Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SEBI ના ચેરપર્સન માધબી બુચને મળી રાહત, તપાસમાં કોઈ ભ્રષ્ટાચાર નહીં

માધબી બુચને મળી મોટી રાહત માધબી પુરી બૂચને તપાસમાં ક્લીન ચિટ! SEBI ના અધ્યક્ષ 4 મહિનાનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરશે Sebi chief Madhabi Puri : SEBI ના ચેરપર્સન માધબી બુચ માટે એક મોટી રાહતની ક્ષણ આવી છે. ગત સંસદ...
sebi ના ચેરપર્સન માધબી બુચને મળી રાહત  તપાસમાં કોઈ ભ્રષ્ટાચાર નહીં
  • માધબી બુચને મળી મોટી રાહત
  • માધબી પુરી બૂચને તપાસમાં ક્લીન ચિટ!
  • SEBI ના અધ્યક્ષ 4 મહિનાનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરશે

Sebi chief Madhabi Puri : SEBI ના ચેરપર્સન માધબી બુચ માટે એક મોટી રાહતની ક્ષણ આવી છે. ગત સંસદ સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા તેમના પર, તેમના પરિવાર અને ભાજપ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે SEBIના ચેરપર્સન તેમના પદનો દુરુપયોગ કરી રહ્યા છે અને મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ આરોપોને લઈને SEBIની અગ્રણી માધબી બુચ વિરુદ્ધ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, તપાસ દરમિયાન કોઈ ચોક્કસ પુરાવા કે સાક્ષી મળ્યાં નહીં, જેના કારણે આ કેસમાં તેમને ક્લીન ચિટ આપવામાં આવી છે.

Advertisement

SEBI ના વડા સામે આક્ષેપ

તાજેતરમાં, હિંડનબર્ગ રિસર્ચના એક અહેવાલમાં, અદાણી જૂથે બજાર નિયામક સેબીના વડા માધવી પુરી બુચ પર અનેક આક્ષેપો કર્યા છે. હિંડનબર્ગે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધબલ બુચે બર્મુડા અને મોરેશિયસમાં અઘોષિત ઓફશોર ફંડ્સમાં અઘોષિત રોકાણ કર્યું હતું. તેમણે કહ્યું કે આ એ જ ફંડ્સ છે જેનો ઉપયોગ વિનોદ અદાણી દ્વારા કથિત રીતે નાણાંની ઉચાપત કરવા અને ગ્રુપ કંપનીઓના શેરના ભાવ વધારવા માટે કરવામાં આવ્યો હતો. વિનોદ અદાણી અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીના મોટા ભાઈ છે.

SEBI ના અધ્યક્ષે જવાબ આપ્યો

આરોપોના જવાબમાં, માધબી પુરી બૂચ અને તેના પતિ, ધવલ બૂચે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટમાંના દાવાઓ "પાયાવિહોણા" અને યોગ્યતા વિનાના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના નાણાકીય રેકોર્ડ્સ પારદર્શક હતા અને આરોપોને ચારિત્ર્ય હત્યાના પ્રયાસ તરીકે વર્ણવ્યા હતા. બુચે સ્પષ્ટતા કરી હતી કે, માધબી સેબીમાં જોડાયા તેના 2 વર્ષ પહેલા ફંડમાં તેમનું રોકાણ કરવામાં આવ્યું હતું. હિંડનબર્ગના હુમલા બાદ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ સેબીના ચેરપર્સન પર પ્રહારો કર્યા હતા. આ સાથે રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો:  Congress : માધબી બુચના પગાર મુદ્દે વિવાદ, SEBI વડા પર કોંગ્રેસના સવાલો

Advertisement
Tags :
Advertisement

.