨૦૦૮ માં રર ચો.કી.મી. ક્ષેત્રને કન્ઝરવેશન રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવેલ છે. ગુજરાતનું આ સૌ પ્રથમ કન્ઝરવેશન રિઝર્વ સાઇટ છે, છારી ઢંઢ ફક્ત ભારતમાં નહી પરંતુ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. કચ્છમાં ૩૦૦ પ્રકારના ચાયાવર પક્ષીઓ જોવા મળે છે, તે પૈકી ૨૭૫ પ્રકારના પક્ષીઓ છારી ઢંઢમાં પોતાનો પડાવ નાખે છે, શિયાળાની મોસમમાં ૪૦,૦૦૦ જેટલી કુંજ પક્ષીઓ છારી-ઢંઢમાં આશરો લે છે
સ્થાનિક પશુપક્ષી, પર્યાવરણ અને પ્રકૃતિને માટે ગંભીર જોખમ
ઉપસ્થિત લોકો વચ્ચે ચર્ચા થઇ કે કે દેશમાં વિકાસ અવશ્ય થવો જોઇએ, તેમજ ઉર્જાની જરૂરીયાતને પહોચી વળવા માટે ગ્રિન એનર્જીના પ્રકલ્પોને જરૂર પ્રાધાન્ય આપવુ જોઇએ, પરંતુ આવા પ્રકલ્પો એવી જગ્યાએ સ્થાપિત કરવાની બિલકુલ મંજુરી ના આપવી જોઇએ કે જેનાથી સ્થાનિક પશુપક્ષી, પર્યાવરણ અને પ્રકૃતિને માટે ગંભીર જોખમો ઉભા થવાના હોય.
માગણીની જમીન છારી ઢંઢ કન્ઝરવેશન રિઝર્વની નોટીફાઇડ હદની બિલકુલ નજીક
પ્રસ્તાવિત એન.ટી.પી.સી. કંપની દ્વારા સોલાર પાર્ક બનાવવા માટે માગણીની જમીન છારી ઢંઢ કન્ઝરવેશન રિઝર્વની નોટીફાઇડ હદની બિલકુલ નજીક છે, પરંતુ માગણીવાળો વિસ્તાર વાસ્તવમાં મૂળભૂત રીતે છારી-ઢંઢે ક્ષેત્રનો કુદરતી જળ પ્લાવિત વિસ્તાર જ છે. કચ્છમાં જયારે શ્રીકાર વરસાદ થાય ત્યારે માગણી વાળી જમીન છારી-ઢંઢના ભાગ તરીકે પાણીમાં ફેરવાઇ જાય છે, જેમાં પાણી સુકાતા ધામુર, ઉઈન, ડીર, ખારીયો જેવા ધાસ થાય છે. આ ઘાસ વિસ્તારમાં શિયાળાની મોસમમાં હજારો કુંજ પોતાનો ખોરાક મેળવે છે, ઉપરાંત કુંજ માટે રાત્રિ વિશ્રામની જગ્યા પણ છે. કચ્છના અનેક વાઇલ્ડ લાઇડ ફોટોગ્રાફરો એ માગણીવાળી જમીન પર કુંજ અને અન્ય પક્ષીઓના ઝુંડની ફોટોગ્રાફી કરી છે.
સોલાર એનર્જી પાર્ક બનવાથી અગત્યનું હેબીટેટ (પર્યાવાસ) આ પ્રાણીઓએ ગુમાવી દેવાનો વારો આવશે
કંપની દ્વારા માંગણીવાળી જમીન કચ્છમાં છારી-ઢંઢમાં જોવા મળતા અતિ દુર્લભ અને લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિમાં મળતાવળી ટીટોડી, ગીધ, રણ લોંક્ડી, ચરાખ (હાયના) ચિંકારા, સાપ, સાંઢા જેવા સરિસૃપ, શેળો, સસલા, નિલગાય જેવા પ્રાણીઓ ઉપરાંત ભગાડ, શિયાળ જેવા અનેક પ્રાણીઓ છે, માગણીવાળી જમીન આવા પ્રાણીઓનું પર્યાવાસ છે અને તેમના અવરજવરનોમાર્ગ છે. આ જમીન પર સોલાર એનર્જી પાર્ક બનવાથી અગત્યનું હેબીટેટ (પર્યાવાસ) આ પ્રાણીઓએ ગુમાવી દેવાનો વારો આવશે.
અન્ય કોઇ વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માગણી
માગણીવાળી જમીન જંગલી પશુ, પક્ષીઓ તેમજ બન્ની ભેંસ, ગાય કચ્છના ઊંટ વિગેરે માટે ચરીયાણનો સ્રોત હોઇ અને અનેક ગરીબ માલધારીઓની આજીવિકા આ જગ્યા પર નિર્ભર હોઈ છારી-ઢંઢના કુદરતી પર્યાવાસને કોઇપણ જાતનું નુકશાન ન પહોંચે અને કચ્છનું આ ઐતિહાસીક સરોવર પોતાની કુદતી સુંદસ્તા અને ઉપયોગીતા જાળવી રાખે તે માટે એન,ટી,પી.સી. કંપની દ્વારા માગણીવાળી જમીન કોઈ પણ રીતે ફાળવવામાં ના આવે અને કંપની માટેની જમીન કચ્છની અન્ય કોઇ વૈકલ્પિક જગ્યાએ આપવામાં આવે તેવી માગણી ઉચ્ચ સ્તરે કરવામાં આવનાર છે. છારી-ઢંઢની આ જમીન અગર કંપનીને મંજુર કરવામાં આવશે, તો કચ્છ, ગુજરાત ઉપરાંત રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની સંભાવના હોવાનું પણ ચર્ચાયુ છે.
લાગતા વળતા વિભાગોને આવેદન આપવામાં આવશે
આ બાબતે કંપનીની દ્વારા માગણીવાળી જમીન મંજુર થતી અટકાવવા માટે રણનિતિ પણ ઘડવામાં આવી છે, જેના ભાગરૂપે કંપની દ્વારા માગવામાં આવેલ જમીનને મંજુરી આપવામાં ના આવે તે માટે કલેક્ટશ્રી, મુખ્ય વન સંરક્ષક અને લાગતા વળતા વિભાગોને આવેદન આપવામાં આવશે, ઉપરાંત અન્ય જરૂરી કાયદાકીય ઉપાયો અંગે પણ અભ્યાસ કરવામાં આવશે. આ મીટીંગમાં જાણીતા પક્ષીવિદ અને પર્યાવરણ પ્રેમ નવીનભાઇ બાપટ, અખિલેશભાઇ અંતાણી, શાન્તીલાલ વરૂ, ડો. પંકજભાઇ જોષી,  અશોકભાઇ ચૌધરી, દિપકભાઇ ગોસ્વામી ઉપરાંત છારી ઢંઢ સાથે સંકળાયેલા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર, પક્ષીપ્રેમીઓ જોડાયા હતા.
Advertisement
Tags :
Advertisement

.