Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tharad : વાવની સપ્રેડા કેનાલ અબોલ પશુઓ માટે બની ઘાતક

Tharad : બનાસકાંઠા (BANASKANTHA)  જિલ્લામાં થરાદ (Tharad )પાસેથી પસાર થતી નર્મદા કેનાલ અબોલ પશુઓ માટેઘાતક બની રહી છે કારણ કે છેલ્લા 2 દિવસમાં કેનાલમાં પડી ગયેલા 6 અબોલ પશુઓને બહાર કાઢવામાં આવ્યા છે. મહામહેનતે પાંચ નીલગાયને બહાર કાઢવામાં આવી થરાદ...
tharad   વાવની સપ્રેડા કેનાલ અબોલ પશુઓ માટે બની ઘાતક

Tharad : બનાસકાંઠા (BANASKANTHA)  જિલ્લામાં થરાદ (Tharad )પાસેથી પસાર થતી નર્મદા કેનાલ અબોલ પશુઓ માટેઘાતક બની રહી છે કારણ કે છેલ્લા 2 દિવસમાં કેનાલમાં પડી ગયેલા 6 અબોલ પશુઓને બહાર કાઢવામાં આવ્યા છે.

Advertisement

મહામહેનતે પાંચ નીલગાયને બહાર કાઢવામાં આવી

થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં નીલગાયો અને નાનાં બચ્ચાં પડતાં નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મહામુસીબતે રેસ્ક્યું કાર્યવાહી શરુ કરાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મહામહેનતે પાંચ નીલગાયને બહાર કાઢવામાં આવી હતી અને તમામને જંગલ વિસ્તારમાં છોડી દેવાયા હતા.

Advertisement

નીલ ગાયોને જીવિત બહાર કાઢી

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની સપ્રેડા કેનાલમાં મુખ્ય કેનાલમાં નીલ ગાયો પડી હોવાનો કોલ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિતના જવાનો તાત્કાલિક કેનાલ ખાતે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે અને જીવદયાપ્રેમીના સહકારથી ભારે જહેમત બાદ નીલ ગાયો ને જીવિત બહાર કાઢી હતી અને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી.

Advertisement

નર્મદાની મુખ્ય કેનાલમાં અનેક વખત પશુઓ પડ્યાં

ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે નર્મદાની મુખ્ય કેનાલમાં અનેક વખત પશુઓ પડ્યાં હોવાના લોકોના કોલ અમને મળતાં હોય છે જેમાં હું અને મારી ટીમ તાત્કાલિક પહોંચી કેનાલમાં પડેલ પશુઓને બહાર કાઢીએ છીએ અને જંગલ વિસ્તારમાં છોડી દઇએ છીએ છેલ્લા બે દિવસમાં 6 જેટલાં અબોલ પશુઓના જીવ ફાયર ટીમ દ્વારા બચાવવામાં આવ્યા છે ત્યારે થરાદ ફાયર ટીમ ની સરાહનીય કામગીરી જોવા મળી હતી

અહેવાલ---યશપાલસિંહ વાઘેલા, થરાદ

આ પણ વાંચો----- LOKSABHA 2024 : અમદાવાદ ખાતે ભાજપ દ્વારા અત્યાધુનિક મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

આ પણ વાંચો----- VADODARA : આચાર સંહિતા લાગુ થતા 2974 થી વધુ રાજકીય પ્રચાર સામગ્રી દુર કરાઇ

આ પણ વાંચો---- કુખ્યાત સાયચા બંધુના ગેરકાયદેસર બાંધકામો પર આજે ફરી ચાલશે દાદાનું બુલડોઝર

Tags :
Advertisement

.