Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Fake Office Scandal in Modasa: અરવલ્લીની નકલી કચેરી મુદ્દે થયો સનસનીખેજ ખુલાસો, આ નેતાનું નામ આવ્યું સામે..

Fake Office Scandal in Modasa: અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હતી. જેનો કાલે પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અત્યારે નકલી કચેરી મામલે સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નકલી કચેરીમાં ભાજપ નેતાના વેવાઈની સંડોવણીનો હોવાનો...
fake office scandal in modasa  અરવલ્લીની નકલી કચેરી મુદ્દે થયો સનસનીખેજ ખુલાસો  આ નેતાનું નામ આવ્યું સામે

Fake Office Scandal in Modasa: અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હતી. જેનો કાલે પર્દાફાશ કરવામાં આવ્યો હતો. અત્યારે નકલી કચેરી મામલે સનસનીખેજ ખુલાસો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નકલી કચેરીમાં ભાજપ નેતાના વેવાઈની સંડોવણીનો હોવાનો ખુલાસો થયો છે. અરવલ્લીની નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ડામોરના વેવાઈની સંડોવણી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. અત્યારે તો રાજ્યના સિંચાઈ વિભાગે આ મામલે તપાસના આદેશ આપી છે, જ્યાર સચિવ કક્ષાએ તાત્કાલિક તપાસનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

Advertisement

જિલ્લા કલેક્ટર અને DDO કક્ષાએ તપાસ કરવાના આદેશ

નોંધનીય છે કે, સ્થળ પર જઈને મુલાકાત કરવા માટે અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આ મામલે જિલ્લા કલેક્ટર અને DDO કક્ષાએ પણ તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. કારણ કે, નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ડામોરના વેવાઈની સામેલ હોવાની વિગતો સામે આવી છે. જેથી અત્યારે અનેક પ્રકારના સવાલો પણ થઈ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, મોડાસામાં આવેલા તિરૂપતિ રાજ બંગ્લોઝમાં રેડ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રેડ કરીને નકલી કચેરીની પોલ ખોલીને આરોપ પણ લગાવ્યા હતાં.

નકલી કચેરીમાં વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીઃ ધવલસિંહ ઝાલા

બાયડના ધારાસભ્ય ધવલ સિંહ ઝાલાએ આરોપ લગાવ્યા હતા કે, નકલી કચેરી ચલાવવામાં વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણી છે. જેથી ડેપ્યુટી DDOએ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં તપાસ કરવા માટે 1 PI અને 1 PSI પણ જોડાયા છે. આ સાથે તપાસ દરમિયાન વધુ એક તિજોરીમાંથી દસ્તાવેજો મળી આવ્યા હતા અને કચેરીનો સામાનનો ડેપ્યુટી DDOએ કબજે લીધો હતો. તપાસ પૂર્ણ કર્યા બાદ દસ્તાવેજોને ડીડીઓ કચેરી ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ મામસે ડે.DDOએ જણાવ્યું કે, ‘તપાસ બાદ જ દસ્તાવેજો નકલી છે કે અસલી અંગે નિર્ણય લેવાશે અને ઉચ્ચ કક્ષાએથી તપાસ કમિટી નિર્ણય લેશે.’

Advertisement

અહીંથી ખોટા બિલ અને સિક્કા મળ્યા પણ મળી આવ્યા

તમને જણાવી દઇએ કે, મોડાસામાં 'સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હતી'. આ નકલી કચેરીમાંથી ખાનગી જગ્યાએથી હતા. નકલી કચેરીમાંથી 50થી પણ વધારે રબ્બર સ્ટેમ્પ, લેટર પેડ, કોમ્પ્યુટર, અનેક બીલો અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે સાથે અહીંથી દસ્તાવેજો અને લેટરપેડ સાથે સાથે ભાગ્યોદય હાર્ડવેર, જલારામ સિમેન્ટ ડેપો, ક્રિષ્ણા ટ્રેડર્સ, શિવમ્ સિમેન્ટ ડેપો વગેરે પેઢીના કોરા બીલો મળી આવ્યા હતા. જેથી અત્યારે પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Fake Office Scandal: ગુજરાતમાં નકલી કચેરી કાંડ યથાવત! મોડાસામાં ચાલતી હતી નકલી સિંચાઈ વિભાગની ઓફિસ

આ પણ વાંચો: Valsad: હલકી ગુણવત્તાના મટીરીયલે ખોલી ભ્રષ્ટાચારની પોલ! પૈસા ક્યા ચાઉં થયા? લોકોએ માંગ્યો જવાબ

આ પણ વાંચો: Dahod: સાસરે પહોંચે તે પહેલા જ નવવધૂને પ્રેમી ઉઠાવી ગયો, વરરાજા દોડ્યો પોલીસ સ્ટેશન

Tags :
Advertisement

.