શુકલતીર્થનો મેળો બન્યો શુષ્ક, ફિટનેશ સર્ટીફિક્ટના અભાવે તમામ રાઇડ્સ બંધ
સમગ્ર વિશ્વમાં બે વર્ષ સુધી કોરોનાની મહામારીના કારણે અનેક ઉત્સવો તહેવારો અને ભાતીગળ મેળાઓ બંધ હતા ત્યારે કોરોના નું સંકટ ટળી જતા હવે મેળાઓ સોળેએ કલાએ ખીલી ઉઠ્યા છે ત્યારે મોરબી ખાતે જુલતા પુલની દુર્ઘટનાનું ગ્રહણ ભરૂચ તાલુકામાં ચાલી રહેલા શુકલતીર્થ ખાતેના ભાતીગળ મેળાને લાગ્યું હોય તેમ મેળામાં ચગડોળથી માંડી તમામ રાઈડ્સ ફીટનેસ સર્ટિફિકેટને લઈને બંધ રાખવામાં આવતા મેળામાં આà
સમગ્ર વિશ્વમાં બે વર્ષ સુધી કોરોનાની મહામારીના કારણે અનેક ઉત્સવો તહેવારો અને ભાતીગળ મેળાઓ બંધ હતા ત્યારે કોરોના નું સંકટ ટળી જતા હવે મેળાઓ સોળેએ કલાએ ખીલી ઉઠ્યા છે ત્યારે મોરબી ખાતે જુલતા પુલની દુર્ઘટનાનું ગ્રહણ ભરૂચ તાલુકામાં ચાલી રહેલા શુકલતીર્થ ખાતેના ભાતીગળ મેળાને લાગ્યું હોય તેમ મેળામાં ચગડોળથી માંડી તમામ રાઈડ્સ ફીટનેસ સર્ટિફિકેટને લઈને બંધ રાખવામાં આવતા મેળામાં આવતા લોકોની મજાઓ બગડી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે
હજુ એક બે દિવસ માટે મંજુરીની આશા
મોરબીની ઘટના બાદ ભરૂચના શુકલતીર્થ ગામે યોજાયેલા મેળામાં ચકડોળો સહિતની વિવિધ રાઈટ્સ ઉપર ગ્રહણ લાગી ગયું છે.મોરબીની હોનારતે આખા રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. ઘટનાની ગાજ ભરૂચમાં કોરોના કાળ બાદ યોજાઈ રહેલી શુકલતીર્થની યાત્રા ઉપર પણ વરસી છે.જિલ્લા વહીવટી તંત્રની વધુ સતર્કતા અને કોઈપણ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ટાળવાની પહેલે મેળામાં ત્રીજા દિવસે પણ મનોરંજનની રોનક જોવા મળી રહી નથી. મેળામાં આવતા હજારો લોકોએ વિવિધ રાઇડસોથી વંચિત રહેવાની ફરજ પડી હતી અને તંત્ર પણ વહેલી તકે હજુ મેળા ને બે ત્રણ દિવસો બાકી છે ત્યારે મંજૂરી આપે તો મેળામાં આવતા લોકોને રાહત થઈ શકે અને રજાની મજાઓ પણ માણી શકે તેવી આશા મેળામાં આવતા લોકો વ્યક્ત કરી રહ્યા છે.
તમામ રાઇડ્સ હાલ માત્ર શો પીસ બની રહી છે
ઉલ્લેખનીય છે કે હાલતો ઈન્સ્પેકશન વગર ફિટનેસ સર્ટિફિકેટ મળી શકે તેમ નહિ હોવાથી અનેક ચકડોળો હાલ માત્ર શો-પીસ બની ગયા છે. મનોરંજન માટે વિવિધ રાઈડ્સ ઉભી કરનાર આયોજકને માથે લાખો રૂપિયાનો આર્થિક બોજ આવી પડ્યો છે. ફિટનેસ સર્ટિ ઈન્સ્પેકશન વગર થઈ શકે તેમ ન હોઇ મેળો પૂર્ણ થવાને આરે હોવા છતાં પણ ચકડોળો શરૂ ન થઇ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.જેના કારણે મેળો માણવા આવતા સહેલાણીઓમાં નારાજગી જોવા મળી રહી છે .
રાઇડ્સ માટે જગ્યાની પંચાયત દ્વારા ૨૮ લાખ રૂપિયામાં હરાજી કરાઈ હતી
શુકલતીર્થની યાત્રાનો મેળો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ મેળો રદ કરાયો હતો અને કોરોનાનું સંકટ ટળી જતા મેળો યોજાયો છે. મેળામાં ખાણી પીણી સહિત રમકડાઓના ૬૦૦ થી વધુ સ્ટોલ માટે હરાજી યોજાઇ હતી જેમાં સૌથી વધુ મેળામાં આવતા બાળકો સહિત નાના-મોટા લોકોના મનોરંજન માટે ચગડોળ સહિત વિવિધ રાઈડશો માટેની જગ્યાની હરાજી ૨૮ લાખમાં થઈ હતી.હવે જયારે મોરબીની ઘટનાના બાદ ફિટનેસ સર્ટીફિકેટને લઇને તમામ રાઈડ્સ બંધ છે ત્યારે હરાજીના રૂપિયા પરત કરવામાં આવશે.આમ મેળામાં મનોરંજન માટેની રાઈડશો શરૂ કરવામાં નહીં આવે તો પંચાયતની તિજોરીને પણ નુકસાન થઈ શકે તેમ છે.
Advertisement