Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે ફોન પણ મહિલાઓનો 'રક્ષક', જાણો શું છે રક્ષક એપ

જો ઇતિહાસના પન્ના ફેરવીએ તો ત્યારથી લઈને વાસ્તવિક ક્ષણ સુધી મહિલાના રક્ષણ બાબતે વધુ લાંબો ફરક નથી પડ્યો. મહિલા સશક્તિ હોવા છતાં શોષિત હતી અને આજે પણ મહિલા સશક્ત હોવા છતાં દોષિત છે. ગીર કાંઠાના ગામના મયૂર પરમારે (MD Parmar)એ મોબાઇલ એપ્લિકેશન બનાવી જે સ્ત્રી એકાંતમાં પોતાની એકલતાને નહીં હવે કોઈ તેમની સાથે છે એવો સતત અહેસાસ કરાવે.  વર્ષોથી રક્ષણ બાબતે સ્ત્રીઓમાં એક મેન્ટાલીટી ડેવલપ થયેà
હવે ફોન પણ મહિલાઓનો  રક્ષક   જાણો શું છે રક્ષક એપ

Advertisement

જો ઇતિહાસના પન્ના ફેરવીએ તો ત્યારથી લઈને વાસ્તવિક ક્ષણ સુધી મહિલાના રક્ષણ બાબતે વધુ લાંબો ફરક નથી પડ્યો. મહિલા સશક્તિ હોવા છતાં શોષિત હતી અને આજે પણ મહિલા સશક્ત હોવા છતાં દોષિત છે. ગીર કાંઠાના ગામના મયૂર પરમારે (MD Parmar)એ મોબાઇલ એપ્લિકેશન બનાવી જે સ્ત્રી એકાંતમાં પોતાની એકલતાને નહીં હવે કોઈ તેમની સાથે છે એવો સતત અહેસાસ કરાવે.

Advertisement

વર્ષોથી રક્ષણ બાબતે સ્ત્રીઓમાં એક મેન્ટાલીટી ડેવલપ થયેલી છે કે કોઇ પુરુષના સ્વરૂપમાં બોડીગાર્ડ તેની સાથે હોય તો તે સુરક્ષિત છે. તે પતિ હોય, પિતા હોય, કે ભાઈ પણ આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ કે આપણે આધુનિક યુગમાં છીએ અને આધુનિકતા એટલી હદે આપણા જીવનની અંદર ડેવલપ થઈ ચૂકી છે. દરેક ક્ષણે બોડીગાર્ડ સાથે રાખવા એ હવે અઘરું છે. ઘણા કેસમાં તો તમે જેની પાસે સુરક્ષાની અપેક્ષા રાખો છો એ જ ઘણી વખત રાક્ષસના સ્વરૂપમાં તમારી ઉપર એટેક કરતા હોય છે.  આ વાસ્તવિકતાથી આપણે સૌ પરિચિત છીએ. સમાચારમાં કેટલી વખત આવા કિસ્સાઓ આવી ચૂક્યા છે કે તમે જેની પાસેથી રક્ષકની અપેક્ષા રાખતા હતા એ જ ભક્ષકના સ્વરૂપમાં તમારી સામે આવીને ઊભા છે.

Advertisement

જયારે કોઈ પરિસ્થિતિ પોતાના કે અંગત વ્યક્તિ પર વીતે ત્યારે પરિવર્તન આવે. બસ આવું જ કંઈક થયું મયૂર પરમાર સાથે રાજકોટમાં અને રક્ષક એપ્લિકેશન તૈયાર કરવા લાગી ગયા. ઇસી એન્જીનીયરીંગ કરેલ મયૂર પરમારની રક્ષક એપ દોઢ વર્ષમાં 24 હજાર થી વધુ લોકો ઇન્સટોલ કરી ચૂક્યા છે. 7 લાખ રૂપિયા ખર્ચી  તૈયાર કરેલ એપ્લિકેશન હવે દર વર્ષે 7 લાખ કમાઈ અને આપે છે. ભારતમાં આ એપ્લિકેશનના ઉપયોગ માટે યુઝરે 299 પ્રતિ 3 વર્ષનો ચાર્જ ચૂકવવો પડશે જયારે અન્ય દેશમાં આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા 20 ડોલર પ્રતિ 3 વર્ષનો ચાર્જ ચૂકવવો પડશે. 


