RJ Simran સિંહનું રહસ્યમય મોત, ફ્લેટમાં મળી લાશ!
- રેડિયો જોકી સિમરન સિંહનું રહસ્ય મોત
- ગુરુગ્રામમાંથી મૃત અવસ્થામાં મળી
- મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો
RJ Simran :ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અને રેડિયો જોકી સિમરન (RJ Simran)સિંહના મોતે રહસ્ય વધાર્યું છે. સિમરન સિંહે ગુરુગ્રામમાંથી મૃત અવસ્થામાં મળી આવી હતી. જમ્મુ અને કાશ્મીરની ખૂબ લોકપ્રિય સિમરન સિંહે ગુરુગ્રામમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવી હતી. પોલીસનું કહેવું છે કે તેમને આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા છે.
13 ડિસેમ્બરે છેલ્લી રિલ
લાખો ચાહકો આરજે સિમરન તરીકે ઓળખાતા સિમરન સિંહની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ દર્શાવે છે કે તેણીએ છેલ્લે 13 ડિસેમ્બરે રીલ પોસ્ટ કરી હતી. તેની સાથે રહેતી સહેલીએ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. સિમરન ગુરુગ્રામ સેક્ટર 47 એપાર્ટમેન્ટમાં સહેલી સાથે રહેતી હતી. પોલીસે જણાવ્યું કે તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.
Heartbreaking 💔 RJ Simran, Jammu Ki Dhadkan, is no more. Her body was found in Delhi; investigations are underway.
She leaves behind a legacy of laughter, music, and memories. Gone too soon.
Rest in peace. #RIPRJSimran #Jammu #JammuKashmir pic.twitter.com/KC3qPNRXsG
— Sneha Mordani (@snehamordani) December 26, 2024
સિમરન જમ્મુના નાનક નગરની રહેવાસી હતી.
મળતી માહિતી મુજબ, સિમરન જમ્મુના નાનક નગરની રહેવાસી હતી, આ અંગે તેના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેના પિતાનું નામ જસવિન્દર છે. પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળ્યા પછી, તેઓ તેને વિસ્તારની પાર્ક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-સોનુ સૂદનો શોકિંગ ખુલાસો: સીએમ-ડેપ્યુટી સીએમ પદ માટે ઓફર મળી હતી
સિમરનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 6 લાખથી વધુ ફોલોઅર્સ છે.
માહિતી અનુસાર, રેડિયો મિર્ચીમાં આરજે તરીકે કામ દરમિયાન તેમની એક અલગ ઓળખ હતી, તેમણે વર્ષ 2021માં રેડિયો મિર્ચી છોડી દીધી હતી. હાલમાં, તેણી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડિઓઝ પોસ્ટ કરતી હતી અને કેટલાક ફ્રીલાન્સિંગ કામ પણ કરતી હતી. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 6 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.