Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લીબિયામાં પુરને કારણે ભીષણ સંકટ, 5300 લોકોના મોત, 10 હજારથી વધુ લોકો લાપતા

લિબિયામાં પૂરને કારણે અનેક શહેરોમાં તબાહી સર્જાઈ છે. પૂરની સૌથી ખરાબ અસર ડેરના શહેરમાં પડી છે, જ્યાં અત્યાર સુધીમાં 700 લોકો દટાયા છે. મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે, કારણ કે 10,000 લોકો ગુમ છે. અહીં વરસાદ અને પૂરના કારણે...
લીબિયામાં પુરને કારણે ભીષણ સંકટ   5300 લોકોના મોત  10 હજારથી વધુ લોકો લાપતા
લિબિયામાં પૂરને કારણે અનેક શહેરોમાં તબાહી સર્જાઈ છે. પૂરની સૌથી ખરાબ અસર ડેરના શહેરમાં પડી છે, જ્યાં અત્યાર સુધીમાં 700 લોકો દટાયા છે. મૃત્યુઆંક ઘણો વધારે હોઈ શકે છે, કારણ કે 10,000 લોકો ગુમ છે. અહીં વરસાદ અને પૂરના કારણે ડેમ તૂટ્યા અને આસપાસના વિસ્તારો પણ ધોવાઈ ગયા. દેશભરમાં અત્યાર સુધીમાં 5,200 થી વધુ મૃત્યુની આશંકા છે.
ભારે પૂરના કારણે બચાવ ટીમ મૃતદેહોને શોધી શકી નથી. લિબિયાની પૂર્વી સરકારના આરોગ્ય પ્રધાન ઉસ્માન અબ્દુલ જલીલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ ભયાનક છે. ડેરના સ્થળ પર પહોંચેલા ઉસ્માન અબ્દુલ જલીલે કહ્યું કે ડેરના શહેરની વિવિધ હોસ્પિટલો મૃતદેહોથી ભરેલી છે. ડેરનામાં હજુ પણ ઘણા મૃતદેહો કાટમાળ નીચે છે અથવા તો દરિયામાં ધોવાઈ ગયા છે.
અધિકારીઓનો અંદાજ છે કે એકલા ડેર્ના શહેરમાં 2,300 લોકો માર્યા ગયા હશે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝ માટે લિબિયાના રાજદૂત તામેર રમઝાને જણાવ્યું હતું કે અભૂતપૂર્વ પૂર પછી 10,000 લોકો ગુમ થયા છે.  વડા પ્રધાન ઓસામા હમાદે જણાવ્યું હતું કે બે ડેમ તૂટી જવાથી ઘણા ગુમ થયા છે અને તેમાંથી મોટા ભાગના લોકોની બચવાની શક્યતા ઓછી છે.
હજારો પરિવારો વિસ્થાપિત...
લિબિયન સરકારના જણાવ્યા અનુસાર, અન્ય નગરોને નુકસાન થયું છે જેમાં સુસા, માર્જ અને શાહતનો સમાવેશ થાય છે. હજારો પરિવારો વિસ્થાપિત થયા છે અને તેમણે બેનગાઝી શહેરમાં અને પૂર્વી લિબિયાના અન્ય સ્થળોએ શાળાઓ અને અન્ય સરકારી ઇમારતોમાં આશ્રય લીધો છે.
બહુમાળી ઈમારતો કાદવમાં પડી ગઈ, બધે મૃતદેહો વિખરાયેલા
ડેરણા શહેરની મધ્યમાં પર્વતોમાંથી વહેતી નદી વાડી-ડેરનાના પાળા તૂટ્યા બાદ આખા રહેણાંક બ્લોક્સ નાશ પામ્યા છે. બહુમાળી ઇમારતો, જે એક સમયે નદીથી ખુબ દુર ઉભેલી જણાતી હતી તે આંશિક રીતે કાદવમાં પડી ગઈ છે. અહીં દરેક જગ્યાએ મૃતદેહો વિખરાયેલા છે.
Advertisement
Tags :
Advertisement

.