Sidhu Moose Wala ના હત્યારાની અમેરિકામાં ગોળી મારી કરાઇ હત્યા? વાંચો અહેવાલ
Sidhu Moose Wala Killer Goldy Brar Death : પંજાબના પ્રખ્યાત સિંગર સિદ્ધુ મુસેવાલાની ( Sidhu Moose Wala ) હત્યાનો મામલો તો સૌના માનસમાં હજી પણ કાયમ હશે. હવે તે બાબતને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રારે લીધી હતી. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,સિદ્ધુ મુસેવાલા ( Sidhu Moose Wala ) મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. અમેરિકન ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ સમાચાર જંગલની આગની જેમ સર્વત્ર ફેલાઈ રહ્યા છે. આટલા ખતરનાક ગેંગસ્ટરની પણ હત્યા થઈ શકે છે તે સાંભળીને બધા ચોંકી જાય છે. હવે તેમના મૃત્યુ બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Sidhu Moose Wala ની હત્યાના કેસમાં નામ ઉછળ્યુ હતું
Sidhu Moose Wala ની હત્યાના કેસમાં ગોલ્ડી બ્રારનું નામ સામે આવ્યું હતું. ગોલ્ડી બ્રારને કેન્દ્ર સરકારે આતંકવાદી પણ જાહેર કર્યો હતો. ગોલ્ડી બ્રારે પોતે સિદ્ધુની હત્યા કર્યાનું ખુલ્લેઆમ કબૂલ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તે વર્ષ 2022માં પંજાબમાં એક વિદ્યાર્થી નેતાના મોતનો બદલો લેવા માંગે છે. આ જ વિદ્યાર્થી નેતાની હત્યાનો બદલો લેવા ગેંગસ્ટરે સંપૂર્ણ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્લાનની મદદથી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
કોણ છે ગોલ્ડી બ્રાર
કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનો જન્મ 11 એપ્રિલ 1994ના રોજ શમશેર સિંહ અને પ્રીતપાલ કૌરના ઘરે થયો હતો. તે પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી છે. ગોલ્ડી બ્રારના પિતા પોલીસમાં નોકરી કરતા હતા. ગોલ્ડી બ્રાર સામે રાજકારણીઓ પાસેથી ધમકીભર્યા ફોન કરવા, ખંડણી માંગવા અને અનેક હત્યાઓની જવાબદારી લેવાના કેસ નોંધાયેલા છે.
કેમ પ્રવેશ્યો ગુનાની દુનિયામાં
તેના ગુનાની દુનિયામાં પ્રવેશ થવા પાછળ પણ એક રસપ્રદ વાત છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ગોલ્ડી બ્રારના પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રારની હત્યા બાદ, ગોલ્ડીએ ગુનાનો રસ્તો પસંદ કર્યો અને ઘણા ગેંગસ્ટરોના સંપર્કમાં આવવા લાગ્યો. કેનેડાના બ્રામ્પટનમાં રહેતો ગોલ્ડી બ્રાર ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબજર સાથે સંકળાયેલો હતો. કેન્દ્રીય મંત્રાલયના નોટિફિકેશન મુજબ, શાર્પ-શૂટર્સની સપ્લાય ઉપરાંત, ગોલ્ડી બ્રાર સરહદ પારથી દારૂગોળો અને વિસ્ફોટક સામગ્રીની દાણચોરી અને હત્યાને અંજામ આપવા માટે જરૂરી તમામ સામગ્રીની સપ્લાયમાં પણ સામેલ હતો.
આ પણ વાંચો : Salman Khan House Firing Update: 4 આરોપી પૈકી 1 આરોપીએ જેલમાં ભર્યું આ પગલું…