Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જેતપુર એસટી બસ સ્ટેન્ડમાં રોમીયો તેમજ ખિસ્સા કાતરૂઓનો આતંક

જેતપુર  મુખ્ય એસટી બસસ્ટેન્ડમાં ચોકકસ સમયમાં રોમીયો અસામાજીકો બેફામ બનીને વિદ્યાર્થિનીઓની હાજરીમાં એન્ટ્રી પાડવાના ઇરાદે આવી ચડીને માનસિક ત્રાસ અને પજવણી કરતા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે.આ સાથે  ખિસ્સા કાતરૂઓ પણ સક્રિય થયા છે આ સ્ટેન્ડ સંકુલમાં બપોરના 11થી1 અને સાંજના 5થી7 દરમિયાન ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ અર્થે  અપડાઉન કરતી વિદ્યાર્થિનીઓની વિશાળ સંખ્યા હ
જેતપુર એસટી બસ સ્ટેન્ડમાં રોમીયો તેમજ ખિસ્સા કાતરૂઓનો આતંક
જેતપુર  મુખ્ય એસટી બસસ્ટેન્ડમાં ચોકકસ સમયમાં રોમીયો અસામાજીકો બેફામ બનીને વિદ્યાર્થિનીઓની હાજરીમાં એન્ટ્રી પાડવાના ઇરાદે આવી ચડીને માનસિક ત્રાસ અને પજવણી કરતા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે.આ સાથે  ખિસ્સા કાતરૂઓ પણ સક્રિય થયા છે આ સ્ટેન્ડ સંકુલમાં બપોરના 11થી1 અને સાંજના 5થી7 દરમિયાન ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ અર્થે  અપડાઉન કરતી વિદ્યાર્થિનીઓની વિશાળ સંખ્યા હોય બસની રાહ જોઇને ઉભી હોય ત્યારે અસામાજીક તત્વો ટપોરી જેવી નિર્લજ વર્તણુંક કરીને હરતા ફરતા હોય છે. તેમજ ટુ વ્હીલર બાઇક લઇને ડેપો સ્ટેન્ડ સંકુલમાં ધુમ સ્ટાઇલમાં બેફામ બનીને વિદ્યાર્થીનીઓને પજવણી કરતા હોવાથી દિકરીઓની રાવ છે. આવી બેશરમી સામે વાલી વર્ગનો પણ ભારે રોષ જોવા મળે છે.

નોકરીયાત સહિત મુસાફરોની ભારે ચહલપહલ જોવા મળે છે
જેતપુર એસટી બસ સ્ટેન્ડમાં દરરોજ હજારો મુસાફરો આવનજાવન કરે છે. તાલુકાનું મુખ્ય બસ મથક હોવાથી અહીંયા સ્ટુડન્ટ, વેપારીઓ, નોકરીયાત સહિત મુસાફરોની ભારે ચહલપહલ જોવા મળે છે. તો છેલ્લા કેટલાય દિવસોથી બસ સ્ટેન્ડમાં મુસાફરો જીવના જોખમ ખેડવું પડ્યું છે. અહીંયા ખિસ્સા કાતરુંઓનો પણ ત્રાસ વધતાં અનેક મુસાફરોના પાકીટ અને અન્ય કિંમતી ચીજ-વસ્તુઓ ગુમાવતા હોવાની પણ રાવ ઉઠી છે.
છેલ્લા 15 દિવસ મેન્ટેનન્સના કારણે બંધ હાલતમાં
મહત્ત્વનું એ પણ છે કે, બસ સ્ટેન્ડમાં CCTV કેમેરા પણ છે. પરતું છેલ્લા 15 દિવસ મેન્ટેનન્સના કારણે બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું આમ રોમિયોગીરી તેમજ ચોરીના ગુનાઓને અંજામ આપનાર આવી  ટોળકી સક્રિય થતાં મુસાફરોના જીવ અધ્ધર થયા છે.અહીંયા માંડ સપ્તાહમાં બે-ત્રણ વખત પોલીસ પેટ્રોલિંગમાં આવતી હોવાનું રોજીંદા મુસાફરો જણાવી રહ્યા છે. આવા તત્વોને પકડી જેલ હવાલે કરે તેવી માંગ પ્રબળ બની છે. નહીં તો મુસાફરોએ જાતે કોઈ પગલા ભરવા પડશે અને આવા તત્વોને જાહેરમાં મેથીપાક ચખાડવો પડશે તેમ જાગૃત મુસાફરોએ જણાવ્યું છે.
આ અંગે પોલીસ કાયદો વ્યવસ્થાને બહાલ કરવા કડક પગલા લે અને જરૂર પડે ખાનગી ડ્રેસમાં પોલીસ દ્વારા વોચ રાખીને આવા તત્વોને સબક શીખવાડવા  આવે તેવી આમ નાગરિકો અને વાલીઓની લાગણી છે. આમ, જેતપુર જાહેર સ્થળો અને એસ.ટી. સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં અસામાજીક તત્વો વિદ્યાર્થીનીઓ અને આમ જનતાને હેરાન પરેશાન કરતાં હોય આવા શખ્સોને પાઠ ભણાવવા જનતા પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.