Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Run for Walkathon : હિંમતનગરમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ

સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરએ મંગળવારે હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ (Himmat High School in Himmatnagar) ખાતે મતદાન જાગૃતિ (voter awareness) વોકેથોન દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. લોકસભા સામાન્ય ચુંટણી 2024 (Lok Sabha Election 2024) ને ધ્યાને લઈ...
run for walkathon   હિંમતનગરમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ
Advertisement

સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરએ મંગળવારે હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ (Himmat High School in Himmatnagar) ખાતે મતદાન જાગૃતિ (voter awareness) વોકેથોન દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. લોકસભા સામાન્ય ચુંટણી 2024 (Lok Sabha Election 2024) ને ધ્યાને લઈ મતદાન જાગૃતિના ભાગરૂપે વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગીદારી નોંધાવીને લોકશાહી (Democracy) ને વધુ મજબુત બનાવે તે રન ફોર વોકથોન (Run for Walkathon) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકથોન હિંમત હાઇસ્કુલથી મુખ્ય બજારમાં થઇ પરત હિંમત હાઇસ્કુલ (Himmat High School) ખાતે આવી પૂર્ણ થઈ હતી.

Advertisement

વધુમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સાથે મહિલા મતદારો (women voters) ને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે મારી માતા, દેશની ભાગ્યવિધાતા અને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલ યુવા મતદારોને સહભાગી બનાવવા બલૂન આવે છે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. લોકોને બહોળા પ્રમાણમાં જોડાવવા તથા મતદાનમાં ભાગીદારી નોંધાવવા અપીલ કરાઈ છે. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રાંત અધિકારી ગોસ્વામી, મામલતદાર તેમજ શિક્ષકો અને કોલેજના કેમ્પસ એમ્બેસેડર્સ તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો - Arjun Modhwadia Exclusive Interview : ભાજપનો ખેસ પહેર્યા બાદ અર્જુન મોઢવાડિયાનું સૌથી પહેલું ઈન્ટરવ્યુ

આ પણ વાંચો - Gujarat Congress : વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું ‘રામ રામ’, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો - BJP Gujarat : લોકસભા ચૂંટણી માટે BJP એ શરૂ કર્યો પ્રચારનો ઘમઘમાટ, C.R.પાટીલે રથોનું ફ્લેગ ઓફ કર્યું

Tags :
Advertisement

Trending News

.

×