પૃથ્વી પર પસાર થતા 24 કલાકનો વીડિયો સેટેલાઇટે કર્યો શેર, જુઓ વીડિયો
@wonderofscience એ Space નો વીડિયો શેર કર્યો
વીડિયોમાં 24 કલાકો સુધીની તમામ ઘટનાઓ કેદ કરવામાં આવી
36,000 કિમીની ઊંચાઈથી પૃથ્વી પરથી પસાર થતો દિવસ
satellite Himawari-8 Space Video : આધુનિક તકનીકોથી સજ્જ આ યુગમાં Space માં એક પછી એક નવતર પગાલા વૈજ્ઞાનિકો પાડી રહ્યા છે. તેના અંતર્ગત આપણને ઘરતી અને Space વચ્ચે સલગ્ન અનેક એવા રહસ્યો ઉજાગર થયા છે. તે ઉપરાંત અનેક રહસ્યો પણ આપણી સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને Black Hole છે. જોકે પસાર થતા દિવસની સાથે ધરતી સાથે જોડાયેલા રહસ્યો પણ વૈજ્ઞાનિકોના માધ્યમથી આપણે જાણી શક્યા છીએ.
@wonderofscience એ Spaceનો વીડિયો શેર કર્યો
ઘરતીની સુંદરતા આપણે હજુ ના બરાબર નિહાળી છે. ધરતી પણ અનેક અહ્લાદાયક સ્થળો આવેલા છે. જેને જોઈને લાગે છે, સંપૂર્ણ જીવન આપણે ત્યાં વિતાવી નાખીએ. અને બીજી તરફ ધરતી પર અનેક સ્થળો આજે પણ રહસ્યમય બની રહ્યા છે. પરંતુ દરેક સ્થળની આપણે મુલાકાત નથી લઈ શકતા, ત્યારે આ સ્થળોને Space ના માધ્યમથી એકસાથે જોઈ શકાય છે. આપણે અનેક વીડિયોમાં પૃથ્વીના વીડિયો નિહાળ્યા છે. પરંતુ આજે આપણે એવો વીડિયો જોઈશું, જેમાં ધરતીની ઉપર આવેલા સફેદ રંગ ફરતા જોવા મળશે. તે ઉપરાંત જમીન અને ધરતીના ભાગના ખાસ દ્રશ્યો જોઈ શકાશે.
આ પણ વાંચો: અંતરિક્ષની આફત! આજ રાત્રે ઘરતી સાથે ટકરાઈ શકે છે Asteroid
A day passing on planet Earth seen from 36,000 kilometers (22,000 miles) by the satellite Himawari-8. (Watch full screen) pic.twitter.com/CU6GU9AuEM
— Wonder of Science (@wonderofscience) August 27, 2024
વીડિયોમાં 24 કલાકો સુધીની તમામ ઘટનાઓ કેદ કરવામાં આવી
તો Space માંથી જે વીડિયો શૂટ કરવામાં આવ્યો છે. તેમાં 24 કલાક સુધીના દ્રશ્યો દર્શવવામાં આવ્યા છે. આ વીડિયોમાં 24 કલાકો સુધીની તમામ ઘટનાઓ કેદ કરવામાં આવી છે. આ વીડિયોને સેટેલાઈટ હિમાવરી 8 દ્વારા કેદ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને દરેક લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. ત્યારે વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ધરતી પોતાની ધર પર પરિભ્રમણ કરી રહી છે.સૌ પ્રથમ એક ભાગમાં સૂર્યની રોશની પડતી જોવા મળી રહી છે. અને બીજી તરફ ઘોર અંધકાર છે. તે બાદ ધરતી પરિભ્રમણ કરે છે, ત્યારે સૂર્યની રોશની બીજા ભાગમાં પડે છે. અને અન્ય ભાગ પર અંધકાર છવાઈ જાય છે.
36,000 કિમીની ઊંચાઈથી પૃથ્વી પરથી પસાર થતો દિવસ
આ વીડિયોને @wonderofscience દ્વારા સોશિયલમ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે - સેટેલાઇટ હિમાવરી-8 એ 36,000 કિલોમીટરની ઊંચાઈથી પૃથ્વી પરથી પસાર થતો એક દિવસ કેપ્ચર કર્યો છે. વીડિયોને લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ પસંદ કર્યો છે. તેના પર ટિપ્પણી કરતા લોકોએ કહ્યું કે આ ખરેખર અદ્ભુત છે. કેટલાક યુઝર્સે કહ્યું – વાદળોને બનતા જોવું અદ્ભુત છે.
આ પણ વાંચો: WhatsApp લાવી રહ્યું છે 4 નવા ફીચ,બદલાઇ જશે ચેટિંગની સ્ટાઇલ