Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું ગુજરાતમાં વધારે એક બુથ કેપ્ચરિંગ થયું? આ જાગૃત નાગરિકના કારણે બચી લોકશાહીની ઇજ્જત

Rajkot Voting Booth: લોકશાહીનો પર્વ એટલે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) દેશવ્યાપી ચાલી રહ્યો છે. ત્યારે 7 મે, 2024 ના રોજ ગુજરાત (Gujarat) ના તમામ જિલ્લાઓમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે કુલ 26 બેઠકો પૈકી 25 બેઠકો...
શું ગુજરાતમાં વધારે એક બુથ કેપ્ચરિંગ થયું  આ જાગૃત નાગરિકના કારણે બચી લોકશાહીની ઇજ્જત

Rajkot Voting Booth: લોકશાહીનો પર્વ એટલે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) દેશવ્યાપી ચાલી રહ્યો છે. ત્યારે 7 મે, 2024 ના રોજ ગુજરાત (Gujarat) ના તમામ જિલ્લાઓમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે કુલ 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે મતદાન (Voting) નું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત લોકસભાના અમૃત મહોત્સવમાં (Lok Sabha Election) ગુજરાતના દરેક નાગરિકો પોતાની લોકશાહીની (Lok Sabha Election) નવી પહેલ શરુ કરવા માટે પોતાની આગવી ભૂમિકા ભજવે, તે માટે ગુજરાતના ખૂણે-ખૂણે મતદાન જાગૃતિની વિભિન્ન યુક્તિઓ સાથે કાર્યક્રરો અને આયોજનો કરવામાં આવતા હતી. ત્યારે આ વખતે ગુજરાતમાં કુલ 59 ટકા મતદાન નોંધાયું છે.

Advertisement

  • ગુજરાતમાં વધુ એક જાહેરનામા ભંગનો મામલો

  • રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર વિરુદ્ધ મામલો સામે આવ્યો

  • મતદાન મથક પર ભાજપ તરફી મતદાન કરવાની ભલામણ

તો બીજી તરફ મતદાન (Voting) ને લઈ ગુજરાતમાં રાજ્ય ચૂંટણી પંચમાં અનેક ફરિયાદો નોંધાવામાં આવી હતી. તેના અંતર્ગત રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાની અંદર રાજપરા ગામમાં જાહેરનામાનો ભંગ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવા માટે (Voting) અમુક રાજકીય કાર્યકાર આવ્યા હતા. પરંતુ જામકંડોરણા પોલીસ દ્વારા મામલાને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા હતો.

મળતી માહિતી મુજબ, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાના ભાઈ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર લલિત રાદડિયા દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે. રાજપરા ગામમાં આવેલા એક મતદાન (Voting) મથક પર લલિત રાદડિયા દ્વારા લોકોને ભાજપ તરફી મત કરવા માટે કહેવામાં આવી રહ્યું હતું. ત્યારે આ મતદાન (Voting) મથક પર હાજર કોંગ્રેસ કાર્યકાર વિજય બગડાએ જાગૃત નાગરિક તરીકે લલિત રાદડિયાનો વિરોધ કર્યો અને ભાજપ કાર્યકારને અયોગ્ય રીતે મતદાન કરતા અટકાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: IFFCO Election: IFFCO ના નવા ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાની વરણી

લલિત રાદડિયાનો સોશિયલ મીડિયા પર એક કથિત વીડિયો પર વાયરલ

ત્યારે લલિત રાદડિયા દ્વારા કોંગ્રેસ કાર્યકાર વિજય બગડાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગેનો લલિત રાદડિયાનો સોશિયલ મીડિયા પર એક કથિત વીડિયો પર વાયરલ થયો હતો, જેમા તેઓ કોઈ ઉચ્ચ અધિકારીને કહી રહ્યા છે કે, (Voting) કોઇ વ્યક્તિને કોઈ પણ રીતે ફસાવીને ધરપકડ કરવામાં આવે, બંને તો તેના ઘરમાં દારૂ મૂકી પોલીસને જાણ કરી તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે તેવું જણાવી રહ્યા છે. તો સંપૂર્ણ મામલે જામકંડોરિયાના એક પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ કાર્યકાર વિજય બગડા દ્વારા એટ્રોસિટી કાયદા હેઠળ ફરિયાદ નોંધાવા માટે અરજી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: IFFCO : દેશની સૌથી મોટી સહકારી સંસ્થાને લઈ મોટા સમાચાર, દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી

ધારાસભ્યના ભાઇની વિરુદ્ધ તેઓ ફરિયાદ દાખલ કરી શકે નહીં

જો કે પોલીસ દ્વારા આનાકાની કરીને ફરિયાદ નહીં નોંધાઇ હોવાનું વિજય બગડાએ દાવો કર્યો હતો. વિજય બગડાએ દાવો કર્યો કે, પોલીસે તેમને જણાવ્યું કે, હાલના ધારાસભ્યના ભાઇની વિરુદ્ધ તેઓ ફરિયાદ દાખલ કરી શકે નહીં તેમ કહીને તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલ તો સમગ્ર મામલો વિવાદિત બન્યો છે. બુથ કેપ્ચરિંગનો એક વધારો કિસ્સો પણ ગુજરાતમાં નોંધાયો તો નવાઇ નહીં. હાલ આ મામલે તટસ્થ તપાસ થાય અને સમગ્ર મામલે ચૂંટણી પંચ સ્વયં સંજ્ઞાન લે છે કે કેમ તે જોવું રહ્યું.

આ પણ વાંચો: IFFCO જીત્યા બાદ રાદડિયાનો હુંકાર! આ ખેતર મારા બાપનું લણવાનો અધિકાર પણ મારો જ છે

Tags :
Advertisement

.