રક્ષક વિષે :

  • સ્ટાર્ટઅપ અને ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે "સેફટી" પર કરવામાં આવેલું સ્ટાર્ટઅપ

  • સુમસામ રસ્તા પર થતા અકસ્માતમાં ત્વરીત પરિવારને જાણ કરતી એપ રક્ષક.

  • મુસીબતના સમય પરિવારને જાણ કરતી એપ "રક્ષક"

  • યુનિક SMS ડેટા બેઝના આધારે પોલીસ ડિપાર્ટમેન્ટ આસાનીથી ગુનેગારને શોધી શકશે.

  • મહિલા સુરક્ષા અને રોડ પર બનતા અણબનાવો અટકાવ માટે આશીર્વાદ રૂપ એપ.

  • ઈમરજન્સી અને ખાસ કરીને રાત્રિના સમયે મહિલાઓને સરળતાથી અને ઝડપથી મદદ મળી રહે તેવી ટેક્નોલોજી છે રક્ષકમાં.

  • હાલમાં વધતા જતા ક્રાઇમને અટકાવવા માટે અમે "રક્ષક" એપ બનાવી છે, રક્ષક એપ બધી મુશ્કેલીની પરિસ્થિતિમાં પરિવાર કે મિત્રોને જાણ કરવા માટેની એક સરળ એપ છે“રક્ષક” એપ બધાજ મુશ્કેલીના સમયમાં મદદ કરશે.

આપણે પણ એલર્ટ થવું રહ્યું

આજકાલ  મોબાઈલ બધા પાસે હોય છે. શિલ્ડ સિક્યોર સર્વિસીઝ "રક્ષક" નામની એપ બનાવી છેજે આપ ડાઉનલોડ કરી શકો છો. તેમાં લોગ ઇન થયા બાદ તમે તમારી નજીકના 5 એવા વ્યક્તિઓના નંબર એડ કરી શકો છો કે જેને તમે મુશ્કેલીમાં હોવ તો તુરંત મેસેજ મળી જાય કે તમે મુશ્કેલીમાં છોજેમાં તમારું લોકેશન તેમજ એડ્રેસ તમારા એડ કરેલા પાંચ લોકોને તે ગણતરીની સેકંડોમાં મળી જશે. તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ગુનેગાર સુધી જલ્દી પહોંચી શકે.


વિશેષતા :

મોટો ફાયદો એ છે કે આ એપ ઈન્ટરનેટ વિના પણ ચાલશે.


  એપ કેવી રીતે ઉપયોગ કરવી 

  • www.rakssshak.com અથવા આપેલ QR કોડ સ્કેન કરી ને પણ ડાઉનલોડ કરી શકાશે.

  • ન્યૂ યુઝરથી લોગીન કર્યા બાદ એપ યુઝ કરી શકાશે.

  • એડ કોન્ટેક માં 5 નંબર એવા એડ કરો જેને મુશ્કેલ સમયે જાણ કરવાની છે.

  • મોસ્ટ પ્રાયોરિટી એક નંબર સિલેક્ટ કરો જેના પર ઑટોમૅટિક કોલ લાગી જશે પેનિક ટાઈમમાં

  • કોઈ પણ મુશ્કેલીના સમયમાં એપમાં હેલ્પનું બટન એક વાર પ્રેસ કરવાનું છે.


મહિલા સુરક્ષા માટે સમાજને એક ડિજિટલ પ્લેટફોર્મ આપવાના હેતુથી "રક્ષક" એપ બનાવી છે, ટેકનોલોજીની મદદથી, જો કોઈ મહિલા પોતાને અસુરક્ષિત મહેસૂસ કરશે તો તે મહિલા "રક્ષક" એપ થી એડ કરેલા પોતાના 5 લોકોને લોકેશન અને એડ્રેસ સાથેનો મેસેજ મોકલી શકશે સાથે મેસેજમા મુશ્કેલીનો સમય, તેના નેટવર્કની માહિતી, તેમની બેટરીના %, લાસ્ટ 5 કોલ લોગની માહિતી. બધું જ તેને એડ કરેલા નંબર પર ગણતરીની સેકન્ડમાં જતી રહેશેએક સિલેક્ટેડ મોબાઈલ નંબર પર કોલ જતો રહેશે. આ બધું એકજ ક્લિક કરવાથી થઈ જશે.


