પોલીસ સ્ટેશનમાં ભાજપ નેતાએ મહિલાને ઢોર માર માર્યો, જુઓ વીડિયો
BJP નેતાએ Police Stations માં મારપીટ કરી
જોકે આ વીડિયો આશરે 3 મહિના જૂનો છે
મારપીટની એ મારો પારિવારિક મામલો છે
BJP Leader Viral Video: મહાષ્ટ્રના બુલધાણામાં BJP નેતા દ્વારા એક મહિલા સાથે Police Stations ની અંદર મારપીટ કરવામાં આવી છે. તો આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. જોકે આ નેતાનું નામ Shivchandra tayde એ સામે આવી રહ્યું છે. Police Stations માં જ્યારે BJP નેતા મહિલાને મારે છે, ત્યારે તેને રોકવા માટે પોલીસ વચ્ચે આવે છે. પરંતુ નેતા તેમની અવગણના કરે છે.
BJP નેતાએ Police Stations માં મારપીટ કરી
જોકે આ વીડિયો સૌ પ્રથમ ઉદ્ધવ ઠાકરે ગુટના નેતા સુષમા અંધારે દ્વારા શેર કરવામાં આવ્યો છે. ત્યારે સુષમા અંધારે પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આવેલા બુલધાણામાં કુષિ ઉત્પન્ન બાજાર સમિતિના સભાપતિ અને BJP નેતા Shivchandra tayde એ એ Police Stations માં એક મહિલા સાથે મારપીટ કરી છે. મહાન ગૃહમંત્રી.... મહાન પોલીસ કર્મચારી... ત્યારે આ વીડિયોને લઈ મહારાષ્ટ્ર સહિત દેશમાં હોબાળો મચી ગયો છે.
भाजपचा स्थानिक पुढारी तथा मलकापूर जी बुलढाण्याचे कृषी उत्पन्न बाजार समितीचा सभापती शिवा तायडे या गावगुंडाकडून शहरातील पोलीस स्टेशन मध्येच महिलेला मारहाण.
थोर ते गृहमंत्री.. थोर ते पोलीस कर्मचारी @Dev_Fadnavis @supriya_sule @AdvYashomatiINC @AUThackeray @ShivSenaUBT_ pic.twitter.com/CGAEEDl5zs— SushmaTai Andhare (@andharesushama) August 7, 2024
આ પણ વાંચો: 5 માં માળેથી માસૂમ પર પડ્યો પાલતું કૂતરો, બાળકીએ ગુમાવ્યો જીવ
જોકે આ વીડિયો આશરે 3 મહિના જૂનો છે
જોકે આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લોકો પ્રશાસન અને કાનૂન પર આકરા પ્રહારો કરી રહ્યા છે. જોકે આ વીડિયો આશરે 3 મહિના જૂનો છે. ત્યારે વિપક્ષ નેતા દ્વારા આ વીડિયો જાહેર કરીને સરકારને આડે હાથ લેવામાં આવી રહી છે. પરંતુ પોલીસનું કહેવું છે કે, આ મામલામાં ત્યારે જ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ વીડિયો 21 એપ્રિલનો છે. તે ઉપરાંત આ ઘટના એક પારિવારિક હતી. આ ઘટનામાં મહિલા, તેનો પુત્ર અને તેમની પૂત્રવધુ BJP નેતા વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે Police Stations આવ્યા હતાં.
મારપીટની એ મારો પારિવારિક મામલો છે
ત્યારે આ વીડિયોને લઈને Shivchandra tayde એ નિવેદન આપ્યું હતું કે, તેમનો ભત્રીજો નશેડી છે. અને તે ગામમાં દરેક લોકોને પરેશાન કરે છે. અને તેને લઈને ગામ લોકોએ ફરિયાદ પણ કરી છે. મારા મોટા ભાઈએ મને ફોન કરીને કીધું હતું કે, તેમની પૂત્રવધુ તેના પૌત્રને લઈને ઘર છોડીને જઈ રહી છે. ત્યારે આ મામલ મારી ભત્રીજા સાથે ઝપાઝપી થઈ ગઈ હતી. અને તેઓ ફરિયાદ કરવા Police Stations આવ્યા હતાં. અને રહી વાત મારપીટની તો એ મારો પારિવારિક મામલો છે, તેમાં કોઈ રાજનીતિ ના કરો.
આ પણ વાંચો: હસીનાએ Banana with Chicken વાનગીનો વીડિયો બનાવ્યો, લોકોએ વાનગી છોડી...