રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ મયંક નાયકે લીધા સાંસદ તરીકેના શપથ
ગુજરાતના રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP) મયંક નાયકે (Mayank Nayak) આજે દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (Vice President Jagdeep Dhankhar) ની ઉપસ્થિતિમાં સાંસદ તરીકે શપથ લીધા હતા. આ શપથ ગ્રહણ સમારોહ (Oath ceremony) માં મયંક નાયક (Mayank Nayak) ના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. જણાવી દઇએ કે, ગુજરાતની રાજ્યસભાની બેઠકમાંથી ભાજપે મયંક નાયકને રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP) બનાવ્યા છે. આ પહેલા ગુજરાતની રાજ્યસભા સીટમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા (BJP National President JP Nadda) એ સાંસદ તરીકેના શપથ (Oath) લીધા હતા.
ભાજપે મયંક નાયકને બનાવ્યા છે રાજ્યસભાના સાંસદ
રાજ્યસભાના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Rajya Sabha Vice President Jagdeep Dhankhar) બુધવારે રાજ્યસભાના નવા ચૂંટાયેલા દસ સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આ શપથ સંસદ ભવન (Parliament House) ખાતે લેવડાવવામાં આવ્યા હતા, જ્યાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ (Deputy Speaker Harivansh) અને મહાસચિવ પી.કે. મોદી પણ હાજર રહ્યા હતા. શપથ લેનારાઓમાં મયંકભાઈ જયદેવભાઈ નાયક, નારાયણસા કે. ભંડાગે, મિલિંદ મુરલી દેવરા, અજીત માધવરાવ ગોપચડે, રેણુકા ચૌધરી, અમરપાલ મૌર્ય, સંજય સેઠ, રામજી લાલ સુમન, સાગરિકા ઘોષ અને મમતા ઠાકુર. જો ગુજરાતની રાજ્યસભા સીટની વાત કરીએ તો મયંકભાઈ નાયકે આજે રાજ્યસભા સાંસદ તરીકેના શપથ લીધા હતા. આ પહેલા ગુજરાતની રાજ્યસભા સીટમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સાંસદ તરીકેના શપથ લીધા હતા.
- રાજ્યસભાના સાંસદ મયંક નાયકે લીધા સાંસદ તરીકેના શપથ
- આજે દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીની ઉપસ્થિતિમાં સાંસદ તરીકે કર્યા શપથ ગ્રહણ
- શપથ ગ્રહણ સમારોહમા મયંક નાયક પરિવાર સાથે રહ્યા હાજર
- ગુજરાતની રાજ્યસભા સીટમાંથી ભાજપે મયંક નાયકને બનાવ્યા છે રાજ્યસભાના સાંસદ
- અગાઉ ગુજરાતની રાજ્યસભા સીટમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ લીધા હતા સાંસદ તરીકેના શપથ
આ પણ વાંચો - ભાજપના વધુ 9 ઉમેદવારોના નામ જાહેર, ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ કપાઈ
આ પણ વાંચો - UP કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું, જાણો શું કહ્યું…