Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણાના બોરિયાવીમાં બનશે સૈનિક સ્કૂલ, અમિત શાહે કર્યું ખાતમુહૂર્ત

મહેસાણાના બોરીયાવીમાં સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી સહિતના અનેક...
મહેસાણાના બોરિયાવીમાં બનશે સૈનિક સ્કૂલ  અમિત શાહે  કર્યું ખાતમુહૂર્ત

મહેસાણાના બોરીયાવીમાં સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી સહિતના અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા.

Advertisement

લોકોને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં 100 નવી સૈનિક સ્કૂલ સ્થાપવાનો સંકલ્પ હોવાની વાત કરી હતી. સાથે તેમણે મોતીભાઈ ચૌધરીના વ્યક્તિત્વની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે સૈનિક સ્કૂલથી દેશભક્તિના સંસ્કારનું સિંચન થશે. નરેન્દ્રભાઈ મોદી જળક્રાંતિ લાવ્યા હતા. નરેન્દ્રભાઈના પ્રયાસથી ઉત્તર ગુજરાતમાં જળક્રાંતિ આવી હતી. નર્મદા અને મહીસાગરનું પાણી નરેન્દ્ર મોદીના પ્રયાસથી પહોંચ્યું હતું.

Advertisement

Advertisement

મિત શાહે મોતીભાઈ ચૌધરીની જન્મ શતાબ્દી ઉજવણી સારી રીતે કરવાના આયોજન માટે પણ અભિનંદન આપ્યા હતા. હું માણસામાં જન્મ્યો અને મોટો થયો છું. મોતી બાપાને કામ કરતા મે જોયા છે. માનસિંગ ભાઈના આકસ્મિક અવસાન બાદ પછી કોણ એ પ્રશ્ન ઊભો થયો હતો. એ સમયે મોતી ભાઈએ શૂન્યાવકાશને પૂરવાનું કામ કર્યું હતું. મોતીભાઈએ 30 વર્ષ કોઈપણ વિવાદ વગર કામ કર્યુ છે.

શાહે કહ્યું કે મોતી બાપાની જન્મ શતાબ્દીએ આજે સૈનિક સ્કૂલનું ખાત મુહુર્ત કરાયુ છે છે. બાળકો દેશની રક્ષા માટે જીવન સમર્પિત કરશે. દેશમાં 100 સૈનિક સ્કૂલ સ્થાપવાનો સંકલ્પ કર્યો છે. આજે 20મી ppp મોડલની સૈનિક સ્કૂલનું ભૂમિ પૂજન કર્યું છે

અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં જળ ક્રાંતિ કરવાનું કામ નરેન્દ્ર ભાઈએ કર્યું છે. હું 15 વર્ષ નો હતો ત્યારે આ જિલ્લાને ડાર્ક ઝોનમાં મૂક્યો હતો. રણ વિસ્તાર પાટણ અને બનાસકાંઠા પહોંચવાની તૈયારીમાં હતો. મહીસાગરનું પાણી પણ ઉત્તર ગુજરાતને આપવાનું કામ કર્યું છે.

આપણ  વાંચો -ગુજરાત BJP ના પ્રમુખપદે CR PATIL યથાવત્

Tags :
Advertisement

.