Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RCB vs PBKS : ચાલુ મેચમાં એક દર્શક મેદાનમાં ઘુસ્યો, કોહલી સાથે કર્યું કઇંક આવું, Video

RCB vs PBKS : સોમવારે જ્યા દેશભરમાં લોકો રંગો અને પાણીથી એકબીજાને ધોઇ રહ્યા હતા ત્યારે બીજી તરફ વિરાટ કોહલી (Virat Kohli) એ M.Chinnaswamy Stadium માં બોલરોની ધુલાઈ કરી હતી. બેંગલુરુના સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિગ્સ (RCB vs...
rcb vs pbks   ચાલુ મેચમાં એક દર્શક મેદાનમાં ઘુસ્યો  કોહલી સાથે કર્યું કઇંક આવું  video
Advertisement

RCB vs PBKS : સોમવારે જ્યા દેશભરમાં લોકો રંગો અને પાણીથી એકબીજાને ધોઇ રહ્યા હતા ત્યારે બીજી તરફ વિરાટ કોહલી (Virat Kohli) એ M.Chinnaswamy Stadium માં બોલરોની ધુલાઈ કરી હતી. બેંગલુરુના સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિગ્સ (RCB vs PBKS) વચ્ચે મેચ રમાઈ હતી. જેમા ટોસ (Toss) જીતીને RCB એ પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. મેચમાં પંજાબની ટીમે પ્રથમ બેટિંગ (First Batting) કરતા 176 રન બનાવ્યા હતા. જવાબમાં જ્યારે RCB ના ઓપનર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ શાનદાર પ્રદર્શન કરી પોતાની આક્રમક બેટિંગ ફેન્સને બતાવી હતી. તે જે સમયે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક એવો કિસ્સો બન્યો કે થોડા સમય માટે મેચને રોકવી પડી હતી.

Advertisement

M.Chinnaswamy Stadium માં કોહલીનું તોફાન આવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી સોમવારે પંજાબ કિંગ્સ સામે રમાયેલી IPL 2024ની આઠમી મેચમાં શાનદાર દેખાતો હતો. તેણે બોલરોને ધોઈને ઘણા રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની 49 બોલમાં 77 રનની ઇનિંગે RCB ને સિઝનની પ્રથમ જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટને ઘણા સમય બાદ તેના અસલી ફોર્મમાં જોઇ ફેન્સ પણ ખૂબ જ ખુશ હતા. જો કે, કેટલીકવાર ચાહકો સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરી જાય છે. IPL 2024ની છઠ્ઠી મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. સોમવારે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટકરાયા હતા. કોહલીએ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 49 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રનની ઇનિંગ રમી હતી.

Advertisement

Advertisement

મેદાનમાં ઘૂસ્યો ફેન અને કોહલીને પકડી લીધો

કોહલી જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે એક પ્રશંસક સુરક્ષાથી બચીને ક્રિઝ પર પહોંચી ગયો હતો. ક્રિઝ પર જતા ફેન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે RCBની ઈનિંગની શરૂઆતમાં જ ચાહક સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘુસ્યો હતો. તેણે કોહલીની નજીક આવીને તેના ચરણ સ્પર્શ કર્યા. આ પછી ફેન્સે કોહલીને ગળે લગાવ્યો. સુરક્ષાકર્મીઓ પણ ફેન્સની પાછળ દોડી આવ્યા હતા અને તેને પકડીને પરત લઈ ગયા હતા. નોંધનીય છે કે આ પહેલા પણ કોહલીના ઘણા ફેન્સ આ રીતે મેદાનમાં આવ્યા હતા. જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામેની બીજી T20માં એક પ્રશંસકે આવું કર્યું ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

RCB ને પહેલી જીત મળી

આ મેચની વાત કરીએ તો, સીઝનના ઓપનરમાં CSK સામે હાર્યા બાદ, RCBને બેંગલુરુમાં તેના હોમ ગ્રાઉન્ડ પર સિઝનની પ્રથમ જીત મળી હતી. પંજાબ કિંગ્સ તરફથી બોલિંગ સારી હતી પરંતુ શરૂઆતમાં કોહલીની ઈનિંગ અને અંતે 10 બોલમાં દિનેશ કાર્તિકની 28 રનની ઈનિંગ્સે મેચ તેમની પાસેથી છીનવી લીધી હતી. આ મેચમાં પહેલા રમતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. જવાબમાં RCBએ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા અને મેચ 4 વિકેટે જીતી લીધી.

આ પણ વાંચો - RCB VS PBKS : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, IPL 2024માં જીતનું ખાતું ખોલ્યું

આ પણ વાંચો - GT vs MI : સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાને જોતા જ ફેન્સે રોહિત-રાહિતના લગાવ્યા નારા

Tags :
Advertisement

Related News

featured-img
રાજકોટ

Rajkot : ITI નાં વિદ્યાર્થીએ આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો, કેસમાં નવો વળાંક!

featured-img
સ્પોર્ટ્સ

RR vs KKR : કોલકાતાએ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય

featured-img
Top News

Amreli: બગસરામાં હાથ પર બ્લેડ મારવા મામલો, શિક્ષણ વિભાગે શરૂ કરી તપાસ

featured-img
રાષ્ટ્રીય

PM મોદી 6 એપ્રિલે રામેશ્વરમની કરશે મુલાકાત

featured-img
સ્પોર્ટ્સ

NZ vs PAK: Pakistan ના કેપ્ટને સિરીઝ હાર્યા બાદ આપ્યું મોટું નિવેદન

featured-img
Top News

Gandhinagar : વ્યાયામ શિક્ષકોની કાયમી કરવાની માંગને લઈ વિરોધ, પોલીસે કરી અટકાયત

Trending News

.

×