Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહીદ મનપ્રીત સિંહે ઘણા ઓપરેશન્સનું નેતૃત્વ કર્યુ હતું, પિતા અને દાદા પણ હતા સેનામાં

મોહાલીના મુલ્લાનપુરને અડીને આવેલા ભદોંજિયા ગામના કર્નલ મનપ્રીત સિંહ (41) જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. તેમની શહાદતના સમાચાર ગામમાં પહોંચતા જ શોકનો માહોલ છવાઈ ગયો છે.  ગ્રામજનોની આંખો ભીની થઈ ગઈ છે.. બધા તેમની બહાદુરીની વાતો...
શહીદ મનપ્રીત સિંહે ઘણા ઓપરેશન્સનું નેતૃત્વ કર્યુ હતું  પિતા અને દાદા પણ હતા સેનામાં
મોહાલીના મુલ્લાનપુરને અડીને આવેલા ભદોંજિયા ગામના કર્નલ મનપ્રીત સિંહ (41) જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. તેમની શહાદતના સમાચાર ગામમાં પહોંચતા જ શોકનો માહોલ છવાઈ ગયો છે.  ગ્રામજનોની આંખો ભીની થઈ ગઈ છે.. બધા તેમની બહાદુરીની વાતો કરી રહ્યા છે. આજે બપોરે તેમનો પાર્થિવ દેહ મોહાલી પહોંચે તેવી શક્યતા છે. અંતિમ સંસ્કાર તેમના વતનમાં જ કરવામાં આવશે.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે કર્નલ મનપ્રીતે ઘણી વખત અદમ્ય હિંમત બતાવી હતી અને દુશ્મનોના છક્કા છોડાવ્યા હતા.  આ બહાદુરી માટે ભારતીય સેનાએ તેમને સેના મેડલથી નવાજ્યા હતા. તેમની માતા મનજીત કૌરે જણાવ્યું કે મનપ્રીત બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતો. તેમનું શિક્ષણ મુલ્લાનપુરમાં એરફોર્સ સ્ટેશન પાસે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં થયું હતું.
મનપ્રીત વર્ષ 2003માં સેનામાં લેફ્ટનન્ટ કર્નલ બન્યા હતા. વર્ષ 2005માં તેમને કર્નલના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. આ પછી તેમણે દેશના દુશ્મનોને મારવા માટે ભારતીય સેનાના ઘણા ઓપરેશનનું નેતૃત્વ કર્યું. નાના ભાઈ સંદીપ સિંહે જણાવ્યું કે કર્નલ મનપ્રીત સિંહ 2019 થી 2021 સુધી સેનામાં સેકન્ડ ઈન કમાન્ડ તરીકે તૈનાત હતા. બાદમાં તેમણે કમાન્ડિંગ ઓફિસર તરીકે કામ કર્યું.
આ પરિવાર ત્રણ પેઢીથી દેશની સેવા કરી રહ્યો છે.
કર્નલ મનપ્રીત તેમના એ પરિવારની ત્રીજી પેઢી હતા જે પરિવાર સતત સરહદો પર દેશની સેવા કરી કરતો આવ્યો છે . કર્નલ મનપ્રીત સિંહના દાદા શીતલ સિંહ, પિતા સ્વ. લક્ષમીર સિંહ અને કાકા રણજીત સિંહ પણ ભારતીય સેનામાં હતા. તેમના પિતા આર્મીમાંથી નિવૃત્ત થયા પછી, તેમણે પંજાબ યુનિવર્સિટીમાં સુરક્ષા સુપરવાઈઝર તરીકે કામ કર્યું. તેમના મૃત્યુ બાદ તેમના નાના પુત્ર સંદીપ સિંહ (38)ને ત્યાં જુનિયર આસિસ્ટન્ટની નોકરી મળી.
Advertisement
Tags :
Advertisement

.