RBI ના ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, જલ્દી જ ઔપચારિક નિવેદન...
- RBIના ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી
- હાલ ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ
- જલ્દી ઔપચારિક નિવેદન જાહેર કરીશુંઃ RBI અધિકારી
- તબિયત સુધારા પર, ચિંતા જેવું નથીઃ RBI અધિકારી
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડતા તેમને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ RBI અને સરકારના ટોચના અધિકારીઓને પણ ચિંતિત કર્યા છે.
RBI ગવર્નરની તબિયતમાં સુધારો
RBI ના ગવર્નરની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. જોકે, આ અંગે RBI ના અધિકારીઓ દ્વારા જલ્દી જ એક ઔપચારિક નિવેદન જારી કર્યું હતું. મળતી માહિતી મુજબ, દાસને મામૂલી સ્વાસ્થ્ય સમસ્યા (એસિડિટીની ફરિયાદ) હતી. RBIએ કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી. RBI એ ટ્વીટ કર્યું, “રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે એસિડિટીની ફરિયાદ કરી અને તેમને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તે અત્યારે સ્વસ્થ છે અને આગામી 2-3 કલાકમાં તેમને રજા આપવામાં આવશે. RBIના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ચિંતા કરવા જેવું કંઈ નથી."
Reserve Bank of India Governor Shaktikanta Das experienced acidity and was admitted to Apollo Hospital, Chennai for observation. He is now doing fine and will be discharged in the next 2-3 hours. There is no cause for concern: RBI spokesperson https://t.co/uvxfEsXa7m
— ANI (@ANI) November 26, 2024
શક્તિકાંત દાસે તાજેતરના ઇન્ટરવ્યુમાં શું કહ્યું?
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત ખરાબ હોવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે કેન્દ્ર સરકાર તેમના કાર્યકાળના બીજા વિસ્તરણ પર વિચાર કરી રહી છે. આ વિસ્તરણ શક્તિકાંત દાસને 1960ના દાયકા પછી સૌથી લાંબા સમય સુધી RBI ના ગવર્નર બનાવશે. શક્તિકાંત દાસને ડિસેમ્બર 2018માં RBI ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે. RBI ગવર્નર તરીકે શક્તિકાંત દાસના કાર્યકાળમાં મોંઘવારીના દબાણ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ સહિત વિવિધ આર્થિક પડકારો જોવા મળ્યા હતા. જો કે, આ પડકારો હોવા છતાં, શક્તિકાંત દાસે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ભારત સંરક્ષણવાદ, વેપાર યુદ્ધ અને ભૌગોલિક રાજકીય તણાવ સહિતના બાહ્ય આંચકાઓનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે.
આ પણ વાંચો: બંધારણ દિવસે શરૂ થશે કોંગ્રેસનું "ભારત જોડો સંવિધાન અભિયાન"