Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Salman Khan News: ફાયરિંગની ઘટના બાદ ભાઈજાનના ઘરે પહોંચ્યા CM શિંદે, જાણો શું કહ્યું?

Salman Khan News: 14 એપ્રિલની સવારે અભિનેતા સલમાન ખાન (Salman Khan) ના ધરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓ બાઈક પર આવીને ઘર (Salman Khan) ની તરફ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 3 રાઉન્ડ ફાયરિંગ ઘર તરફ કરવામાં આવ્યું હતું....
salman khan news  ફાયરિંગની ઘટના બાદ ભાઈજાનના ઘરે પહોંચ્યા cm શિંદે  જાણો શું કહ્યું

Salman Khan News: 14 એપ્રિલની સવારે અભિનેતા સલમાન ખાન (Salman Khan) ના ધરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓ બાઈક પર આવીને ઘર (Salman Khan) ની તરફ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 3 રાઉન્ડ ફાયરિંગ ઘર તરફ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવા માટે તપાસ જાહેર કરી હતી. તો આજરોજ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

Advertisement

  • ભાઈજાનને મળવા મુંબઈના મુખ્યમંત્રી આવ્યા
  • મુખ્યમંત્રીએ સલમાન ખાનને ચિંતામુક્ત રહેવાનું કહ્યું
  • ફાયરિંગની ઘટનાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી

એક અહેવાલ અનુસાર, Mumbai Police ની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ Mumbai છોડીને રાતોરાત બીજ રાજ્યમાં ભાગી ગયા છે. ત્યારે Mumbai Police ને બાતમી મળી હતી કે, આરોપીઓ ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભાગી ગયા છે. જોકે તમામ આરોપીના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. ત્યારે Mumbai Police એ કચ્છ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી.

Advertisement

કચ્છમાં માતાના ગઢથી આરોપીઓ ઝડપાયા

ત્યારે આજરોજ વહેલી પ્રભાતના સમયે કચ્છ ક્રાઈબ બ્રાન્ચ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા. જોકે કચ્છ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને માતાના ગઢ પાસેથી આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આજરોજ પહેલીવાર ફાયરિંગની ઘટના બાદ અભિનેતા સલમાન ખાન (Salman Khan) તેમના ઘરે આવ્યા હતા. જોકે તેમના ઘરની બહાર Mumbai Police એ બાજનજર રાખતું પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યું છે.

મુખ્યમંત્રીએ સલમાન ખાનને ચિંતા મુક્ત રહેવાનું કહ્યું

Advertisement

તે ઉપરાંત આજરોજ મુંબઈના મુખ્યમંત્રી એકનાથ શિંદે અભિનેતા સલમાન ખાન (Salman Khan) ના નિવાસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટે આવ્યા હતા. અભિનેતા સલમાન ખાન (Salman Khan) અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની તસવીરો સામે આવી છે. તે ઉપરાંત મુખ્યમંત્રી ભાઈજાન (Salman Khan) ના પરિવારના તમામ સભ્યોની સાથે વાતચીત કરી ચિંતામુક્ત રહેવાનું આશ્વાસન આપ્યું છે. જોકે આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી, જેમણે સલમાન ખાન (Salman Khan) ને મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: Salman Khan House Firing : ફાયરિંગ કેસમાં હવે ગુજરાતથી મોટી અપડેટ આવી સામે, વાંચો અહેવાલ

આ પણ વાંચો: Salman Khan : બોલિવૂડ ભાઈજાનની ઘર બહાર ફાયરિંગ થતા તપાસનો ઘમઘમાટ, ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ પહોંચી

આ પણ વાંચો: Salman khan ના ઘરની બહાર ફાયરિંગ કરનારનું જાણો કોની સાથે છે કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો…

Tags :
Advertisement

.