વર્ષના અંત પહેલા અંબાણીએ અમેરિકન કંપનીને ખરીદી, જાણો કિંમત
- Ambani એ વર્ષના અંતમાં વધુ એક મોટું પગલું ભર્યું છે
- ડીલને અંતિમરૂપ આપવા માટે સરકારી મંજૂરીની જરૂર નથી
- જરૂરિયાતવાળા લોકો માટે પોસાય તેવા ઉકેલો બનાવવાનો
Reliance Digital Health Limited : Mukesh Ambani ની કંપની Reliance Industries એ અમેરિકન Healthcare કંપનીમાં હિસ્સો ખરીદ્યો છે. Reliance ડિજિટલ હેલ્થ લિમિટેડ (RDHL) એ Health Alliance Group Inc. માં રૂ. 85 કરોડ આપીને 45% હિસ્સો હસ્તગત કર્યો છે. આ ડીલ 2024 ના અંત પહેલા થાઈ છે. Reliance એ આ કંપની દ્વારા ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં સ્વાસ્થ્ય સેવાઓ સુધી લોકોની પહોંચને સુધારવા માંગે છે.
Ambani એ વર્ષના અંતમાં વધુ એક મોટું પગલું ભર્યું છે
Reliance Industries ના પ્રમુખ Mukesh Ambani એ વર્ષના અંતમાં વધુ એક મોટું પગલું ભર્યું છે. તેમની કંપની RDHL જે Reliance Industries ની પેટાકંપની કંપની ખરીદી છે, તેનું Healthcare, આટી અને ઈનોવેશન ક્ષેત્રમાં ખુબ જ મોટું રોકાણ થયેલું છે. તો RDHLનું મુખ્ય મથક ડેલવેરમાં છે. તેની સ્થાપના ડિસેમ્બર 2022 માં કરવામાં આવી હતી. કંપની યુ.એસ., ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં લોકો માટે આરોગ્ય સંભાળ સુધારવા માટે ટેક્નોલોજી આધારિત ઉકેલો વિકસાવે છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ આરોગ્ય સેવાઓ સરળતાથી મેળવી શકતા નથી.
આ પણ વાંચો: Abhishek Bachchan ને SBI દર મહિને આપે છે 19 લાખ રૂપિયા, જાણો કેમ?
Company: Reliance Industries
Update Type: Acquisition
Acquired Company: Health Alliance Group Inc.
Business Overview: Designs technology driven solutions for underserved communities globally.
Percentage Acquired: 45%
Total Consideration Paid: USD 10 mn #RelianceIndustries pic.twitter.com/2GeSCX4uI7
— Akshat Bhargava (@akshatbhargav26) December 21, 2024
ડીલને અંતિમરૂપ આપવા માટે સરકારી મંજૂરીની જરૂર નથી
Reliance Industries એ તેની ફાઇલિંગમાં જણાવ્યું છે કે આ રોકાણ RDHL ને વર્ચ્યુઅલ ડાયગ્નોસ્ટિક અને કેર પ્લેટફોર્મ વિકસાવવામાં સક્ષમ બનાવશે. આ પ્લેટફોર્મ આરોગ્યસંભાળ સેવાઓની મર્યાદિત જરૂરિયાતોને ધરાવતા સમુદાયો માટે આરોગ્યસંભાળની પહોંચમાં નોંધપાત્ર સુધારો કરશે તેવી અપેક્ષા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ ડીલ કોઈ સંબંધિત પક્ષ સાથે કરવામાં આવી નથી. તે બે અઠવાડિયામાં પૂર્ણ થવાની ધારણા છે. આ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે કોઈ સરકારી મંજૂરીની જરૂર નથી.
જરૂરિયાતવાળા લોકો માટે પોસાય તેવા ઉકેલો બનાવવાનો
Reliance Industries માને છે કે આ રોકાણ ભારતમાં Healthcare સેક્ટરમાં અત્યાધુનિક તકનીકી ઉકેલો લાવશે. તેનાથી ભારતમાં એવા લોકોને ફાયદો થશે જેમની પાસે સ્વાસ્થ્ય સેવાઓ નથી. Health Alliance Group Inc. એ Reliance ની કુશળતા અને નવીનતાનો લાભ લઈને જરૂરિયાતવાળા લોકો માટે પોસાય તેવા ઉકેલો બનાવવાનો છે.
આ પણ વાંચો: ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે, જાણો શું થવાની સંભાવના