મસ્જિદમાં જય શ્રી રામ બોલવું એ ધર્મ વિરોધી કૃત્ય નથી : Karnataka High Court
- Court એ આ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
- તમામ ગુનાઓને રદ કરવાની સૂચના પાઠવી છે
- દરેક કૃત્ય ધારા 295A હેઠળ ગુનો ગણાશે નહીં
Shouting Jai Shri Ram inside mosque : Karnataka High Court એ મસ્જિદની અંદર જય શ્રી રામના નારા લગાવવા ઉપર એક અનોખો ચુકાદો જાહેર કર્યો છે. Karnataka High Court એ જણાવ્યું છે કે, મસ્જિકની અંદર જય શ્રી રામ બોલવું એ કોઈપણ પ્રકારનું ગેરકાનૂની કૃત્ય ન હોવાનું જાહેર કર્યું છે. જોકે Karnataka High Court માં બે વ્યક્તિઓ વિરુદ્ધ મસ્જિદમાં ધાર્મિક નારા લગાવવાને લઈ અરજી દાખલ કરવામાં આવી હતી.
Court એ આ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
દક્ષિણ કન્નડના રહેવાસી બે વ્યક્તિઓ વિરુદ્ધ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક સ્થાનિક મસ્જિદમાં ધૂસ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતાં. ત્યારે આ ઘટનાને પગેલ પોલીસે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરીને Karnataka High Court માં અરજી દાખલ કરી હતી. ત્યારે તાજેતરમાં Karnataka High Court એ આ અંગે સુનાવણી હાથ ધરી હતી. તે દરમિયાન Karnataka High Court એ આ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: Married woman એ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હોવાનો દાવો ના કરી શકે: Bombay High Court
Shouting "Jai Shri Ram" inside mosque does not hurt religious feelings: Karnataka High Court
Read story here: https://t.co/n0fKP9Ik5H pic.twitter.com/5Nkpy6WLHG
— Bar and Bench (@barandbench) October 15, 2024
તમામ ગુનાઓને રદ કરવાની સૂચના પાઠવી છે
જોકે કન્નડ પોલીસ દ્વારા આ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા અનુસાર કલમ 295 એ, 447 અને 506 સહિત અનેક કલમો દાખલ કરીને કેસ તૈયાર કર્યો હતો. ત્યારે આરોપીઓએ પોતાના ઉપર લગાવવામાં આવેલા ગુનાઓને પડકાર આપતી અરજી Karnataka High Court માં કરી હતી. તેથી Karnataka High Court એ કેસની જીણવટ તપાસ કરીને તેમને નિર્દોષ જાહેર કર્યો છે. તે ઉપરાંત કન્નડ પોલીસે તેમની વિરુદ્ધ દાખલ કરાવમાં આવેલા તમામ ગુનાઓને રદ કરવાની સૂચના પાઠવી છે.
દરેક કૃત્ય ધારા 295A હેઠળ ગુનો ગણાશે નહીં
Karnataka High Court માં સુનાવાણી દરમિયાન આરોપીઓના વકીલે કલમ 295એ મુજબ જય શ્રી રામના નારા લગાવવા અપરાધિક માનવામાં નથી આવતું, તે જણાવ્યું હતું. કારણ કે... કલમ 295એ ઈરાદાપૂર્વક કોઈપણ વર્ગ અને ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલી ભાવનાઓને નુકસાન પહોંચાડતા કૃત્યને અનુલક્ષે છે. Karnataka High Court એ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટનું માનવું છે કે કોઈપણ અને દરેક કૃત્ય આઈપીસીની કલમ 295A હેઠળ ગુનો ગણાશે નહીં. આ અરજદારો સામે આગળની કાર્યવાહીને મંજૂરી આપવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ અને ન્યાયની કસુવાવડ હશે.
આ પણ વાંચો: Karnataka High Court એ દંપતીને છૂટાછેડા માટે કોર્ટ નહીં, સ્વામીજી પાસે....