દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ આચરાયું હોવાનો ખુલાસો થતાં ખળભળાટ
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ! ખેતી મદદનીશ-અધિકારીની પરીક્ષાને લઈ વિવાદ 22 લાખમાં સેટિંગ કરી ભરતી થયાનો આરોપ ખાનગી કંપનીને પરીક્ષાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો 58 જગ્યા માટે 2021માં લેવાઈ હતી પરીક્ષા ભરતી કૌભાંડને લઈ ઓડિયો-વીડિયો ક્લીપ વાયરલ વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ...
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ!
ખેતી મદદનીશ-અધિકારીની પરીક્ષાને લઈ વિવાદ
22 લાખમાં સેટિંગ કરી ભરતી થયાનો આરોપ
ખાનગી કંપનીને પરીક્ષાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો
58 જગ્યા માટે 2021માં લેવાઈ હતી પરીક્ષા
ભરતી કૌભાંડને લઈ ઓડિયો-વીડિયો ક્લીપ વાયરલ
વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ નથી કરતું પુષ્ટિ
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ખેતી મદદનીશ અધિકારીની ભરતી કૌભાંડ આચરાયું હોવાનો ખુલાસો થયો છે. ભરતી કૌભાંડને લઇને ઓડિયો વિડીયો ક્લીપ વાયરલ થઇ છે જેથી આ કૌભાંડ આચરાયું હોવાનું મનાઇ રહ્યું છે. જો કે આ વાયરલ ઓડિયો વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી.
ભરતીમાં 22 લાખમાં સેટિંગ કરાયું હોવાનો ખુલાસો
પ્રાપ્ત માહિતી મુજબ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 2021ના વર્ષમાં 58 જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી હતી. હવે આ ખેતી મદદનીશ-અધિકારીની પરીક્ષાને લઈ વિવાદ સર્જાયો છે અને તેમાં કૌભાંડ આચરાયું હોવાનું મનાઇ રહ્યું છે આ ભરતીમાં 22 લાખમાં સેટિંગ કરાયું હોવાનો ખુલાસો થયો છે. કૃષિ યુનિવર્સિટીમાં ખેતી મદદનીશ અને ખેતીવાડી અધિકારીની ભરતીની ઓનલાઇન પરીક્ષા યોજાઇ હતી અને તેમાં આ સેટિંગ કરાયું હોવાનું મનાઇ રહ્યું છે.
ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો
આ પરીક્ષાનો ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. કૌંભાડની ઓડિયો વિડીયો ક્લીપ વાયરલ થઇ છે અને ધ્રુવિલ નામનો યુવક હાલ યુનિવર્સિટીમાં નોકરી કરે છે તેના અવાજમાં આ ક્લીપ છે અને તે કબૂલ કરી રહ્યો છે કે નોકરીમાં 20થી 22 લાખમાં સેટિંગ થયું છે.
ખાસ સોફ્ટવેરના માધ્યમથી આ કૌભાંડ આચરાયું
આ ભરતીની પરીક્ષામાં ખેતી મદદનીશની 43 અને ખેતી અધિકારીની 15 મળીને 58 જગ્યા માટે ભરતી યોજાઇ હતી અને ખાનગી કંપનીને ઓનલાઇન પરીક્ષા લેવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો અને ત્યાંથી જ આ કૌભાંડ આચરાયું છે. ખાસ સોફ્ટવેરના માધ્યમથી આ કૌભાંડ આચરાયું છે.
ઓડિયો ક્લીપની વાતચીતના અંશ
હાચી વાત કઉં આગળ કોઇએ ફોન કર્યો ગાંધીનગર અને તે માણસનો ફોન કે તારી પર કોઇ ફોન આવે તો સેટિંગ બેટીંગ કંઇ થયું નથી તેમ કહેજે. તે માણસનું નામ ગાંધીનગર લીંક થયું છે. તેનું નામ ગાંધીનગર પહોંચી ગયું છે અને તે સેટિંગ કરે છે. તારી પર ફોન આવે તો કહેજે કે આ બધી અફવા છે. તું સેટિંગની વાત ના કરતો કોઇને. આ વસ્તુ યુનિમાં કોઇ સાહેબને ખબર નથી. તે પટાવાળાની નોકરી ચાલું છે. તું બહું માથાકૂટ ના કરતો. મને એટલું કહ્યું કે તારે ખાલી પરીક્ષા આપવા જવાનું બાકી બધુ થઇ જશે. અમને તો 22 લાખ કહ્યા...પૈસા તો આપવા જ પડશેને જખ મારીને નોકરી લેવી પડશેતો. આ પૈસા બધા એક જ માણસને થોડા મળવાના ...નોકરી લેવી છે તો પૈસા તો આપવા પડશે....સેટિંગ કરવું પડશે.
ઓડિયો વિડીયો ક્લીપ વાયરલ થતાં ખળભળાટ
કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ આચરાયું હોવાની ઓડિયો વિડીયો ક્લીપ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ખરેખર આ પ્રકારનું કૌભાંડ આચરાયું છે કે કેમ તેની ઉંડી તપાસ થવી જરુરી છે. કેવી રીતે સમગ્ર કૌભાંડ આચરાયું અને કોણ કોણ તેમા સામેલ છે તથા કેટલા ઉમેદવારોને પૈસા લઇને નોકરી આપવામાં આવી છે તે તમામ માહિતી ઉજાગર થવી જરુરી છે.
આ પણ વાંચો---નવી સંસદમાં અખંડ ભારતના ચિત્રથી ડરી ગયું પાકિસ્તાન…!
Advertisement