Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Salman Khan House Firing : ફાયરિંગ કેસમાં હવે ગુજરાતથી મોટી અપડેટ આવી સામે, વાંચો અહેવાલ

સલમાન ખાનના ઘર પર ફાયરિંગનો કેસ બે આરોપીની ગુજરાતના ભૂજથી ધરપકડ મુંબઈ ક્રાઈમ બ્રાંચે ભૂજથી 2 લોકોને ઝડપ્યા આરોપી વિક્કી ગુપ્તા, સાગર પાલ પકડાયો બંને બિહારના ચંપારણના હોવાનો ખુલાસો ગૈલેક્સી એપાર્ટમેન્ટ બહાર કર્યુ હતું ફાયરિંગ CCTV ફૂટેજના આધારે પોલીસની...
salman khan house firing   ફાયરિંગ કેસમાં હવે ગુજરાતથી મોટી અપડેટ આવી સામે  વાંચો અહેવાલ
Advertisement
  • સલમાન ખાનના ઘર પર ફાયરિંગનો કેસ
  • બે આરોપીની ગુજરાતના ભૂજથી ધરપકડ
  • મુંબઈ ક્રાઈમ બ્રાંચે ભૂજથી 2 લોકોને ઝડપ્યા
  • આરોપી વિક્કી ગુપ્તા, સાગર પાલ પકડાયો
  • બંને બિહારના ચંપારણના હોવાનો ખુલાસો
  • ગૈલેક્સી એપાર્ટમેન્ટ બહાર કર્યુ હતું ફાયરિંગ
  • CCTV ફૂટેજના આધારે પોલીસની કાર્યવાહી

Salman Khan House Firing : બોલીવુડના મશહૂર અભિનેતા સલમાન ખાનના ઘર આગળ થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાનના ( Salman Khan ) પરિવારજનો અને તેમના ફેન્સ ઘણા ચિંતાતુર બન્યા હતા. મુંબઈ પોલીસે આ ઘટના બાદ તરત જ ફાયરિંગ કરનાર અજ્ઞાત યુવકોની શોધખોળ હાથ ધરી હતી, હવે આ ઘટનાને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે, ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

મુંબઈ ક્રાઈમ બ્રાંચે ભૂજથી 2 લોકોને ઝડપ્યા

Advertisement

ફિલ્મ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતાં. આરોપી વિકિ સાહેબસાબ ગુપ્તા ઉ.વ. 24 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર તથા સાગર શ્રીજોગેન્દ્ર પાલ ઉ.વ. 21 રહે ઉપર મુજબ એકજ ગામના છે. આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના ડીઆઇજી મહેન્દ્ર બગડીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સલમાન ખાનના ઘર પર મુંબઇમા ફાયરીંગ કરી બે શખ્સો ભાગી આવી પશ્ચિમ કચ્છમાં માતાના મઢ બાજુ છે. એવી માહિતી મળતા પશ્ર્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા અન્ય પોલીસ ટુકડી સાબદા થઈ બને આરોપીને ઝડપી મુંબઈ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે.

Advertisement

વહેલી સવારે અંદાજે 4.50 કલાકે ફાયરિંગની ઘટના બની હતી

મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બોલિવૂડના દબંગ ખાન અને ભાઈજાન તરીકે જાણીતા અભિનેતા સલમાન ખાનનું ઘર આવેલું છે. સામાન્ય રીતે અવારનવાર ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે ચાહકોની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ, 14 એપ્રિલના વહેલી સવારે અંદાજે 4.50 કલાકે ફાયરિંગની ઘટના બની હતી.

સલમાન ખાનને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી

આ ઘટના બાદ પોલીસે સલમાન ખાનની સુરક્ષા ટીમમાં વધુ જવાનોને જોડ્યા છે. અભિનેતાને ઘરની બહાર નીકળતા પહેલા મુંબઈ પોલીસને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી કોઈ મહત્વપૂર્ણ વાત ન આવે ત્યાં સુધી તેને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક, શું આજે બનશે આંદોલનની અંતિમ રાત?

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

featured-img
સ્પોર્ટ્સ

Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

featured-img
રાષ્ટ્રીય

શું તમને મોતનો ડર લાગે છે? PM મોદીએ આપ્યો મજેદાર જવાબ

featured-img
રાષ્ટ્રીય

Nagpur: નીતિન ગડકરી કેમ બોલ્યા મંત્રીપદ નહીં મળે તો મરી નહીં જઉં...?

×

Live Tv

Trending News

.

×