 રક્ષકને મળેલો સહયોગ અને પ્રતિસાદ

ISRO સ્પેસ એક્ઝિબિશન & સાયન્સ કાર્નિવલ 2020

 (Jointly Organized by AVPTI & VVP ENGINEERING COLLEGE RAJKOT)

ઈસરોના વૈજ્ઞાનિકોને રક્ષક એપના ફાઉન્ડર & સી.ઈ.ઓ. શ્રી એમ. ડી. પરમાર એ લાઈવ ડેમો બતાવી જણાવ્યું કે આ એપ્લિકેશન દ્વારા કેવી રીએ ગુના થતા રોકી શકાય તેમજ ગુનાહિત પ્રવૃતિ બની ગયેલી હોય તો ગુનેગાર સુધી કેવી રીતે પહોંચી શકાય તે પણ ટેક્નોલોજીના લેટેસ્ટ ફીચર્સ વાપરીને કેવી રીતે કોઈ પણ સમય એ સુરક્ષા મેળવી શકાય.

ઈસરોના વૈજ્ઞાનિક  ડી.સી. મહેતાએ  રક્ષક પ્રોજેક્ટને 'STARTUP FOR NATION કહ્યો. સ્ટાર્ટઅપ તો ઘણા બધા હોય છે પણ રક્ષક પ્રોજેક્ટ એ લોકોની સુરક્ષા માટે છે, તો પોતે આ પ્રોજેક્ટને લઈને સરકાર સુધી આ વાત પહોંચાડીને આ પ્રોજેક્ટને લોકઉપયોગી બનવાની ભલામણ કરશે.  દિવસેને દિવસે વધી રહેલા ક્રાઇમ ઉપર લગામ લગાવી શકાય અને વધી રહેલા મહિલા અત્યાચાર પર અંકુશ મૂકી શકાય.

SVUM 2020 ઇન્ટરનેશનલ ટ્રેડ શો -2020 રાજકોટ 

વિદેશના પ્રતિનિધિઓ (USA, UK, CANADA, SINGAPORE, SOUTH AFRICA, WEST AFRICA, SUDAN, DUBAI, BRAZIL, AFGHANISTAN) તરફથી મળેલો પ્રોજેક્ટને આવકારને ભવિષ્યમાં સાથે રહીને બિઝનેસ કરવાના MOU કર્યા. BRITISH HIGH COMMISION UKએ રક્ષકને આવકાર્યો અને સેફટી માટે તમામ રીતે મદદ રૂપ થવાના કરાર કર્યા. ભારતનાપણ ઘણા ઉદ્યોગપતિઓ એ લોકોની સુરક્ષા માટે સાથે કામ કરવાની બાહેંધરી આપી. 

જો ભારત સરકાર તરફ થી યોગ્ય સહાય અને પ્લેટફોર્મ આપવામાં આવે તો દિવસેને દિવસે વધતા જતા ક્રાઇમ અને અણબનાવો પર અંકુશ મૂકી શકાશે તેમજ ખરા અર્થમાં મહિલા સુરક્ષાનો પર્યાય સાબિત થઇ શકશે.



આ છે યુઝરના રિવ્યુ 

અંકિતા ચુડાસમા 

આ એપ્લિકેશન પ્રાર્થના માટે આગળ કરેલા હાથ કરતા મદદ માટે આગળ કરેલા હાથ જેવી છે.

રાજેશ્રી પટેલ 

દરેક સ્ત્રીના મોબાઈલમાં આ એપ્લિકેશન હોવી જરૂરી છે. આપણી સેફટી માટે.

ગજેન્દ્રસિંહ જાડેજા 

મહિલાઓની સલામતી માટે ખુબ જ સરસ એપ્લિકેશન છે.

Tags :
Advertisement

.