Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SCAM : રાજકીય પક્ષોના નામે થયું 1000 કરોડનું કૌભાંડ, દાન લઈને કરાતી ટેક્સ ચોરીનો થયો પર્દાફાશ

1000 CRORES SCAM : આપણે સમાચાર પત્રોમાં અને ન્યુઝ ચેનલના માધ્યમથી અવાર નવાર થતા કૌભાંડો વિશે સાંભળતા કે વાંચતા હોઈએ છીએ. હવે વધુ એક કૌભાંડનો ભાંડાફોડ થયો છે. દાન લઈને ટેક્સ ચોરીના કૌભાંડનો ( SCAM ) પર્દાફાશ હવે થયો છે....
scam   રાજકીય પક્ષોના નામે થયું 1000 કરોડનું કૌભાંડ  દાન લઈને કરાતી ટેક્સ ચોરીનો થયો પર્દાફાશ

1000 CRORES SCAM : આપણે સમાચાર પત્રોમાં અને ન્યુઝ ચેનલના માધ્યમથી અવાર નવાર થતા કૌભાંડો વિશે સાંભળતા કે વાંચતા હોઈએ છીએ. હવે વધુ એક કૌભાંડનો ભાંડાફોડ થયો છે. દાન લઈને ટેક્સ ચોરીના કૌભાંડનો ( SCAM ) પર્દાફાશ હવે થયો છે. આ કૌભાંડ નાનું મોટું નહીં પરંતુ એક હજાર કરોડનું કૌભાંડ છે. વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવ્યાં બાદ આવકવેરામાં કપાતનો લાભ લેતા 1000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરાયાની વિગતો સામે હાલમાં આવી રહી છે. આ મામલે CID ક્રાઇમ બ્રાન્ચે 2 ની ધરકપડ કરીને તેમને પાંચ દિવસના રિમાન્ડ ઉપર લીધા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

Advertisement

દાનમાં મળેલ રકમને કમિશન લઈ દાતાઓને રકમ ટ્રાન્સફર કરી આપતા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કૌભાંડ કરનાર આરોપીઓએ પહેલા રાજકીય પાર્ટીના નામે દાન ઊગરાવ્યું હતું અને ત્યાર બાદ દાનમાં મળેલ હોવાથી ઈન્કમટેક્ષની વિવિધ કલમ હેઠળ ખપત મેળવ્યા બાદ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું હતું. આ ગુનાખોરો દાનની રકમ રાજકીય પક્ષના ખાતામાં નાખતા અને ત્યાર બાદ તેઓ કમિશન લઈને દાતાઓને રકમ ટ્રાન્સફર કરી આપતા હતા. સમગ્ર મામલાની જાણ CID ક્રાઇમને થતાં તે તરત એક્શનમાં આવી હતી અને આ મામલે તેમણે ઉમંગ દરજી અને પ્રકાશ સોનીને ઝડપી પાડયા હતા. તેમને હાલ 5 દિવસના રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલામાં 15 રાજકીય પક્ષના હોદ્દેદારો પણ આરોપી છે.

કોને કઈ રાજકીય પાર્ટીના નામે પૈસા ઉઘરાવ્યા (આરોપી)

  • રવિ પ્રકાશ સોની, ગુજરાત અધ્યક્ષ, ભારતીય કિશાન પરિવર્તન પાર્ટી
  • પ્રધ્યુમનસિંહ ગોહિલ, રાષ્ટ્રીય સમતા પાર્ટી (સેક્યુલર)
  • મહાવીર સિંહ પરમાર,અધ્યક્ષ, રાષ્ટ્રીય સમતા પાર્ટી (સેક્યુલર)
  • વિજય ચૌહાણ, ટ્રેજરર, રાષ્ટ્રીય સમતા પાર્ટી (સેક્યુલર)
  • કૃણાલ પીઠડીયા, અધ્યક્ષ, રાષ્ટ્રીય જનતારાજ પાર્ટી
  • રોનકસિંહ ગોહીલ, અધ્યક્ષ, યુવા જન જાગૃત્તિ પાર્ટી
  • જીગરભાઈ કોઠીયા, અધ્યક્ષ, જનતા કોંગ્રેસ પાર્ટી, મુંબઈ
  • કેતન પારેખ, અધ્યક્ષ, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
  • ભાવેશ શાહ, અધ્યક્ષ, ગુજરાત નવ નિર્માણ સેના
  • રાષ્ટ્રીય સમતા પાર્ટીના અધ્યક્ષ, બિહાર
  • ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટીના અધ્યક્ષ
  • રાષ્ટ્રીય નાગરિક હક્ક પાર્ટી, અધ્યક્ષ
  • એક જૂટ અધિકાર પાર્ટી, અધ્યક્ષ
  • આદર્શવાદી પાર્ટી (લોકતાંત્રિક) અધ્યક્ષ
  • ભારતીય રાષ્ટ્રીતંત્ર પાર્ટી, અધ્યક્ષ

SCAM ના મુખ્ય આરોપી :

ઉમંગ દરજી
વિપુલ શાહ
ઝહીર રાણા
કંદન મુદલઈ
દિપક ચોક્સી
રેનીલ પારેખ
ધુલારામ વેધ

Advertisement

આ પણ વાંચો : VADODARA : કારેલીબાગ આવાસ યોજનાના મકાનોની ફાયર NOC શંકાના દાયરામાં

Advertisement
Tags :
Advertisement

.